રેમો ડિસુઝા હોસ્પિટલ અંદર અને બહાર પત્ની ચોધાર આંસુએ રડી પડી

કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસુઝાને શુક્રવારે બપોરે હાર્ટ એટેક આવ્યા બાદ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને એન્જીયોપ્લાસ્ટી કરાઈ. રેમોની પત્નીએ પણ તેની તબિયત વિશે માહિતી આપી હતી. શનિવારે એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં લિઝેલે કહ્યું કે રેમો હવે ઠીક છે. લિજેલે કહ્યું કે રેમો હવે તો ઠીક છે. પરંતુ તેના ડોક્ટર રવિવાર સુધીમાં તેની સ્થિતિ વિશે નિર્ણય લેશે. રેમો ડિસુઝાની નબળી તબિયત વિશે સાંભળીને તેના નજીકના મિત્રો તેમને મળવા માટે હોસ્પિટલમાં આવ્યા. તેની સાથે તેમની પત્ની લિઝેલ પણ હોસ્પિટલમાં હતી. આ પછી ડાન્સ નિર્દેશકો ધર્મેશ સર, અહેમદ ખાન, આમિર અલી, રાહુલ દેવ અને સલમાન યુસુફ ખાને પણ રેમોની હોસ્પિટલમાં મુલાકાત લીધી.

image source

રેમો ડિસુઝાને હાર્ટ એટેક આવતા એના લાખો ચાહકોને મોટો ફટકો લાગ્યો છે. આ પછી એની પત્નીએ જ એવી જાણકારી આપી હતી કે, હાલમાં એની સ્થિતિ સારી છે. તેના પર હવે કોઈ જોખમ નથી. ડૉક્ટરે હજું 24 કલાક સુધી ઓબર્ઝેવેશનમાં રાખ્યા છે. પણ આ બધાની વચ્ચે હોસ્પિટલની બહાર નીકળીને પત્ની લિઝેલ રડવા લાગી હતી. સાથે રહેલા સલમાને તેને આશ્વાસન આપ્યું હતું. એક ફોટો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એના ચહેરા પર ચિંતા અને આંખમાં આંસુ જોઈ શકાય છે.

image source

ઉલ્લેખનીય છે કે સલમાન ડાન્સ શૉની પહેલી સીઝનમાં રેમો સાથે કામ કરી રહ્યો છે. સલમાનને રોમોનો સૌથી નજીકનો મિત્ર માનવામાં આવે છે. રિયાલિટી શૉની સાથોસાથ રેમો સાથે તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં મુશ્કેલીના સમયમાં તે એના પરિવારજનો સાથે ઊભો છે. રેમોની તબિયતને કારણે પત્ની લિઝેલના ચહેરા પર ચિંતાના વાદળો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઉપરાંત તે પતિને મળવા માટે પણ રાહ જોઈ રહી છે. રેમોના ચાહકો પણ હેલ્થને લઈને કોઈ સારા અપડેટ્સ આવે એની રાહ જોઈને બેઠા છે. હાલમાં જ રેમોએ એક વીડિયો ગીત તૈયાર કર્યું હતું. ‘લોગ ક્યા કહેંગે’. જેમાં એની ટીમે કામ કર્યું હતું.

image source

જો કે રેમો વિશેના આ સમાચાર સાંભળી જાણીતી ડાન્સર નોરા ફતેહીએ પણ એમની સારી તબિયત માટે પ્રાર્થના કરી હતી. તેણે પોતાના સ્ટોરી સ્ટેટસમાં રેમો સાથેનો એક ફોટો શેર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આ સ્ટોરી તેણે શેર કરી હતી. આ ફોટો ડાન્સ પ્લસ સીઝન વખતેનો છે. નોરાએ કહ્યું હતું કે, હું રેમો અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરૂ છું. હાલમાં રેમોને ICCU વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ નોરા સિવાય અનેક મોટા મોટા દિગ્ગજોએ પ્રાર્થના કરી કે રેમો જલ્દી જ સારો થઈ જાય અને સાથે કામ કરીએ.

image source

મળતી માહિતી પ્રમાણે રેમોએ એન્જીયોગ્રાફી કરાવી છે અને હાલ આઈસીયુમાં એડમિટ છે. હૉસ્પિટલમાં રેમોની પત્ની લીઝેલી પણ છે. ડૉ.સંતોષ શેટ્ટીએ કહ્યું કે, હાલ તેમની તબિયત સ્થિર છે. હાલ તે ઓબ્ઝરવેશનમાં છે. છેલ્લે રેમોએ સ્ટ્રીટ ડાન્સર 3ડી ડાયરેક્ટર હતી. આ ડાન્સ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપુર લીડ રોલમાં હતા. ઉપરાંત રેમોની એબીસીડી ફિલ્મ પણ ફૅન્સની ખૂબ જ ગમી હતી. ઉલ્લેખનીય છે કે, રેમો ડિસોઝાનું સાચું નામ રમેશ યાદવ છે. રેમો ડિસોઝાએ બોલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે કરિયર શરૂ કરી હતી. જો કે તેઓ ફાલતુ, એબીસીડી અને રેસ 3 જેવી ફિલ્મો ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે.

image source

1995થી ફિલ્મોમાં બેક અપ ડાન્સર તરીકે શરૂઆત કરનારા રેમો ડિસુઝાની કરિયરમાં પરદેસ, ABCD, ABCD2, રેસ 3, રૉક ઑન,એન્ધિરન (રોબોટ), ક્રિશ 3, યે જવાની હૈ દીવાની, બાજીરાવ મસ્તાની, બજરંગી ભાઈજાન, દિલવાલે, સ્ટુડન્ટ ઑફ ધ યર, સ્ટ્રીટ ડાન્સર 3D, ઝીરો જેવી મોટી ફિલ્મો બોલે છે. ડિરેક્ટર તરીકે રેમોએ ફ્લાઇંગ જટ, ABCD ફ્રેન્ચાઇઝ, રેસ-3 જેવી ફિલ્મો નિર્દેશિત કરી હતી. હાલ તે થોડા સમય પહેલાં અવસાન પામેલાં કોરિયોગ્રાફર સરોજ ખાનની બાયોપિક પર પણ કામ કરી રહ્યો હતો. ટેલિવિઝન પર ડાન્સ ઇન્ડિયા ડાન્સ, ઝલક દિખલા જા, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, નચ બલિયે જેવા ડાન્સ રિયાલિટી શૉઝમાં જજ તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ