મોટો સવાલ, બોલિવૂડ વેક્સિનેશનથી ભાંગ્યુ શા માટે, અજયથી લઈને જ્હોન સુધી હજી સુધી વેક્સિન નથી લીધી

જો હાલમાં મુંબઈની પરિસ્થિતિની વાત કરીએ તો 4 એપ્રિલના રોજ મહારાષ્ટ્રમાં 57,074 નવા દર્દી મળી આવ્યા હતા. 27,508 દર્દી સાજા થયા અને 222 લોકો મૃત્યુ પામ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 30.10 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે બોલિવૂડમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે અને લાઈનસર એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અક્ષય કુમારથી લઈને ગોવિંદા સુધીના સેલેબ્સ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. પરંતુ એ વચ્ચે પણ એક એવી માહિતી સામે આવી રહી છે કે જે બધાને ચોંકાવે એવી છે. કારણ કે કેટલાય સેલેબ્સે હજુ કોરોનાની રસી લીધી જ નથી. દેશમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.

image soucre

આ સાથે જ બીજી બાજુ વાત કરીએ તો જાણીતા સેલેબ્સ વેક્સિન લઈને દેશની જનતાને વેક્સિન માટે પ્રેરિત કરી રહ્યાં છે. જો કે, ઘણાં સેલેબ્સ એવા છે, જેમણે વેક્સિન લીધી નથી, આમાં મુખ્ય નામ અક્ષય કુમાર તથા અજય દેવગનનું લઈ શકાય. અક્ષય કુમાર આમ તો પોતાને દેશભક્ત સાબિત કરવાનો એક પણ મોકો ચૂકતો નથી, પરંતુ તેણે કયા કારણોસર વેક્સિન ના લીધી તે ચાહકોને હાલમાં ભારે સવાલ થઈ રહ્યો છે. દેશમાં સરકારે 45 કે તેથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિન ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ચાહકોમાં રોલ મોડલનું સ્થાન ધરાવનાર ઘણાં સેલેબ્સ વેક્સિનથી દૂર રહ્યાં એ ખરેખર લોકો માટે નવાઈની વાત છે. સૌથી પહેલું નામ અક્ષય કુમારનું આવે. કારણ કે અક્ષય કુમારનો તાજેતરમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વાત જગ જાહેર છે.

image socure

આ સાથે જ વાત કરીએ તો અક્ષય કુમાર સરકારની દરેક યોજનાઓનો પ્રચાર તથા પ્રસાર કરતો જોવા મળે છે. જો કે, અક્ષય કુમારે વેક્સિન શા માટે ના લીધી તે ચાહકોને મૂંઝવી રહ્યું છે. આવો જ એક અભિનેતા છે અક્ષય બાદ અજય દેવગન કે જે પણ ચાહકોમાં લોકપ્રિય છે. અજય દેવગને પણ હજી સુધી વેક્સિન લીધી નથી. શાહરુખ ખાન, આમિર ખાન, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી, કરન જોહર, જ્હોન અબ્રાહમ, સોનુ સૂદ, ફરહાન અખ્તર, રિતીક રોશન, કાજોલ, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ જેવા સેલેબ્સે પણ હજુ કોરોના વેક્સિન નથી લીધી. ત્યારે ફેન્સને મોટો સવાલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આમિર ખાનને થોડાં સમય પહેલાં જ કોરોના થયો હતો. જ્હોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી ફિટનેસ માટે જાણીતા છે. જો કે આવું હોવા છતાં તેમણે પણ વેક્સિન લીધી નથી.

image soucre

આ સિવાય એક મોટો કિસ્સો એવા પણ છે કે ઋતિકે હજુ વેક્સિન નથી લીધી. એક્ટરના પેરેન્ટ્સે વેક્સિન લઈ લીધી છે, પરંતુ હજી સુધી તેણે લીધી નથી. આ સાથે જ વેક્સિન લેનારની વાત કરીએ તો સલમાન ખાન, સંજય દત્ત, મલાઈકા અરોરા, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમામાલિની નીના ગુપ્તા, પરેશ રાવલ, અનુપમ ખેર, સૈફ અલી ખાન, સંગીતકાર વિશાલ દદલાણી, ડિરેક્ટર રોહિત શેટ્ટી, રાહુલ દેવ, રોહિત રોય, નાગાર્જુન, શર્મિલા ટાગોર, શિલ્પા શિરોડકર, ટીવી એક્ટર અંજન શ્રીવાસ્તવ, દિલીપ જોષી, ગજરાજ રાવ, જીતેન્દ્ર, જ્હોની લીવર, રાકેશ રોશન- પિંકી રોશન, સુનૈના રોશન, સતિષ શાહ, શબાના આઝમી, હિમાની શિવપુરી, સોનાલી બેન્દ્રે, ગુલશન ગ્રોવર, સિમી ગરેવાલનું નામ આવે છે.

image socure

હાલમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ગઈકાલે અક્ષય કુમાર અને ગોવિંદાને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે અભિનેત્રી ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ કોરોના પોઝિટિવ છે. બંને સ્ટાર્સે ઈન્સ્ટાગ્રામ પર તેમની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર શેર કર્યા છે. ભૂમિએ જણાવ્યું હતું કે તે હળવા લક્ષણો જોઇ રહી છે અને તે તરત જ ઘરમાં ક્વોરન્ટાઇન થઇ ગઇ છે. જ્યારે વિકી કહે છે કે તમામ સાવચેતી રાખ્યા પછી પણ તે કોવિડ પોઝિટિવ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!