વાહ ભાઈ વાહ, લોકડાઉનમાં નોકરી ગઈ તો ચા વેચીને કરે છે દર મહિને 40 હજારની કમાણી

એ વાત જગ-જાહેર છે કે કોરોનાએ કંઈક લોકોની નોકરી હડપી લીધી છે અને લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. પરંતુ ઘણા લોકો માટે આ નોકરીનું છુટવું એ સારુ સાબિત થઈ રહ્યું છે. કારણ કે તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો અને આજે સરસ રીતે પોતાના જ ધંધાથી ઘર ચલાવી રહ્યા છે. તો આજે વાત કરવી છે એક એવા જ શખ્સની કે જેણે પગપાળા ચા વેચી-વેચીને ધંધાને બેઠો કર્યો છે. આ શખ્સને 10-11 કલાકની નોકરી પછી 12 હજાર મળતા હતા. લોકડાઉનમાં 2-3 મહિના બેસી રહેવું પડ્યું, પછી પૈસાની જરૂર પડી તો ચા વેચવાનું શરૂ કરી દીધું.

image soucre

જો વિગતે વાત કરીએ તો આ શખ્સ શરૂઆતમાં પગપાળા કામ કરતો હતો અને હવે સાઇકલ પર દુકાન સજાવી લીધી છે. કમાણી દર મહિને લગભગ 40 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ વાત છે મહેન્દ્રકુમાર વર્માની. તેમની ઉંમર લગભગ 40 વર્ષ છે. મહેન્દ્ર વર્મા દિલ્હીના ટીકરી બોર્ડર વિસ્તારમાં સાઇકલ પર ચા-કોફી વેચે છે, પરંતુ મહેન્દ્ર વર્મા માટે આ કામ શરૂ કરવાનું આસાન નહોતું. જો સ્ટાર્ટિંગની વાત કરીએ તો શરૂઆતમાં તો તેમની પાસે કામમાં રોકાણ કરવા માટે કોઈ મૂડી જ નહોતી. પોતાના વિશે વાત કરતાં મહેન્દ્ર કહે છે, ‘અગાઉ એક મહિનો હું પગપાળા કામ કરતો હતો. મારી પાસે માત્ર એક મામૂલી થર્મોસ હતું. પછી મેં એક કોલ્ડ ડ્રિન્ક બોટલની ટ્રે સાઇકલ પર બાંધી.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મહેન્દ્ર બે મહિનાથી સાઇકલ પર કામ કરી રહ્યો છે. મહેન્દ્ર પાસે હવે અનેક થર્મોસ છે અને એમાં તેઓ અનેક પ્રકારની ચા-કોફી વેચે છે. એક કપ લેમન ટી, એ પણ માત્ર 5 રૂપિયામાં અને દાવો છે કે એવી લેમન ટી કોઈની પાસે નહીં મળે. મળશે તો પણ સ્વાદ તેમના જેવો નહીં હોય. તેઓ 5 રૂપિયામાં મસાલા ટી અને 10 રૂપિયામાં કોફી વેચે છે. તેમના મતે ઓછા ભાવે વધુ વેચાણ કરો તો નફો વધુ થાય છે. આ સાથે જ આ ભાવ વિશે અને હાલાત વિશે વાત કરતાં મહેન્દ્ર જણાવે છે કે, ‘શરૂઆતમાં મુશ્કેલી થતી, પણ જેમ જેમ ઠંડી વધતી ગઈ, મારું કામ વધતું ગયું. હવે આ કમાણીથી 50 હજારનું દેવું ઉતારી નાખ્યું છે અને કામ આગળ વધારવાનું વિચારી રહ્યો છું.

image source

સૌથી સારી વાત કરતાં મહેન્દ્રએ કહ્યું કે- મે બીજા પાંચ લોકોને પણ ચા વેચવાની ટ્રેનિંગ આપી, પણ કોઈએ આ કામ ન કર્યું. આ ઘણું ચેલેન્જિંગ કામ છે. તેમાં ઘણી મહેનત કરવી પડે છે. મારી જૂની સાઇકલ હવે એક હરતી-ફરતી દુકાન છે, જેમાં પાછળ કેરિયર પર લાગેલી એક ટ્રેમાં અનેક થર્મોસ રાખ્યાં છે. એમાં અલગ-અલગ પ્રકારની ચા અને કોફી છે. લોકોને દેખાય છે કે હું ચા વેચી રહ્યો છું, પણ મને લાગે છે કે હું વર્લ્ડ ક્લાસ બિઝનેસ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ચા વેચવાની સાથે એક મલેશિયન કંપની માટે નેટવર્ક માર્કેટિંગ પણ કરી રહ્યા છે.

image source

મહેન્દ્ર આ સાથે જ દાવો કરી રહ્યો છે કે આ કામથી તેઓ દર મહિને સાતથી આઠ હજાર રૂપિયા જેટલું કમાઈ લે છે અને આ તેમની વધારાની કમાણી છે. જો કે નેટવર્કિંગનું કામ રિસ્કી હોય છે અને ઘણીવાર તેમાં લગાવેલા પૈસા ફસાઈ જાય છે, પણ મહેન્દ્રનો દાવો છે કે તેમને સારું રિટર્ન મળી રહ્યું છે. ત્રણ બાળકના પિતા મહેન્દ્ર વર્માએ જ્યારે ચા વેચવાના કામ અંગે ઘરમાં વાત કરી તો શરૂઆતમાં તેનો વિરોધ થયો. વાત કરતાં તેણે કહ્યુ કે મારા ઘરમાં ત્રણ બાળક છે, મોટી દીકરી કોસ્મેટિક સેક્ટરમાં કામ કરે છે. તેને જ એક કંપનીમાં ભરતી કરાવવા માટે પચાસ હજારનું દેવું કર્યું હતું. પત્ની ઘરમાં જ સિલાઈનું કામ કરે છે.

image source

શરૂઆતની વાત કરતાં તેણે કહ્યું કે-શરૂઆતમાં બાળકોને લાગ્યું હતું કે પપ્પા ચા-કોફી વેચવાનું કામ કરશે. પત્નીને પણ વાંધો હતો કે લોગ હસશે. દુનિયાનો સૌથી મોટો રોગ છે- શું કહેશે લોકો? કરો તોપણ કહેશે, ના કરો તોપણ કહેશે. હવે જ્યારે પત્નીને રોજ પૈસા મળે છે તો તેને સારું લાગે છે, બાળકો પણ ખુશ છે. ક્યારેક પાંચસો રૂપિયા પ્રતિદિનથી ઓછામાં મજૂરી કરનારા મહેન્દ્ર વર્મા હવે રોજ એક હજાર રૂપિયાથી વધુ કમાય છે અને પોતાનું કામ કરીને અગાઉથી વધારે ખુશ પણ છે.

image source

મહેન્દ્ર ભાઈ કહે છે કે સૌથી મોટી ખુશીની વાત એ છે કે તેમણે આ કામ પોતાના બળે શરૂ કર્યું છે. મહેન્દ્ર આગળ જણાવે છે, તેમના માટે લોકડાઉન એક મોકાની જેમ આવ્યું, જેમાં તેમણે નવું કામ કરવાનું શીખી લીધું. યુવાનોને સલાહ આપતાં વર્મા કહે છે, ‘પરેશાન ન થાઓ. કોઈપણ સેક્ટરમાં ખાણીપીણીની આઈટેમનો કારોબાર કરો, ક્યારેય નિરાશ નહીં થાઓ. રોજ પૈસા વધતા જશે. જેમ જેમ તમારી ઓળખ થશે, તમારી આવક પણ વધતી જશે. હાલમાં કોરોનાના કારણે એટલા લોકો બેરોજગાર છે છતાં પણ કેસો વધી જ રહ્યા છે અને કોરોનાનો રાફડો ફાટ્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાનાં કુલ 2,06,126 દર્દીઓ સાજા થયા છે. અને જેને લીધે રાજ્યનો રિકવરી રેટ હાલ 91.99નો છે. આજે રાજ્યમાં કુલ 60,549 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13820 છે. જેમાંથી 72 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 13748 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાનાં કુલ મોતનો આંક 4135 પર પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ