પવિત્ર બદ્રીનાથ મંદિર બરફની ચાદરમાં ઢંકાયું, જુઓ સુંદર તસવીરો

ચાર ધામમાંના એક ધામ એવા બદરીનાથ ધામમાં શનિવારે ખૂબ બરફ પડ્યો છે. આખુંએ ધામ જાણે બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. બદ્રીનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ બરફ પડ્યો છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ગઈ મોડી રાતથી મોસમે અચાનક પોતાનો રંગ બદલ્યો છે.

image source

ચારધામ સહિત ઉંચાઈવાળા વિસ્તારોમાં હીમવર્ષા થઈ છે અને તેના કારણે મેદાની પ્રદેશોમાં વરસાદ પણ થયો છે અને વરસાદ બાદ હીમવર્ષા પણ થઈ હતી. મોસમ વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે પ્રદેશમાં વરસાદ અને હીમવર્ષાની સંભાવના હજુ પણ છે. ધનૌલ્ટીના ઉંચા પહાડો પર હળવો હિમપાત થયો છે. મોસમ વિભાગે ઉત્તરાખંડમાં આવનારા પાંચ દિવસ માટે યેલો અલર્ટ પણ જાહેર કર્યું છે. મોસમ વિભાગે કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને વિજળી પડવાની આશંકા પણ વ્યક્ત કરી છે. હાલની સીઝનને જોતા ઉત્તરાખંડમાં ઉત્તરાખંડની ડિગ્રી કોલેજોમાં શીતકાલીન રજાઓ જાહેર કરવામાં આવી છે.

image source

તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે બદ્રીનાથનું સુદંર રંગીન મંદિર સફેદ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત હર્ષિલ તળેટીમાં ગયા બુધવારની રાત્રીથી જ સીઝનની અત્યારસુધીની સૌથી વધારે હિમવર્ષા થઈ છે. ગુરુવારે સવાર સુધીમાં હર્ષિલ તળેટીમાં લગભગ દોઢથી બે ફૂટ બરફની ચાદર જામી ગઈ છે. તો હીમપ્રપાતના કારણે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ ડબરાણીથી ગંગોત્રી સુધીનો વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો છે. અને અહીંના ગામડાના માર્ગો પણ બરફમાં ઢંકાઈ ગયા છે. લોકોનું રોજિંદુ જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

image source

જિલ્લામાં સવારની બાજુએ આકાશમા કાળા વાદળ છવાયેલા રહે છે પણ રાત પડતાં જ મોસમ બદલાઈ જાય છે અને પછી વરસાદ શરૂ થઈ જાય છે ત્યાર બાદ ગંગોત્રી, યમુનોત્રી ધામ વિસ્તાર સહિત હર્ષિલ, મુખબા, ધરાલી, સુક્કી સહિત દયારા બુગ્યાલ, ડોડીતાલ, નચિકેતા તાલ, સહિત યમુનોત્રી, જાનકીચટ્ટી, ખરસાલી, સહિત મોરી બ્લોકના સાંકરી જખોલ, ઓસલા, ગંગાડ, ઢાટમીટર, લિવાડી ફિતાડી સહિતના ચાંગશીલ બુગ્યાલ સહિત અન્ય ઉંચાઈ વાળા વિસ્તારોના ગામડાઓ સંપૂર્ણ રીતે બરફથી ડંકાઈ ગયા છે.

image source

હીમવર્ષાના કારણે આખાએ હિમાલયમાં જાણે શીતલહેર ઉઠી ગઈ છે. જેમાં લોકોનું રોજિંદુ જીવન ખરાબ રીતેપ્રભાવિત થયું છે. ભારે હીમવર્ષાના કારણે લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નથી નીકળી શકતા.

કેદારનાથ ધામમાં ચાર ફૂટ બરફ જામ્યો – હાડકા ગાળી નાખતી ઠંડી

image source

કેદારનાથ ધામમાં છેલ્લા ચાર દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે અહીં ખૂબ ઠંડી વધી ગઈ છે. આ કડકડતી ઠંડી વચ્ચે કેદારનાથમાં 6 પોલીસ જ્યારે કેટલાક વુડ સ્ટોન કર્મચારી હાજર છે. આ ઉપરાંત ગરુડચટ્ટીમાં પણ સાધુ લલિત મહારાજ અને કેટલાક શિષ્યો છે. ગુરુવારે સવારે છ વાગ્યાથી કેદારનાથમાં ભારે હીમવર્ષા શરૂ થઈ ગઈ હતી.

બદ્રીનાથથી લઈને રુદ્રનાથ સુધી બરફ જ બરફ છવાયેલો છે.

image source

ચમોલી જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારોમાં ત્રણ દિવસથી ભારે હિમપ્રપાત થઈ રહ્યો છે. બદરીનાથ, રુદ્રનાથના પહાડો પર ફરીથી બરફવર્ષા થવા લાગી છે. હિમવર્ષાથી આખાએ જીલ્લાનું વાતાવરણ અત્યંત ઠંડુ બની ગયું છે. વિશ્વ પ્રસિદ્ધ હિમક્રીડા સ્થલી ઔલીમાં ટાવર નંબર 8 સુધી બરફ જામ્યો છે. પર્યટક અહીં હિમવર્ષાની મજા લેવા આવી પહોંચ્યા છે. પર્યટન મંત્રી સતપાલ મહારાજે 29 નવેમ્બરે ઔલીમાં ઓપન એર આઇસક સ્કેટિંગ રિંક યોજનાનું પણ લોકાર્પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ