દીપિકા, સારાનું વધ્યું ટેન્શન, NCBએ ગુજરાત ફોરેન્સિક લેબમાં મોકલ્યા…

બોલીવુડની અભિનેત્રી દીપિકા, સારા, શ્રદ્ધાનું વધી ગયું ટેન્શન, NCBએ ગુજરાત ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે ૮૫ ગેઝેટ્સ, ઇઝરાયલથી લાવવામાં આવ્યું છે ખાસ ટુલ્સ.

મહારાષ્ટ્ર (Maharashtra) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગુજરાત રાજ્યના ડીરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ સર્વિસીસ, ગાંધીનગર (Directorate of Forensic Science Services, Gandhinagar) માં બોલીવુડ (Bollywood) સેલેબ્સના ૮૫ જેટલા ગેઝેટ્સ (Gadgets) મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા ૪૫ દિવસ દરમિયાન મોકલી દેવામાં આવેલ ગેઝેટ્સમાં ૩૦ મોબાઈલ ફોનના ડેટા કાઢી લીધા પછી NCBને પાછા મોકલી દેવામાં આવ્યા છે.

image source

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુની તપાસ હવે NCB દ્વારા કરવામાં આવી રહી છે. સેલેબ્સના ગેઝેટ્સ માંથી પ્રાપ્ત થયેલ ડેટાના આધારે મુંબઈ (Mumbai)માં દરોડા અને ધરપકડ કરવામાં આવી છે.

image source

સેલેબ્સના ગેઝેટ્સ માંથી પ્રાપ્ત કરવામાં આવેલ ડેટામાં ડીલીટ કરી દેવામાં આવેલ વોઈસ ક્લિપ્સ, વિડીયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસમાં ઘણા બધા મોબાઈલ નંબર્સ પણ મળી આવ્યા છે. NCB ફોરેન્સિક લેબમાં મુંબઈ શહેરથી જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સના સેમ્પલને પણ લેબમાં તપાસ કરવા માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને તેના રીપોર્ટ લેવામાં આવી રહ્યા છે. આમ કરવાથી NCBની ટીમ ડ્રગ્સ નેટવર્ક સાથે સંબંધિત સપ્લાયર્સ અને ખરીદદાર વ્યક્તિઓ સુધી પહોચી શકે. જો કે, અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબમાં ૨૫ જેટલા જ ડ્રગ્સ સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે.

આ સેલેબ્સના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

image source

ફોરેન્સિક તપાસ કરવા માટે મોકલવામાં આવેલ મોટાભાગના ગેઝેટ્સમાં સૌથી વધારે મોબાઈલ સેલેબ્રીટીસના, સેલેબ્સની નજીકના વ્યક્તિઓ અને આરોપી ડ્રગ્સ પેડ્લર્સના ગેઝેટ્સ સામેલ છે. એટલું જ નહી, આ ગેઝેટ્સમાં બે લેપટોપ, ટેબ્લેટ્સ અને પેન ડ્રાઈવ્સ પણ સામેલ છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ફોરેન્સિક લેબમાં જે મોબાઈલ મોકલવામાં આવ્યા છે તેમાં અભિનેત્રી રીયા ચક્રવર્તી, રીયાના ભાઈ શૌવિક ચક્રવર્તી, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ સહિત આ બધા સેલેબ્સ સાથે જોડાયેલ અન્ય વ્યક્તિઓના ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઈઝરાયલથી ગેઝેટ્સ માંથી ડેટા કાઢવા માટે એક ટુલ લાવવામાં આવ્યું છે.

image source

NCBએ ગાંધીનગરની લેબને કહ્યું છે કે, સેલેબ્સના એકબીજાને મોકલવામાં આવેલ મેસેજીસ અને ફોન કોલની વચ્ચે એક લિંક સ્થાપિત કરો. જેથી કરીને ડ્રગ્સનો ઉપયોગ કરી રહેલ ચેનને શોધી શકાય. આ સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે, સેલેબ્સના ગેઝેટ્સ માંથી જે પણ ડેટાને ડીલીટ કરી દેવામાં આવ્યા છે જે ઘણા સુરક્ષિત હતા, તેના માટે લેબ દ્વારા ઈઝરાયલ દેશ પાસેથી એક ખાસ ટુલ મંગાવવામાં આવ્યું છે જેની મદદથી ડીલીટ થયેલ ડેટાને મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ