બોલિવૂડ કપલ્સ ખાસ કરીને અનેક વાતો માટે સતત ચર્ચામાં રહેતા હોય છે. તેઓ શું ખાય છે, શું પીએ છે, ક્યાં ફરે છે અને તેમની પસંદ શું છે તેને લઈને તેમના ફેન્સ સતત આતુર રહે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કેટલીક અભિનેત્રીઓને વિશે જેમને તેમના પાર્ટનરના કપડાં પહેરવું પસંદ છે.
પ્રિયંકા ચોપડા

મોનોક્રોમેટિક આઉટફિટ્સ, સેક્સી ડ્રેસીસ, પેન્સિલ ગાઉન્સ અને હાઈ સ્લિટ્સ ડ્રેસીસ પહેરનારી પ્રિયંકાને તેના પતિના કપડાં પહેરવા ખૂબ પસંદ છે. યૂરોપ ટ્રિપમાં તેણે પતિનો ટ્રેક સૂટ પહેર્યો હતો અને લખ્યું હતું કે નિક મને તારા કપડાં ચોરવામાં ખૂબ મજા આવે છે. આ ટ્રેકસૂટમાં મોટા પોકેટની સાથે સ્ટાઈલિશ બટન લગાવેલા હોય છે. પોતાને પરફેક્ટ લૂક આપવામાં અભિનેત્રી કોઈ ખામી રાખતી નથી.
અનુષ્કા શર્મા

મોટાભાગે ઓવરસાઈઝ્ડ ટી- શર્ટસ, કમ્ફર્ટેબલ ડ્રેસિસ, સ્ટ્રાઈપ ડિઝાઈનની મેક્સી, રોમેન્ટિક ડ્રેસીસ, ઓફ શોલ્ડર બોડીકોન, ડિઝાઈર સાડી અને સાથે સૂટ સલવારમાં દેખાતી બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને પણ પતિ વિરાટ કોહલીના કપડાં કબાટથી ચોરવાનું પસંદ છે. અનુષ્કાને વર્ષ 2018માં મુંબઈ એરપોર્ટ પર તે સ્ટેટ ઓફ માઈન્ડની ટી શર્ટને પહેરતા જોવા મળી છે. આ ટી શર્ટ 2016માં વિરાટે પહેર્યું હતું. રિમ્પડ જીન્સની સાથે કાળા શૂઝ અને હાઈ પોની ટેલમાં અનુષ્કા દર વખતની જેમ સુંદર દેખાઈ રહી છે.
કરીના કપૂર ખાન

આ એકટ્રેસ હંમેશા ફેશન ફોરવર્ડ કપડાં પહેરવાનું પસંદ કરે છે. રેડી રેડ કાર્પેટ લૂક હોય કે મેટરનીટી ફેશન. તેની સ્ટાઈલ સૌથી અલગ રહે છે. તેને પતિ સેફ અલીખાનના પ્રમોશનલ ઈવેન્ટમાં પહેરેલું બ્લૂ ડેનિમ અને ન્યૂડ ટેન લોફર્સની સાથે સિટી આઉટિંગ પર નીકળેલો લૂક ખૂબ જ શેર થયો છે.
દિપીકા પાદુકોણ

ઓવરસાઈઝ્ડ શર્ટ્સ, સ્ટેટમેન્ટ્સ જેકેટ્સ, જોગર્સ પેન્ટ્સ, સ્લાઉચી જીન્સ અને મોનોટોન સલવાર સૂટને પહેલી પસંદ આપનારી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ પતિ રણવીર સિંહના કપડાં પહેરવામાં પાછળ નથી. ગયા વર્ષે તેણે નિયોન ટર્ટલનેક હુડી પહેર્યું હતું જે રણવીરે ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં પહેર્યું હતું. આ નિયોન હુડીને દિપીકાએ રોયલ બ્લૂ કરલરની સ્લાઉચી પેન્ટ સાથે ટીમઅપ કર્યું હતું. આ સાથે કેટઆઈ સનગ્લાસ, પોનીટેલ તેને પરફેક્ટ લૂક આપી રહી હતી.
મીરા રાજપૂત

ફોર્મલ પેંટસૂટ્સને લઈને ટ્રેન્ડી કો ઓર્ડસ, થિંક ડેનિમ, ક્રોપ ટોપ્સ, બંદીની પ્રિન્ટ અનારકલી, ડિઝાઈનર ફ્રિલ સાડી અને મીની સ્કર્ટ્સને તે પોતાના કબાટનો ભાગ બનાવી ચૂકી છે. તે જાણે છે કે કઈ રીતે ફેશન ગેમથી અન્યને ઈમ્પ્રેસ કરાય છે. 2015માં મીરાએ ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે ફેશન શોમાં પતિ શાહિદ કપૂરના શર્ટમાં જોવા મળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ