ગૌરી ખાને ‘મન્નતના’ ટેરેસની કરી જોરદાર ડિઝાઇન, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આ શાનદાર તસવીરો, જોઇ લો તમે પણ

બોલિવુડના દિગગજ અભિનેતા શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ એમના પતિ શાહરુખ ખાનની જેમ જ મોટાભાગે ચર્ચામાં રહે છે. ગૌરી ખાન એક ખૂબ જ ઉમદા ફિલ્મ નિર્માતા હોવાની સાથે સાથે એક શાનદાર ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે. ગૌરી ખાન ઘણીવાર પોતાના બધા જ ઘરોને અલગ અલગ અંદાજમાં ડિઝાઇન કરવા માટે ચર્ચામાં રહે છે. હવે ગૌરી ખાને પોતાના ઘર મન્નતના ટેરેસને પણ ખૂબ જ શાનદાર અંદાજમાં ડિઝાઇન કર્યું છે અને એ માટે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.

image source

આ વાતની જાણકારી ગૌરી ખાને જાતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાનની પત્ની ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. એ ઘણીવાર પોતાના ચાહકો સાથે ફોટા અને વીડિયો પણ શેર કરતી રહી છે. ગૌરી ખાને મન્નતના ટેરેસને ફરીથી ડિઝાઇન કર્યું છે. જેના ફોટાને એમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.

image source

ગૌરી ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ઘર મન્નતના ફરી ડિઝાઇન કરેલા ટેરેસના ફોટા શેર કર્યા છે. ફોટામાં ગૌરી ખાનના ઘરનું ટેરેસ ઘણું જ બદલાયેલું લાગી રહ્યું છે. ફોટામાં ગૌરી ખાન ટેરેસ પર બેઠેલી દેખાઈ રહી છે. આ ફોટામાં એમને એક નેવી બ્લુ કલરનું જંપ સૂટ પહેરેલું દેખાઈ રહ્યું છે. જેની સાથે એક ખૂબ જ એટ્રેકટિવ ચંપલ અને કર્લ હેરસ્ટાઇલ ગૌરી ખાનના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે

image source

આ વાયરલ ફોટામાં ગૌરી ખાન એક લાકડાની બેન્ચ પર બેઠેલી જોવા મળે છે જેમાં એક લાલ પ્રિન્ટેડ કપડું લગાવેલું છે. આ ફોટાની સાથે ગૌરી ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “આ પ્રકારના પ્રેમ ભર્યા પળ. પોતાના મનગમતા નવા ટેરેસ પર એક કપ કોફીની સાથે મોસમનો આનંદ લેવો. આ લોકડાઉન દરમિયાન, મેં મારા ટેરેસને એક તાજો અને ખૂબ જ સુંદર મેકઓવર આપ્યો છે…”

image source

સોશિયલ મીડિયા પર ગૌરી ખાનના ઘર મન્નતના ટેરેસના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શાહરુખ ખાનના ફેન્સ આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન અને ગૌરી ખાનના ઘર મન્નતને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. એ શાનદાર અને કિંમતી ઘરોમાંથી એક છે. એ પહેલાં ગૌરી ખાન પોતાના દિલ્લી વાળા બંગલાને લઈને ચર્ચામાં હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ