3 કપ ચા પીતા હોવ તો અચુક વાંચી લો આ આર્ટિકલ, નહિં તો અંતે પસ્તાશો

મિત્રો, આપણા ગુજરાતી લોકો ચા પીવાના ખુબ જ વધારે પડતા શોખીન હોય છે. દેશની કોઈપણ ગલી હોય કે નુક્કડ તમને ચાની દુકાન અવશ્યપણે જોવા મળી રહે છે. મોટાભાગના લોકો ઘરેથી ચા પીને ભલે નીકળા હોય પરંતુ, તેમછતા નાકે જઈને કટિંગ ચા તો પીવાની જ.

image source

અનેકવિધ ચાના ગલ્લાઓ પર ચાના કપની ડિઝાઈન જ એવી હોય છે કે, ચા પીવાનુ મન થઇ જ જાય છે. જો તમે પણ કાગળના કપમા ચાનુ સેવન કરો છો, તો સાવધાન થઈ જાઓ. તમારી આ ભૂલ તમને ખુબ જ ભારે પડી શકે છે. આ ભૂલ તમારી જીવનશૈલીને પણ ખુબ જ ખરાબ રીતે અસર કરી શકે છે. જો તમને ડિસ્પોઝેબલ કપમા ચા પીવાની આદત હોય તો તેને તુરંત જ બદલી નાખો.

image source

હાલમા જ એક સંશોધનમા એવી વાત સામે આવી છે કે, જો કોઈ વ્યક્તિ કાગળના કપમા દિવસમા ત્રણ વાર ચાનુ સેવન કરો છો તો શરીરમા પ્લાસ્ટિકના ૭૫,૦૦૦ જેટલા સૂક્ષ્મ કણ જતા રહે છે. હવે તમે અનુમાન લગાવી શકો છો કે, કાગળથી બનાવેલ કપનો ઉપયોગ કરવો એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, કાગળના કપમા ચા પીવાની બાબતને લઈને આઈ.આઈ.ટી. ખડગપુરમા એક સંશોધન કરવામા આવ્યુ છે, જેમા સ્વાસ્થ્ય પર પડનારી આ અસર વિશે લોકોને ચેતવણી આપવામા આવી છે. આ સંશોધનનુ નેતૃત્વ કરનારી આઈ.આઈ.ટી. ખડગપુરની એસોસિએટ પ્રોફેસરે જણાવ્યુ કે, કાગળના ડિસ્પોઝેબલ કપમા પીણાનુ સેવન કરવુ એ એક સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ, તે તમારી હેલ્થ માટે ઝેરનુ કામ કરે છે.

image source

કરવામા આવેલા સંશોધન મુજબ એ વાતની પુષ્ટિ થઈ છે કે, આ કપોમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોને કારણે ગરમ પ્રવાહી વસ્તુઓ દૂષિત થાય છે. આ કપ તૈયાર કરવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની એક પરત ચઢાવવામા આવે છે. તેમા વિશેષ સાવચેતી તો પ્લાસ્ટિકની બનાવટની હોય છે. તેની મદદથી કપમા પ્રવાહી પદાર્થ પણ ટકી રહે છે. આ પરત ગરમ પાણી કે અન્ય ગરમ પ્રવાહી નાખવા પર ૧૫ મિનીટની અંદર ગળવા લાગે છે.

image source

એક તજજ્ઞ વ્યક્તિએ જણાવ્યુ કે, એક કપમા સો મિલી જેટલુ ગરમ પ્રવાહી રાખવામા આવે તો તેમાં પચ્ચીસ હજાર માઈક્રોન સૂક્ષ્મ કણ પીગળવા લાગે છે. તમને નરી આંખે આ સુક્ષ્મ કણ જોવા મળતા નથી અને તેનાથી સ્વાસ્થ્ય પર પણ ગંભીર પરિણામ જોવા મળી શકે છે. આ માટે જો શક્ય બને તો હવેથી પ્લાસ્ટીકના કપમા કોઈપણ પ્રકારની વસ્તુઓનુ વધારે પડતુ સેવન ટાળવુ અને તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત