મિત્રો, કાળો રંગ એ મોટાભાગના લોકોનો પસંદીદા રંગ હોય છે. લગભગ દરેક વ્યક્તિને કાળો રંગ પસંદ જ હોય છે કારણકે, આ કાળો રંગ લોકોને એકદમ ક્લાસી લૂક આપે છે. આ રંગ આપણા માટે કોઈપણ સમયે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે.

કોઈપણ નોર્મલ ફંક્શનથી લઈને કાર્પેટ લૂક સુધી આ કાળા રંગનુ આઉટફિટ ખુબ જ શાનદાર લાગે છે. જોકે, ઘણા લોકોને એ સમસ્યા પણ હશે કે, ફૂલ બ્લેક પોશાકને સ્ટાઈલિશ કઈ રીતે બનાવી શકાય? તો આજે આ પ્રશ્નનો આપણે જવાબ મેળવીશુ.

ઘણા લોકોને આવુ લાગે છે કે, કાળા પોશાક સાથે કોઈ પ્રોફેશનલ સ્ટાઈલિંગની જરૂર હોય છે પરંતુ, એવુ જરૂરી નથી હોતુ. કાળા રંગના પોશાક સાથે પણ એકદમ સ્ટાઈલિશ દેખાઈ શકાય છે. જો કે, આ માટે તમારે અમૂક વિશેષ વસ્તુઓ અંગે સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. અમુક એવી ટિપ્સ પણ છે કે, જે તમને કાળા પોશાકમા આપશે સ્ટાઈલિશ લૂક.

કાળા પોશાક સાથે જ ઓક્સડાઈઝડ જ્વેલરી હંમેશા શાનદાર લાગે છે. જો કે, કાળા પોશાક સાથે ગોલ્ડન રંગની જ્વેલરી પણ શોભે છે પરંતુ, જો તમારે આકર્ષક દેખાવવુ છે તો તે માટે તમારે ગોલ્ડનની જગ્યાએ ઓક્સડાઈજ્ડ જ્વેલરીને પ્રથમ પસંદગી આપવી જોઈએ. જો તમે કોઈપણ ફંક્શનમા જઈ રહ્યા છો તો તમારે ફૂલ બ્લેક પોશાકની સાથે ઓક્સડાઈજ્ડની ઈયરરિંગ્સ પણ પહેરવી જોઈએ. જે તમારા લૂકને એકદમ શાનદાર અને આકર્ષક બનાવી દે છે.

ઘણીવાર લોકોને એવુ લાગે છે કે, જો તેમણે કાળો પોશાક પહેરવો છે તો કાળો કોટ અથવા તો કાળુ બ્લેઝર પહેરવુ જોઈએ પરંતુ, એવુ નથી. બ્લેક અને બેઝ રંગનુ કોમ્બિનેશન તમને એકદમ આકર્ષક લૂક આપે છે. બ્લેક અને બેઝનું કોમ્બિનેશન એકદમ હટકે છે.
પરંતુ, હા એક વસ્તુ અંગે વિશેષ સાવચેતી રાખવ કે, તમે બ્લેક બેઝનુ કોમ્બિનેશન કરો છો ત્યારે તમારે કોટ કે બ્લેઝરથી માંડીને બૂટ સુધી તમામ વસ્તુઓ બ્લેક જ પહેરવી પડશે તો જ આ કોમ્બિનેશન સારુ લાગશે. આ બ્લેક પોશાક સાથે ફ્લેટ્સ શુઝ સુટ નથી કરતા. માટે તમે જ્યારે કાળો પોશાક પહેવાનુ વિચારો છો ત્યારે બુટ્સ અથવા તો પેન્સિંલ હીલ્સ પહેરવાનું જ પ્રિફર કરો.

બ્લેક કલર સાથે હિલ્સ અથવા બુટ્સ એકદમ ક્લાસી લૂક આપે છે. જ્યારે પણ તમે કાળો પોશાક પહેરવાનુ હોય ત્યારે તેની સાથે પેન્સિંગ હિલ્સ જ જોરદાર લાગે છે. સૌથી પહેલા તો તમારે તમારા ફેસ મુજબ ગ્લાસેસની પસંદગી કરવી જોઈએ. જો તમે કાળા પોશાકની પસંદગી કરી રહ્યા છો તો તમારે એકદમ યુનિક સનગ્લાસિસ પસંદ કરવા જોઈએ. તે એકદમ યુનિક લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,