‘ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર નહીં ભરવો પડે ટોલ’, આજે બે ફ્લાઇ ઓવર મુકાયા ખુલ્લા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે ગુજરાતમાં થયેલા મહત્વના કાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી જે અભિનંદનને પાત્ર છે.

image soucre

સિંધુભવન ચાર રસ્તા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સરખેજ- ચિલોડા- ગાંધીનગરના નવનિર્મિત છ માર્ગીય નવનિર્મિત રોડ અમદાવાદ અને ગાંધીનગરના સૌથી ઝડપથી વિકસતાં વિસ્તારમાંથી પસાર થાય છે. તેઓ જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેવા ગાંધીનગર મતક્ષેત્રમાંથી ૯૦% માર્ગ પસાર થાય છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે નિર્મિત અમદાવાદ -ગાંધીનગર -ચિલોડા છ માર્ગીય રોડ થી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જોડાવાની સાથે રાજસ્થાન જેવા રાજ્ય પણ જોડાશે. આ છ માર્ગીય રોડ લોકોની ટ્રાફિકની સમસ્યા નિવારી ઓદ્યોગિક વિકાસ માટે પણ ઉપકારક સાબિત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમિતભાઈ શાહે સૌરાષ્ટ્ર -ગાંધીનગર તથા ગુજરાત- રાજસ્થાનને જોડતાં આ માર્ગને ઝડપથી પૂર્ણ કરવા ગુજરાત સરકારનો આભાર માનતા કહ્યું કે, આ ફ્લાય ઓવરની સાથે અન્ય ફ્લાયઓવર પણ બનશે જેનાથી રોકટોક વગરના ૫૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઊભી થઈ છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કહ્યું કે, સરખેજથી વૈષ્ણોદેવી થઇ ચિલોડાથી હિંમતનગર થઇ રાજસ્થાન જતા મહત્વના રોડની સગવડમાં વધારો કરવાનું મહત્ત્વનું કાર્ય થયું છે. રાહદારીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે ભારત સરકારના સહયોગથી ૪૪ કિલોમીટરના રોડને છ માર્ગીય રોડમાં પરિવર્તન કરવાના પ્રથમ ચરણનું કાર્ય થયું છે. સાણંદ ચાર રસ્તા પરનો ઓવરબ્રિજ સાણંદ જી.આઇ.ડી.સી. અને સૌરાષ્ટ્રને જોડે છે. આથી ઉદ્યોગ માટેના વાહન વ્યવહાર માટે પણ સરળતા અને સુગમતા ઊભી થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

image source

વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજકોટ અમદાવાદ હાઇવેને છ માર્ગીય કરવાનું શરૂ કરેલું કામ અત્યારે રૂ. બે હજાર કરોડના ખર્ચે ૬૦થી ૭૦ ટકા પૂર્ણ થઇ ગયું છે. સરખેજ થી ચિલોડાનો માર્ગ પણ રૂ. ૮૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ બધું રાજ્ય સરકારના સુંદર આયોજન અને કેન્દ્ર સરકારના સહયોગને કારણે શક્ય બન્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અમદાવાદ ગાંધીનગરને જોડતા માર્ગો પર સંપૂર્ણ ટોલ ફ્રી રસ્તાનું નિર્માણ દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શક્ય બન્યું છે. રાજ્યના નાગરિકો કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર સરળતાથી આવાગમન કરી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ