બોલિવૂડના દબંગ ખાને બોડીગાર્ડના બર્થ ડે પર એવી હરકત કરી કે વીડિયો સોશિયલ મીડિયામાં થઇ ગયો ધડાઘડ વાયરલ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન રીલ લાઈફમાં હિરો હોવાની સાથે વાસ્તવિક જીવનમાં પણ એક હીરો જ છે. તે ઘણીવાર એવા કામો કરે છે જેની ચર્ચા બધે થવા લાગે છે. આ વખતે પણ તેમણે કઈક એવું જ કર્યું છે. વાસ્તવમાં સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બોડીગાર્ડ જગ્ગીનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના તેના તમામ બોડીગાર્ડ્સ સાથે ખૂબ જ સારી બોન્ડિંગ છે.

બૉડીગાર્ડનો જન્મદિવસ ખૂબ ખાસ અંદાજમાં ઉજવ્યો

image source

સલમાન ખાને હાલમાં જ પોતાના બૉડીગાર્ડ જગ્ગીનો જન્મદિવસ ખૂબ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. આ સમય દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બૉડીગાર્ડ જગ્ગી કૅક કાપી રહ્યો છે. સલમાન ખાન અને તેમની આસપાસ લોકો ઉભા છે. તેમ જ જગ્ગી કૅક કાપીને સૌથી પહેલા સલમાન ખાનને ખવડાવે છે, પરંતુ તે મોં પાસે કૅક લઈ જાય છે ત્યારે સલમાન પોતાનું મોં હટાવી લે છે. આવી હરકતો પર હાજર થયેલા લોકો હસવા લાગે છે. સલમાન ખાનનો આ વીડિયો ફિલ્મ ‘અંતિમ’ના સેટનો છે. તેમ જ આ વીડિયોને વુમ્પલાએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો છે. એના પર એમના ફૅન્સ સતત કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આયુષ શર્માએ શેર કર્યો વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’ના સેટથી એમનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો દ્વારા સલમાન ખાનનો એક લૂક સામે આવ્યો હતો, જેમાં એક્ટર માથા પર પાઘડી બાંધીને એક શીખ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યો હતો. વીડિયોમાં સલમાન ખાન કાળી પાઘડી અને ખાલસા લૉકેટ પહેરેલો શાકભાજી માર્કેટથી પસાર થતો દેખાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન ફિલ્મ અંતિમમાં એક શીખ વ્યક્તિનું પાત્ર ભજવશે. આ વીડિયોને સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો હતો. આ સાથે જ તેમણે જાણકારી આપી દીધી છે કે ‘અંતિમ’ શરૂ થઈ ગઈ છે.

સલમાન ખાનની આગામી મૂવીઝ

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘રાધેય: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માં જોવા મળશે. આ સિવાય દિશા પટની, રણદીપ હૂડા અને જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાન કભી ઈદ કભી દિવાલી ફિલ્મમાં પણ કામ કરતો જોવા મળશે.

‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ પૂર્ણ

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજકાલ પોતાની આવનારી ફિલ્મ ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’ને લઈને ઘણા ચર્ચામાં છે. સલમાન ખાને તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના રિલીઝની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતું કોરોના વાઈરસના કારણે લાગેલા લૉકડાઉનના લીધે એની શૂટિંગને વચ્ચે જ અટકાવવી પડી હતી. આ દરમિયાન હવે સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના બૉડીગાર્ડ જગ્ગીનો બર્થ-ડે સેલિબ્રેટ કરતા નજર આવી રહ્યા છે. તેમનો આ વીડિયો ફૅન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ