આ ફિલ્મોએ તોડયા બોક્સ-ઓફીસ રેકોર્ડ, જાણો કઈ છે આ ફિલ્મો…

મિત્રો, બોલીવુડ ફિલ્મજગતમા એવી ઘણી ફિલ્મો છે કે, જે બોકસ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી ચુકી છે, આજે પણ લોકો તે ફિલ્મોને ફરીથી અને ફરીથી ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાનુ પસંદ કરે છે. આપણા આજના આ લેખમા અમે તમને જણાવીશુ કે, તે કઈ ફિલ્મો છે? જેમણે કમાણીની બાબતમા ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

બાહુબલી ૨ :

image source

આ યાદીમાં પહેલુ નામ પ્રભાસની ફિલ્મ બાહુબલી-૨ નુ આવ્યુ છે. આ ફિલ્મની સિરીઝમા દર્શકોને ઘણી નવી બાબતો પણ જોવા મળી છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફિલ્મે બધી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. એસ.એસ.રાજામૌલી આ ફિલ્મનો બીજો ભાગ લાવ્યા તે જોયા પછી આ ફિલ્મે પહેલા ભાગના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મનો બીજો ભાગ જોવાનુ સૌથી મોટુ કારણ કટપ્પ્પાએ બાહુબલીની હત્યા કેમ કરી? આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૫૧૦ કરોડથી વધુની કમાણી કરી હતી.

દંગલ :

image source

આ ફિલ્મ મહાવીરસિંહ ફોગાટના જીવન પર આધારિત હતી. ફિલ્મની શરૂઆતમા તે બતાવવામા આવ્યુ હતુ કે, કેવી રીતે મહાવીરસિંહે તેની પારિવારિક જવાબદારીઓના કારણે આપણા દેશને ગોલ્ડ મેડલ જીતવાનુ પોતાનુ સપનુ છોડી દીધુ હતુ. ત્યારબાદ તે માત્ર તેની બે પુત્રીઓને સ્પર્ધામા ભાગ લેવા તૈયાર કરે છે. આમિર ખાન આ મહાવીર સિંહનુ પાત્ર ભજવતા જોવા મળે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૭૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ટાઇગર જિંદા હૈ :

image source

આ ફિલ્મ સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ફિલ્મ “એક થા ટાઇગર” ની સિક્વલ હતી. અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જ્યાંથી પહેલો ભાગ પૂરો થયો ત્યાંથી શરુ થાય છે. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૩૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ સલમાન ખાનની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

પી.કે. :

image source

આ ફિલ્મ એ રાજકુમાર હિરાનીની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આમિર ખાન આ ફિલ્મમા એલિયનની ભૂમિકા ભજવતા દેખાયો. આ ફિલ્મમા અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂત આમિર ખાન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ ૨૦૧૪ મા રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૩૩૭ કરોડની કમાણી કરી હતી.

સંજુ :

image soucre

આ ફિલ્મમા રણબીર કપૂરે સંજયનુ પાત્ર ભજવ્યુ હતુ. આ ફિલ્મની સફળતા પાછળ બે મુખ્ય કારણો હતા,એક તો રાજકુમાર હિરાનીની વાર્તા છે અને બીજુ રણબીર કપૂર નો અભિનય જેને જોઇને દર્શકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૩૩૪ કરોડની કમાણી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ