બોડી શેપર ખરીદતા પહેલા તેના વિષે દરેક જાણકારી મેળવી લેવી જરૂરી છે…

એમાં કોઈ શંકા નથી કે વજન ઘટાડવામાં ઘણો સમય લાગતો હોય છે અને આ એક બહુ મહેનત માંગી લે તેવું કામ છે. વજન ઘટાડવા માટે આપણે કસરત, ડાયટીંગ, ટ્રેડમિલ, યોગા અને બીજું ઘણુબધું કરતા હોઈએ છીએ કે જેથી આપણું થોડું વજન ઘટી જાય અને આપણે આપણા મનપસંદ કપડા પહેરી શકીએ. જો તમે એમ વિચારો કે રાતોરાત તમે તમારું વજન ઘટાડી શકો તો એ શક્ય નથી પણ એક એવી વસ્તુ છે જેના ઉપયોગથી તમે કોઈપણ પ્રકારની કસરત કે ડાયટ વગર પાતળા દેખાઈ શકશો. હા આજે અમે વાત કરી રહ્યા છીએ શેપવેરની. શેપવેરના પોતાના pros and cons હોય છે. જો તમે પણ આ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જરૂરી વાતોને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ.

ઘણીવાર અમુક મહિલાઓ એવું વિચારતી હોય છે કે પોતાની સાઈઝથી નાની સાઈઝનું શેપવેર લેવાથી તેઓ વધારે પાતળી અને સુંદર દેખાશે પણ એવું નથી હોતું. આમ કરવાથી તમારી છાતીનો ભાગ વધારે દેખાવા લાગશે અને એ ઘણીવાર બેડોળ એટલે કે સારું નથી લાગતું તો બીજી તરફ ઘણી મહિલાઓ એ તેમની સાઈઝથી એક સાઈઝ મોટું શેપવેર ખરીદી લેતી હોય છે પણ એ પણ યોગ્ય નથી એટલે તમે જયારે પણ ખરીદી કરો ત્યારે તમારી જે સાઈઝ હોય એ જ સાઈઝનું યોગ્ય શેપવેર ખરીદજો.

આજકાલ બધું જ ઓનલાઈન મળતું થઇ ગયું છે પણ તમે જયારે પણ શેપવેર ખરીદવાનું વિચારો તો પહેલા તો ક્યારેય ઓનલાઈન મંગાવશો નહિ કારણકે તે તમે ટ્રાય નહિ કરી શકો. ટ્રાય કરશો અને યોગ્ય નહિ હોય તો પરત મોકલવાની તકલીફ અને પછી આખરે તો જાતે જઈને જ લેવા જવું પડશે તો એના કરતા જાતે જઈને એકવાર ટ્રાયલ જરૂર લેજો અને પછી જ ખરીદી કરજો. એક શેપવેર એ ઘણીબધી કંપનીઓનું અને ઘણાબધા પ્રકારનું આવતું હોય છે.

આ એક બહુ અગત્યનો ટેસ્ટ છે તમે જયારે પણ ટ્રાયલ માટે શેપવેર પહેરો ત્યારે એ તમને કેટલું કમ્ફર્ટ લાગે છે અને તેને પહેરવાથી તમને બીજી કોઈ તકલીફ નથી થતીને એ બધું તમે જોઈ શકો છો. આના માટે તમારે શેપવેર પહેરીને બેસીને પણ ચેક કરીલો. ઉભા હશો ત્યાં સુધી તમને ખ્યાલ નહિ આવે પણ જયારે તમારે ક્યાંક બેસવાનું આવશે તો તમને ખબર પડશે કે એ તમને પરફેકટ થાય છે કે નહિ. માટે હવે જયારે પણ ખરીદી કરવા જાવ તો પહેરીને બેસવાનો ટેસ્ટ પણ કરી લેજો.

જો તમે શેપવેરની ખરીદી કરી રહ્યા છો તો એક વાતની ખાસ તકેદારી રાખજો કે તમને શેપવેરની જરૂરત શેના માટે વધારે છે. જો તમે તામારા ફિગરની આઉટલાઈનને જ બરોબર દેખાડવા માંગો છો તો તમારે લાઈટર ફેબ્રિકનું જ શેપવેર ખરીદજો. પણ જો તમે ઈચ્છો છો કે તમારું ફિગર ટ્રાન્સફોર્મર દેખાય તો તમારે શેપવેરનું ફેબ્રિક એ હેવી કોન્ટેક્ટ વાળું નાયલોન હોય અને કમ્પ્રેશન ઝોન વાળું હોય.