બોલવામાં અટકે છે જીભ? સાથે પડે છે કોઇ તકલીફ? તો આજથી જ માતા સરસ્વતીની આ સ્તુતિનો કરો જાપ, થશે ફાયદો

અચકાવવું, હકલાવવું, સોશિયલ એન્ગ્ઝાઈટી અને ધારા પ્રવાહ બોલવામાં મુશ્કેલીનો અનુભવ કરનાર વ્યક્તિઓ માટે વાક શક્તિ વિવર્ધક માતા સરસ્વતીની આ સ્તુતિ શ્રેષ્ઠ પરિણામ આપનાર રહી શકે છે.

image source

સંભાષણ, સંપ્રેષણ, વાર્તાલાપ સંવાદના મુખ્ય ભાગ હોય છે. મોટાભાગની વ્યક્તિઓ કોઈ ખાસ અવસર પર મહત્વપૂર્ણ વાતને બધાની સમક્ષ કહી શકતા નથી. એવું એટલા માટે કેમ કે, તેમને સારા ભાવ અને સારા શબ્દો તાત્કાલિક સુઝતા હોતા નથી. આવી વ્યક્તિઓ ચર્ચાઓમાં સામેલ થતા અચકાતા હોય છે. મીટીંગ્સમાં તેઓ પોતાની ઈચ્છા હોવા છતાં પણ કશું જ બોલી શકતા નથી. આ બધા દોષ તે વ્યક્તિની સાથે એટલા માટે થાય છે કેમ કે, તેમનામાં વાક શક્તિનો અભાવ જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓમાં ઉચ્ચારણના દોષ પણ હોવાનું મળી આવે છે. વાણી સંબંધિત આ તમામ દોષોથી મુક્તિ મેળવવા માટે વાગ્દેવી માતા સરસ્વતીની વાક શક્તિ વિવર્ધક સ્તુતિનું સતત પઠન અને ઉચ્ચારણ કરવું જોઈએ.

image source

બાળકોને આ સ્તુતિ નિયમિત રીતે પ્રાર્થનામાં શીખવાડવામાં આવી જોઈએ. કલા સાહિત્ય અને જન સંવાદ સાથે સંબંધિત લોકો માટે આ સ્તુતિ અત્યંત શુભકારક ફળ આપનાર સાબિત થાય છે.

સરસ્વતી શારદા ચ કૌમારી બ્રહ્મચારીણીમ

વાણીશ્વરી બુદ્ધિદાત્રી ભારતી ભુવનેશ્વરીમ

ચંદ્રઘંટા મરાલસ્થા જગન્માતરમુત્તમામ

વરદાયિની સદા વંદે ચતુર્વર્ગફળપ્રદામ

દ્વાદશૈતાની નામાનિ સતત ધ્યાનસંયુત:

ય: પઠેત તસ્ય જિહ્વાગ્રે નુન વસતિ શારદા.

image source

વાગ્દેવી માતા સરસ્વતીની આ સ્તુતિનું પઠન નિયમિત રીતે કરવાથી આપની વાક સંબંધિત તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. વાગ્દેવી માતા સરસ્વતીની આ સ્તુતિનું પઠન તમામ ઉમરના વ્યક્તિઓ કરી શકે છે. માતા સરસ્વતીને સુરોની દેવી પણ કહેવામાં આવે છે. ગાયન વાદન અને સંગીતની સાધના સાથે સંબંધિત વ્યક્તિઓને વાગ્દેવી માતા સરસ્વતીની વાક શક્તિ વિવર્ધક સ્તુતિનું નિયમિત રીતે પઠન કરવું જોઈએ. વાગ્દેવી માતા સરસ્વતીની વાક શક્તિ વિવર્ધક સ્તુતિનું નિયમિત પઠન કરવાથી બુધ ગ્રહ સંબંધિત કુંડળી દોષ પણ શાંત થઈ જાય છે. માતા સરસ્વતીની આ સ્તુતિની સાથે આપે માતા વીણાવાદિની અને શ્રી ગણેશની સાધના અને આરાધના કરવાથી આપને વધારેમાં વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

image source

વિદ્યાર્થીઓ પરીક્ષાની પ્રતિયોગિતામાં ઘણું સારું પ્રદર્શન કરે છે. જે વ્યક્તિઓને બોલવામાં મુશ્કેલી પડે છે તેમના માટે માતા સરસ્વતીની વાક શક્તિ વિવર્ધક સ્તુતિનું નિયમિત રીતે પઠન કરવાથી તે વ્યક્તિઓની બોલવા સંબંધિત તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જે વ્યક્તિઓને બોલવા સંબંધિત કોઈપણ મુશ્કેલી હોય છે તો તેમણે આ સ્તુતિનું પઠન જરૂરથી કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ