ભારતમાં લોન્ચ થશે ત્રણ ધાસું કાર, એ પણ ઓછા બજેટની, જાણો અને તમે પણ પ્લાન કરો આ નવી કાર લેવાનો

ભારતમાં એસયુવી સેગમેન્ટમાં છેલ્લા એક દાયકામાં ભારતમાં ઓટોમોબાઈલ માર્કેટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. આ સેગમેન્ટ હવે પહેલા કરતા વધુ લોકપ્રિય થયું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ સેગમેન્ટને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો કે, હજુ પણ કોઈ ભારતમાં પહેલી કાર ખરીદે છે, ત્યારે એન્ટ્રી લેવલ એફોર્ટેબલ કારો પર વધુ વિશ્વાસ બતાવે છે. અહીં અમે તમને એવી જ કારો વિશે જણાવીશું જે ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે અને તેની કિંમત 4 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે છે.

ટાટા એચબીએક્સ HBX

image source

ટાટા મોટર્સ ટૂંક સમયમાં એચબીએક્સ કન્સેપ્ટ પર આધારિત કાર લોન્ચ કરશે. આ કાર આવતા વર્ષે એટલે કે 2021 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. ટાટા અલ્ટ્રોઝ પણ આ પ્લેટફોર્મ પર આધારિત કાર છે.

હ્યુન્ડાઇ AX માઇક્રો

image source

ભારતની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા પણ આ દોડમાં મજબૂત રીતે ભાગ લઈ રહી છે. હ્યુન્ડાઇની કારને 2021 ના અંતમાં અથવા 2022 ના પ્રારંભમાં લોન્ચ કરી શકાય છે. આ કારની કિંમત 4.5 લાખ રૂપિયાથી લઈને 6.5 લાખ રૂપિયા હોઈ શકે છે, આ કારની ટક્કર ટાટા એચબીએક્સ, મારુતિ ઇગ્નિસ અને એસ પ્રેસો સાથે થશે.

નવી જનરેશન મારુતિ સિલેરિઓ

image source

કંપની આ કારને 2021 ના અંતમાં લોન્ચ કરશે. તેને એક બજેટ કાર તરીકે લોન્ચ કરવામાં આવશે, જેની કિંમત 4.5 લાખ રૂપિયાથી 6.5 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ કારની ટાટા ટિયાગો સાથે સીધી સ્પર્ધા થવા જઈ રહી છે.

ઓક્ટોબરમાં લોન્ચ થયેલી કાર

image source

ઓક્ટોબર મહિનાની તહેવારોની સિઝનમાં કાર કંપનીઓ પોતાના નવા કાર મોડલ બજારમાં લોન્ચ ક્યા. જેમાં હ્યુન્ડાઈની સેન્ટ્રોથી લઈને મહિન્દ્રાની એસયુવીનો સમાવેશ થાય છે.

ફીચર્સ

ફોર્ડ ફીગો એસ્પાયર વર્ષ 2015 પછી ફેરફાર સાથે આવશે. કંપની આમાં ફોર્ડ ફ્રીસ્ટાઈલ કોમ્પેક્ટવાળા 1.2 લીટર ડ્રેગન સીરીઝ પેટ્રોલ એન્જિન અને 1.5 લીટર ટીડીઆઈ ડીઝલ એન્જિન આપશે.

image source

હોન્ડા CR-Vમાં 1.6 લીટર ડીઝલ એન્જિન અને 2.0 લીટર પેટ્રોલ એન્જિન છે. જે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે આવશે.

ઈસુજુ MU-X ફેસલિફ્ટના ઈન્ટરિયરમાં નવું ફ્રન્ટ બમ્પર, એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ અને એલઈડી ડીઆરએલએસ સાથે ઘણાં બદલાવ રહેશે, 18 ઈંચના નવા એલોય વ્હીલ રહેશે, એન્જિન 1.9 લીટર, ચાર સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે જે 148 બીએચપી અને 350 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

image source

ડેટસન ગો કારમાં ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા એલોય જોવા મળશે. એન્જિનની વાત કરીએ તો કારમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. આ કરમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

ડેટસન ગો પ્લસ 7 સીટર કાર નવા લુકમાં જોવા મળશે. નવી હેડલાઈટ, નવી બમ્પર, નવી ગ્રીલ, ટે, લાઈટ્સમાં એલઈડી ડીઆરએલએસ જોવા મળશે. કારને પાવર આપવા એમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન રહેશે

image source

ટાટા ટિયાગો JTPના નવા વેર્એન્ટમાં નવી ગ્રીલ, બમ્પર સાથે અન્ય ફેરફાર જોવા મળશે. 1.2 લીટર ટર્બોચાર્જ્ડ થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન રહેશે જે મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હશે. મહિન્દ્રા XUV 700 બધાથી શાનદાર અને મોંઘી ગાડી રહેશે. આમાં એબીએસ, ઈબીડી અને 9 એરબેગ સાથે ઘણાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. હ્યુન્ડાઈ સેન્ટ્રો હાલની ઈયોનનું રિપ્લેસ છે. આ કાર ગ્રાંડ આઈ10 વાળા 1.1 લીટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. માર્કેટમાં આની હરીફાઈ કરવા અલ્ટો કે10 ટાટા ટિયાગો અને રેનો કિડથી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ