જે ઘરમાં હોય એટેચ ટોયલેટ બાથરૂમ એ લોકોને પડે છે આટલી બધી તકલીફો, જાણો અને ખાસ રાખો ધ્યાન નહિં તો…

જે ઘરોમાં બનાવવામાં આવે છે એટેચ લેટ્રિન અને બાથરૂમ તેઓને વારંવાર ઉઠાવવી પડતી હોય છે આ સમસ્યાઓ.

આજકાલ ઘરોમાં બાથરૂમ અને ટોયલેટ એકસાથે હોવું સામાન્ય વાત છે. ખાસ કરીને ફ્લેટમાં આવી વ્યવસ્થા જોવા મળી જાય છે. એને એટેચ લેટ- બાથ કહેવામાં આવે છે. કેટલાક ફ્લેટ્સમાં આ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ખુબ જ સુંદર બનાવવામાં આવે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ એનાથી પાંચ પ્રકારના નુકસાન થઈ શકે છે.

image source

ઘરમાં વાસ્તુ દોષ: વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ એનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આ દોષના કારણે ઘરમાં રહેનાર વ્યક્તિઓને કેટલાક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

-મતભેદ:

આવા પ્રકારના વાસ્તુ દોષથી પતિ- પત્ની અને પરિવારના અન્ય સભ્યોની મધ્યે મતભેદ અને વાદ- વિવાદની સ્થિતિ યથાવત રહે છે. ઘરમાં વધારે સમય સુધી રહેવાથી કોઈનું પણ મન લાગતું નથી.

image source

-ગ્રહણ યોગ:

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બાથરૂમમાં ચંદ્રમાંનો વાસ હોય છે અને ટોયલેટમાં રાહુ ગ્રહનો વાસ રહે છે. જો ચંદ્રમાં અને રાહુ ગ્રહ એક જગ્યાએ ભેગા થાય છે તો આ ગ્રહણ યોગ બનાવે છે. એનાથી ચંદ્રમાં દુષિત થઈ જાય છે. ચંદ્રમાંના દુષિત થતા જ કેટલાક પ્રકારના દોષ ઉત્પન્ન થવા લાગે છે કેમ કે, ચંદ્રમાં મન અને જળનું કારક હોય છે. જયારે રાહુ ગ્રહ વિષ સમાન માનવામાં આવે છે. જે મસ્તીષ્કને ખરાબ કરે છે. આ યુતિથી જળ વિષ યુક્ત થઈ જાય છે. જેનો પ્રભાવ પહેલા તો વ્યક્તિના મન પર પડે છે અને ત્યાર પછી તેમના શરીર પર અસર કરે છે.

-પ્રત્યે દ્વેષની ભાવના:

ચંદ્ર અને રાહુ ગ્રહનો સંયોગ થવાથી મન અને મસ્તિષ્ક વિષયુક્ત થઈ જાય છે. એટલા માટે લોકોમાં સહનશીલતાની કમી આવે છે. મનમાં એકબીજા પ્રત્યે દ્વેષની ભાવના વધતી જાય છે.

image source

-ઘટના- દુર્ઘટનાનું વધવું:

લાલ કિતાબમાં જણાવ્યા મુજબ રાહુ ગ્રહના દોષ ઉત્પન્ન થવાથી આપના જીવનમાં ઘટના અને દુર્ઘટનાઓ વધતી જ જાય છે. એટલા માટે ઘરના ટોયલેટ અને સીડીઓની હંમેશા સાફ- સફાઈ રાખવી અને દોષમુક્ત રાખવી જોઈએ.

-ધનની હાનિ:

એવું કહેવામાં આવે છે કે, જીવનમાં ધનની આવક ગુરુ ગ્રહ અને ચંદ્રમાંથી થાય છે. ચંદ્રમાંથી મનની મજબુતી થાય છે તો રાહુ ગ્રહનું સકારાત્મક પક્ષ આ છે કે, તે કલ્પના શક્તિના સ્વામી, પૂર્વાભાસ અને અદૃશ્યને જોવાની શક્તિ પ્રદાન કરે છે. એટલા માટે બંનેના ખરાબ થવાથી જ્યાં ધનની હાનિ થાય છે ત્યાં મન અને મસ્તિષ્ક નબળા થઈ જાય છે.

image source

શું હોવું જોઈએ:

વાસ્તુ શાસ્ત્રમાં પ્રમુખ ગ્રંથ વિશ્વકર્મા પ્રકાશના જણાવ્યા મુજબ ‘પૂર્વમ સ્નાન મંદિરમ’ અર્થાત ભવનની પૂર્વ દિશામાં સ્નાન ગૃહ હોવું જોઈએ. બીજી બાજુ આ ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘યા નૈઋત્ય મધ્યે પુરીષ ત્યાગ મંદિરમ’ અર્થાત દક્ષિણ અને નૈઋત્ય (દક્ષિણ- પશ્ચિમ) દિશાના મધ્યમા પુરીષ એટલે કે મળ ત્યાગનું સ્થાન હોવું જોઈએ.

શૌચાલયના વાસ્તુ નિયમ:

જો ભૂલથી આપના ઘરમાં શૌચાલય ઈશાન કોણમાં બનાવવામાં આવ્યું છે તો પછી આ ઘણી જ ધન હાનિ અને અશાંતિનું કારણ બની જાય છે. પ્રાથમિક ઉપચાર તરીકે તેની બહાર શિકાર કરતા સિંહનું ચિત્ર લગાવી દેવું. શૌચાલયમાં બેસવાની વ્યવસ્થા જો દક્ષિણ કે પછી પશ્ચિમ મુખી છે તો યોગ્ય છે.

image source

સ્નાન ઘરના વાસ્તુ શાસ્ત્રના નિયમ:

સ્નાનઘરમાં વાસ્તુ દોષને દુર કરવા માટે નીલા રંગના મગ અને બાલ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. સ્નાનઘરમાં કોઇપણ પ્રકારના ફોટોસ લગાવવા જોઈએ નહી ઉપરાંત યોગ્ય દિશામાં એક નાનો દર્પણ હોવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ