પ્રખ્યાત અંબાજી ધામના ગબ્બર વિશેના આ રહસ્યોથી તમે પણ હશો અજાણ…

મિત્રો, આજે અમે તમને એક એવા દિવ્યધામ વિશે જણાવવા જઈ રહ્યા છે કે, જે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામા સ્થિત છે. આ મંદિર એ ફક્ત આપણા ગુજરાત રાજ્યમા જ નહીં પરંતુ, અન્ય દેશ વિદેશમા પણ પ્રખ્યાત છે.

image source

દેશના લાખો-કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક ગણાતા અંબાજીની મુલાકાતે રોજબરોજ સેંકડો લોકો આવે છે. આ મંદિરમા કોઈ પ્રતિમાની નહિ પરંતુ, એક યંત્રની પૂજા કરવામા આવે છે, જેને “શ્રી વિસાયંત્ર” તરીકે પણ ઓળખવામા આવે છે.

image source

જુલાઈ માસ દરમિયાન ગુજરાત તથા દેશના ખૂણેખૂણેથી લોકો શ્રદ્ધાપૂર્વક પગપાળા અહી આવે છે. દિવાળીના દિવસ દરમિયાન આ મંદિરને એકદમ ભવ્ય રીતે સજાવવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ ગબ્બર પર્વત ઉપર માતા સતીના મૃત શરીરના હ્રદયનો હિસ્સો પડ્યો હતો.

image source

અહી ગબ્બરની ટોચ પર આવેલા અંબાજીએ પહોંચવા માટે ૯૯૯ જેટલા પગથિયા ચડીને જઈ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના મંદિરમાં રહેલા “શ્રી વિસાયંત્ર” ની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત કરી રાખવામા આવે છે. અહી નજીકમા જ સનસેટ પોઈન્ટ આવેલો છે કે જ્યાંથી સૂર્યોદય અને સર્યાસ્તનો અદ્ભુત નજારો જોવા જેવો હોય છે.

image source

અહી વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ ઉજવવામા આવે છે. જે પૈકી આસો, ચૈત્ર, મહા અને અષાઢમા ઉજવાય છે. આ સમય દરમિયાન શક્તિ સંપ્રદાયની રીત-રસમો મુજબ યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય મુજબ વસંતિક નવરાત્રીના બધા જ દિવસોનુ વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભદીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે.

image source

છેલ્લા ૬૦ વર્ષના સમયકાળથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિવસ-રાત જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે.

અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ ૧૦-૧૫ લાખ દર્શનાર્થીઓ અહી આવે છે.

image source

અહી પહોંચવા માટેના અનેકવિધ માર્ગો તમને મળી રહેશે. અહી જવા માટે ગુજરાતના મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. આ સિવાય આ દેવસ્થળ અમદાવાદથી ૧૯૦ કિમીના અંતરે આવેલું છે.

આ સિવાય અહીનુ નજીકનુ રેલવે સ્ટેશન એ આબુ રોડ છે, જે ૨૪ કિ.મી. ના અંતરે દૂર આવેલુ છે. આ સિવાય અહી નજીકમા એક એરપોર્ટ પણ આવેલુ છે. આ દેવસ્થળથી નજીકનુ એરપોર્ટ અમદાવાદથી ૬૫ કિમીના અંતરે અને ઉદેપુર ૧૭૦ કિમીના અંતરે દૂર આવેલુ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ