રાહુલ રોયથી લઇને આ સેલેબ્સ એક સમયે હતા ખૂબ ફેમસ, જેમનો આજે નથી કોઇ ક્લાસ અને જીવી રહ્યા છે કંઇક ‘આવી’ જીંદગી

એક સમયે ખૂબ જ ફેમસ હતા બોલિવુડના આ 7 અભિનેતાઓ, આજે જીવી રહ્યા છે ગુમનામ જિંદગી.

1 હરમન બાવેજા.

image source

હરમન બાવેજાએ બોલીવુડમાં ફિલ્મ લવ સ્ટોરી 2050થી એન્ટ્રી લીધી હતી. એમનો જન્મ 13 નવેમ્બર 1980માં થયો છે. એમને ફિલ્મ લવ સ્ટોરી માટે બેસ્ટ મેલ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પછી એ ખૂબ જ ફેમસ થયા અને આગળ એમને કામ પણ મળ્યું પણ એ કોઈ મોટી હિટ ફિલ્મ ન આપી શક્યા. હરમન બાવેજા ઘણા વર્ષોથી બોલીવુડમાં દેખાયા નથી અને હવે એ ઘણા જ બદલાઈ ગયા છે.

2) ફરદીન ખાન.

image source

ફરદીન ખાનનો જન્મ 8 માર્ચ 1974માં મુંબઈમાં થયો હતો. એ બોલિવુડના જાણીતા અભિનેતા ફિરોઝ ખાનના દીકરા છે. ફરદીન ખાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ પ્રેમ અગનથી કરી હતી. આ ફિલ્મ માટે એમને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ નવોદિત કલાકારનો એવોર્ડ મળ્યો હતો. એ પછી એમને હિન્દી સિનેમામાં ઘણી સારી ફિલ્મો આપી. જેમાં જંગલ, લવ કે લીએ સાલા કુછ ભી કરેગા, ભૂત, નો એન્ટ્રી, જાનશીન, હે બેબી, ઓલ ધ બેસ્ટ, ઓમ જય જગદીશનો સમાવેશ થાય છે. પણ એ પછી એમને સારી ફિલ્મો ન મળી અને સાથે જ એમના પર ડ્રગ્સ લેવાનો પણ આરોપ લાગ્યો હતો. હવે ફરદીન ખાન બોલિવુડથી દૂર અને ગુમનામીની જિંદગી જીવી રહ્યા છે.

3)રાહુલ રોય.

image source

રાહુલ રોયનો જન્મ 9 ફેબ્રુઆરી 1968માં થયો હતો એમની માતા 90ના દાયકાની એક ખૂબ જ સારી કોલમ રાઇટર હતી. એમને મહેશ ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આશીકીથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કઈ હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એ સમયની સૌથી ચર્ચિત અને સુપરહિટ ફિલ્મ હતી પણ એ ફિલ્મ પછી એમને સ્ક્રીપટ પર ધ્યાન ન આપ્યું અને ફ્લોપ થઈ ગયા.હવે એ ગુમનામી ભરેલું જીવન જીવી રહ્યા છે.

4)હરીશ.

image source

વર્ષ 1975માં જન્મેલા હરિશે 90ના દાયકામાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં પ્રેમ કેદી અને જવાબ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કેદીથી સફળ ડેબ્યુ કરનાર હરીશ હવે ફિલ્મોમાં નથી દેખાતા. એ છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડમાં નથી દેખાયા અને ના તો એમને કોઈ એવોર્ડ શોમાં જોઈ શકાયા છે.

5) નકુલ કપૂર.

image source

એમની પહેલી ફિલ્મ તુમસે અચ્છા કોન હે આજે પણ ઘણા લોકોને યાદ હશે. નકુલ કપૂર પોતાની ડેબ્યુ ફિલ્મથી લાખો દિલો પર છવાઈ ગયા હતા પણ આ સફળતા પછી એમને ફિલ્મો ન કરી અને હવે એ ગુમનામીની જિંદગી જીવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નકુલ કપૂર કેનેડામાં એક યોગ ટીચરનું કામ કરી રહ્યા છે..

6) અર્જુન.

image source

અર્જુનને બી આર ચોપડાની પ્રાચીન ભારતીય મહાકાવ્ય, મહાભારતના ટેલિવિઝન ધરવાહિકમાં અર્જુનના પાત્ર માટે ઓળખવામાં આવે છે. એમને 90ના દાયકામાં બોલીવુડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

7) મોહનીશ બહલ.

image source

મોહનીશ બહલ નુતનના દિકરા છે. એમને સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં હમ આપકે હે કોન અને હમ સાથ સાથ હે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ