રિયલ લાઇફમાં ટીવીના આ ભાઇ-બહેનોની જોડી છે ટોપ પર, જ્યારે આ જોડી તો સાવ લોકોના નજરમાંથી જ ઉતરી ગઇ

ટીવીના આ રિયલ લાઈફ ભાઈ બહેનોની જોડી વિશે નહિ જાણતા હોવ તમે, કોઈ ઓછા ફેમસ છે તો કોઈ વધુ.

ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને એવા ઘણા લોકો મળશે જે એકબીજાના સગા છે. અહીંયા ભાઈ બહેનોની એવી ઘણી જોડીઓ છે જે ઘણી જાણીતી છે પણ દર્શકોને એમના વિશે ખબર નથી. કોઈ ટેલિવિઝનમાં સારું કામ કરી રહ્યું છે તો કોઈએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવ્યું છે. આજે અમે તમને આવા જ રિયલ લાઈફ ભાઈ બહેનોની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને તમે ઓળખો તો છો પણ તમને એ ખ્યાલ નહિ હોય કે એ એકબીજાના ભાઈ બહેન છે.

વરુણ બડોલા અને અલકા કૌશલ.

image source

અસ્તિત્વ એક પ્રેમ કહાનીથી જાણીતા બનેલા એકટર વરુણ બડોલા આજકાલ મેરે ડેડ કી દુલહન શોમાં પોતાની કલાકારી દર્શાવી રહયવ છે. તો એમની બહેન અલકા કૌશલ પણ ટીવીનો જાણીતો ચહેરો છે. તમે એમને સ્વરાગીની- જોડે રીશતો કે સુર અને કુબુલ હે જેવી સીરિયલમાં જોઈ હશે. એ સિવાય અલકા કૌશલે કવીન ફિલ્મમાં કંગના રનૌતની માતા અને બજરંગી ભાઈજાનમાં કરીના કપૂરની માતાનું પાત્ર ભજવ્યું હતું. અલકા કૌશલ અને વરુણ બડોલના ચહેરા પણ એકજેવા લાગે છે. એકવાર અલકા કૌશલે મજાકમાં કહ્યું હતું કેંજે વરુણ ઘાઘરો પહેરી લે તો બંને એકદમ એકજેવા લાગશે.

માનસી જોશી અને શરમન જોશી

image source

સાયા, ઘરવાલી- ઉપરવાલી અને કુસુમ જેવી સિરિયલથી પોતાની ઓળખ બનાવનાર માનસી જોશી ટીવીનો જાણીતો ચહેરો છે પણ તમને એ ખબર નહિ હોય કે એ સ્ટાઇલ અને થ્રિ ઇડિયટ્સ જેવી ફિલ્મો કરનાર એકટર શરમન જોશીની બહેન છે. જ્યાં માનસીએ ખુદને ટીવી સુધી સીમિત રાખી તો શરમને બોલીવુડમાં પોતાની એક ઓળખ બનાવી. હાલમાં જ એમની વેબ સિરીઝ બારીશ 2 ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી હતી. તમને એ પણ જણાવી દઈએ કે માનસી જોશી ટીવી અને બૉલીવુડ એકટર રોહિત રોયની પત્ની છે.

દિશા વકાણી અને મયુર વકાણી.

image source

પોપ્યુલર શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનો કોણ નથી ઓળખતું. દયાબેનના લાખો ફોલોઅર્સ છે. તમને જનીન3 ખુશી થશે કે એ જ શોમાં એમના ભાઈ સુંદરનું પાત્ર ભજવનાર મયુર વકાણી એમના સગા ભાઈ છે. શોમાં બંનેનું બોન્ડિંગ દેખાઈ આવે છે. જ્યાં દિશાએ ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે અને થિયેટર પણ કર્યું છે તો મયુર એકટર હોવાની સાથે સાથે એક ઉમદા ચિત્રકાર અને મૂર્તિકાર ઓન છે. એકવાર એમને પોતાની ટીમ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી હતી જેના માટે એમને 4 કરોડ રૂપિયા મળ્યા હતા.

રિદ્ધિ ડોગરા અને અક્ષય ડોગરા.

image source

ટીવી શો મર્યાદા…લેકિન કબ તકથી ઘર ઘરમાં જાણીતી થયેલી રિદ્ધિ ડોગરા પહેલા શ્યામક ડાવર ગ્રુપમાં ડાન્સર હતી. તમને ખબર નહિ હોય કે એમના ભાઈ અક્ષય ડોગરા જે એક એકટર અને પ્રોડ્યુસર છે એમને કરોલ બાગ સિરિયલથી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. જો કે એમને ઓળખ ઇસ પ્યાર કો ક્યાં નામ દુ સિરિયલથી મળી.

મિહિકા વર્મા અને મિશક્ત વર્મા..

image source

વર્ષ 2004માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતનારી મિહિકા વર્માએ ટીવીના ઘણા શોમાં કામ કર્યું છે. વિરુદ્ધ, કિસ દેશ મેં હે મેરા દિલ, કિતની મ્હોબબત હે, બાત હમારી પક્કી હે જેવી સિરિયલ કરી પણ એમને લોકપ્રિયતા મળી શો યે હે મ્હોબબતેમાં મિહિકાનું પાત્ર ભજવીને. હાલ એ લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઈ ગઈ છે. તો એમના ભાઈ મિશક્ત વર્મા હવે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.મિશકતે ઓર પ્યાર હો ગયા શોથી ટીવીમાં ડેબ્યુ કર્યું પણ એમને ઓળખ મળી નિશા ઓર ઉસકે કઝીન્સ શો દ્વારા. એ પછી એ ઈચ્છાપ્યારી નાગીન, શાદી કે સિયાપે અને દિવ્ય દ્રષ્ટિ સીરિયલમાં દેખાયા.

મેહર વીજ અને પિયુષ સહદેવ.

image source

કિસ દેશ મેં હે મેરા દિલ અને રામ મિલાએ જોડી જેવી ટીવી સિરિયલ કર્યા પછી ફિલ્મો તરફ જનારી મહેર વીજ આજે એક જાણીતું નામ છે. બજરંગી ભાઈજાન અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં માતાનું પાત્ર ભજવનારી મહેરે હાલમાં જ વિકી કૌશલની ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શિપમાં પણ એક અગત્યનો રોલ કર્યો છે. મહેરના ભાઈ પિયુષ સહદેવે દેવો કે દેવ મહાદેવમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું પણ એમને ઓળખ મળી શો બેહડમાં સમયનું પાત્ર ભજવીને. એમને ઇશ્ક સુભાન અલ્લાહ અને દાસ્તાને મ્હોબબત સલીમ અનારકલીમાં પણ કામ કર્યું.

ડેલનાઝ ઈરાની અને બખત્યાર ઈરાની.

image source

ડેલનાઝે ટીવીની સાથે સાથે ઘણી ફિલ્મોમાં પણ કોમિક રોલ કર્યા છે. મોટાભાગે મોટા બેનરની ફિલ્મોમાં આવેલી ડેલનાઝને બિગ બોસમાં આવ્યા પછી સારી એવી લોકપ્રિયતા મળી. એમને બાટલીવાળા હાઉસ નંબર 49 અને પાવર કપલ જેવા શો કર્યા છે. તો એમના ભાઈ બખત્યાર ઈરાનીએ ઘણા ડાન્સ શોમાં ભાગ લીધો અને આજ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. બખત્યાર તેની પત્ની તનાઝ ઈરાની સાથે મળીને દુબઈમાં ડાન્સ સ્ટુડિયો ચલાવે છે.

વિનિતા મલિક અને આલોકનાથ.

image source

ટીવીના પોપ્યુલર શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા દાદીનો રોલ કરનારી વિનિતા મલિક અને ફિલ્મોમાં સંસ્કારી બાબુજી આલોકનાથ ભાઈ બહેન છે. બંનેએ ટીવી અને ફિલ્મોમાં હંમેશા સંસ્કારી પાત્ર ભજવતા દેખાય છે.

આરતી સિંહ અને કૃષ્ણા અભિષેક.

image source

માયકા- સાથ જિંદગીભર કા અને વરિસ જેવા ટીવી શોમાં દેખાયેલી આરતી સિંહ જાણીતા કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન છે. બાકી ભાઈઓની જેમ કૃષ્ણા પણ પોતાની બહેનને લઈને ખૂબ જ પ્રોટેકટિવ છે. કોમેડી સર્કસ અને કપિલ શર્મા શોમાં કૃષ્ણાની કોમેડી લોકોને ઘણી ગમે છે.

જન્નત જુબેર અને અયાન જુબેર.

image source

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફુલવા સિરિયલથી ઘર ઘરમાં જાણીતી બનેલી જન્નત જુબેરે એ પછી ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપમાં પણ કામ કર્યું, બિલકુલ એમની જેમ જ એમના નાના ભાઈ અયાન જુબેર પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી શોમાં કામ કરે છે. અયાન ચક્રવર્તી અશોક સમ્રાટ અને જોધા અકબરમાં દેખાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ