આયુષ્માન ખુરાના આ વખતે બીજું બધુ સાઇડમાં મુકીને આ હટકે રીતે કરશે ન્યુ યર સેલિબ્રેટ

બોલીવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાના હોમટાઉન ચંડીગઢમાં શૂટિંગ હોવા છતાં પોતાના ફેમિલીથી દૂર છે. તેમણે શનિવારે જણાવ્યું કે તેઓ શૂટિંગ પુરુ કર્યા બાદ પોતાન પરાર સાતે ક્રિસ્મસ અને નવું વર્ષ સેલિબ્રેટ કરશે. આયુષ્માન ખુરાના હાલના સમયમાં ડાયરેક્ટર અભિષેક કપૂર સાથે ફિલ્મ ચંડીગઢ કરે આશિકીનું શૂટિંગ કરી રહ્યા છે. તેઓ એક હોટેલમાં રોકાયા છે અને પોતાના પરિવારને નથી મળી શક્યા. જેથી કરીને તેમના પેરેન્ટ્સ અને ફેમીલીને કોરોના વાયરસથી બચાવી શકાય.

image source

આયુષમાન ખુરાનાએ કહ્યું, ‘ચંડીગઢંમાં મને મારા પિરવાર સાથે નવું વર્ષ ઉજવ્યાને એક દાયકો વીતી ગયો છે. હું નસીબદાર છું કે આ વખતે તેમની સાથે ક્રિસમસ અને ન્યૂ યર ઉજવવાનો મોકો મળશે અને હું જાણું છું કે તે એક અદ્બુત ફિલિંગ હશે.’

image source

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના ખુલ્યા બાદ આયુષ્માન ખુરાના ચંડીગઢ જતા રહ્યા હતા. તેમને ખૂબ બધા દિવસો બાદ પોતાના મિત્રોને મળવાનો મોકો મળ્યો હતો. આયુષ્માન ખુરાનાએ જણાવ્યું, ‘જ્યારે લોકડાઉ હટાવવામાં આવ્યું ત્યારથી અમે ચંડીગઢમાં છીએ અને અમે સાથે ખૂબ સારો સુંદર યાદો બનાવવાનો અવસર મળ્યો છે. મને મારા આખા પરિવાર, શાળાના મિત્રો અને કોલેજના મિત્રો તેમજ કેટલાક ટીચર્સ સાથે શાંતિથી મળવાનો અવસર મળ્યો. હું મારા હોમટાઉનમાં વિતાવેલા આ સમયની યાદોને સાંચવીને રાખીશ.’

image source

તેમણે પોતાના ન્યૂયર પ્લાન વિષે જણાવ્યું, ‘અમે ન્યૂયરની ઇવનિંગ પર એક સિંપલ ગેટ-ટૂગેધ કરીશું. હું જલદી મારા ફિલ્મનું શૂટિંગ પુરુ કરી લઈશ અને મારી પાસે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા, રિપોર્ટ લેવા અને પછી ઘરે જવાનો સમય હશે. છેવટે હું મારા પિરવાર સાથે સમય પસાર કરી શકીશ અને તેમને ભેટી શકીશ. હું શૂટના કારણે આવું નથી કરી શકતો.’

image source

આયુષ્માને જણાવ્યું, ‘2020ના વર્ષે, આપણને શીખવ્યું છે કે આપણી પ્રાથમિકતાઓ પર ધ્યાન આપવું જોઈએ. એ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ જે તમને ખુશી આપે અને હું ખુશ છું કે મારા જીવનમાં જે મહત્ત્વનું છે તે મારી સાથે એક છતની નીચે ન્યૂ યર મનાવવા માટે હશે.’

image source

બોલીવૂડમાં હાલના સમયમા કેટલાક એક્ટર્સ એવા છે જેમની ફિલ્મો દર્શકોને ખૂબપસંદ આવે છે. તેમાં સૌથી ઉપર કોઈનું નામ આવતુ હોય તો તે આયુષ્માન ખુરાનાનું આવે છે. આયુષ્માન ખુરાના ખૂબ જ ટેલેન્ટેડ છે. તેઓ સામાન્ય કોન્ટેન્ટવાળી ફિલ્મો કરતાં હટકર ફિલ્મો કરે છે જે સીધી જ લોકો સાથે કનેક્ટ કરે છે. વર્ષ 2017માં રિલિઝ થયેલી ફિલ્મ બરેલી કી બર્ફી બાદ 2019માં રિલિઝ થઈ બાલા સુધી આયુષ્માન ખુરાનાએ એકધારી 7 સુપરહિટ ફિલ્મો આપી છે. તે દરેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 100 કરોડ કરતાં પણ વધારે બિઝનેસ કર્યો છે. વર્ષ 2020માં તેમની ફિલ્મ ગુલાબોસિતાબો ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ હતી જેને પણ ઘણો પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ