બાળકી ઘરમાંથી રમવા ગઈ અને 3 દિવસ પછી ઘરે આવ્યો મૃતદેહ, 6 વર્ષની બાળકી રમતા રમતા પડી બોરવેલમાં…

ખુલ્લો બોરવેલ એક બાળકી માટે જીવલેણ સાબિત થયો છે. તેમાં પણ કરુણતા એ વાતની છે કે 2 દિવસ બાદ તો માતાપિતાને ખબર પડી કે તેમની દીકરી બોરવેલમાં પડી ગઈ છે. આ ઘટના બાદ પરીવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

image source

ઘટના બની છે ભરુચ શહેરમાં. અહીંના ઝાડેશ્વર વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસે બનેલા ખુલ્લા બોરવેલમાં 6 વર્ષની બાળકી પડી ગઈ હતી. 3 દિવસ બાદ બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ઝાડેશ્વર વિસ્તારમાં રહેતી 6 વર્ષની ઓનુશ્રી પોતાના ઘર પાસે રમવા નીકળી હતી. સામાન્ય રીતે રોજ બહાર રમવા જતી ઓનુશ્રી 2 દિવસ પહેલા બહાર ગઈ અને 3 દિવસ બાદ તેનો મૃતદેહ ઘરે આવ્યો હતો.

image soucre

2 દિવસ પહેલા સાંજના સમયે ઓનુશ્રી ઘર પાસે રમી રહી હતી. આ સમયે લોકોની અવરજવર પણ ઓછી હતી. તેથી કોઈને ખ્યાલ ન આવ્યો કે ઓનુશ્રી બોરવેલમાં પડી ગઈ છે. જ્યારે કલાકો સુધી તે ઘરે પરત ફરી નહીં તો રંગહાઈટ્સ સોસાયટીમાં રહેતા અપૂર્વ વિશ્વાસ બાળકીની શોધખોળ શરુ કરવા લાગ્યા. શોધખોળ કરતાં બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. કારણ કે કોઈને ખબર જ ન હતી કે ઓનુશ્રી બોરવેલમાં પડી ગઈ છે.

image source

ઓનુશ્રી જ્યારે રમવા ગઈ ત્યારે એકલી રમી રહી હતી. રમતી રમતી તે ખુલ્લા બોરવેલ પાસે ગઈ અને તેમાં પડી ગઈ હતી. આ વાતની જાણ 2 દિવસ બાદ પરીવારને ત્યારે થઈ જ્યારે તેમણે સોસાયટીના સીસીટીવી ફૂટેજ જોયા. જેમાં ઓનુશ્રી સોસાયટીમાં રમતી જોવા મળી હતી અને જ્યારે તે બોરવેલ પાસે જાય છે ત્યારે તે તેમાં લપસી જાય છે.

image source

જો કે બાળકી બોરવેલમાં પડી ત્યારે ત્યાં કોઈ હતુ નથી, જો કોઈ તેની મદદે આવ્યું હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત. પરંતુ સીસીટીવી જોયા ત્યાં સુધીમાં આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હતો. 3 દિવસ જેટલો સમય પસાર થઈ જતાં બાળકીનો મૃતદેહ જ કાઢવાનું બાકી રહ્યું હતું. સીસીટીવી જોયા બાદ ઓનુશ્રીનો પરીવાર પણ કલ્પાંત કરવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ