શું તમે જાણો છો કે આપણા દેશમા વડાપાઉં અને ભાજીપાઉંનું આગમન કેવી રીતે થયું..?

મિત્રો, જે લોકો ખાવના રસિયા હોય તે લોકો વડાપાઉ અને ભાજીપાઉ ભરપૂર ઉત્સાહથી માણતા હોય છે પરંતુ, ભાગ્યે જ કોઈ આ બંને વાનગી કેવી રીતે આપણા દેશમા આવી? તેનો ઈતિહાસ જાણતા હશે. સૌથી પહેલા આપણે વડાપાઉની વાત કરીએ. મુંબઈના વડાપાઉ આખા વિશ્વમા ફેમસ કહેવાય છે.

image source

આ વાનગીનો ઈતિહાસ એ પાંચ દાયકા કરતા પણ વધુ જૂનો છે. મુંબઈ અને વડાપાઉં આ બંને જાણે એકબીજામા વણાઈ ગયા છે. મુંબઈ રહેનારા લોકોમા ભાગ્યે જ કોઈ એવું હશે કે, જેણે અહીનો વડાપાઉં નહી ખાધો હોય. વડાપાઉ કઈ રીતે એક વાનગી તરીકે પ્રખ્યાત થઈ ગઈ, તે પાછળની વાર્તા વિશે આપણે માહિતી મેળવીશુ.

image source

મુંબઈ જેટલુ ફિલ્મ ઉદ્યોગ જગતના કારણે જાણીતું છે તેટલું જ તેના વડાપાઉના કારણે પણ પ્રખ્યાત છે. આ વડાપાઉને આપણા જીવનમા લાવવા પાછળનો સંપૂર્ણ શ્રેય મુંબઈના સામાન્ય પરિવારમાં જન્મેલા અશોક વૈધને મળે છે. વર્ષ ૧૯૬૬નો તે સમય હતો કે, જ્યારે મુંબઈમા શિવસેનાએ નવી-નવી શરૂઆત કરી રહી હતી.

image source

અશોક વૈધ પણ તે સમયે શિવસેનાના કાર્યકર હતા. તે સમયે શિવસેનાના સુપ્રીમ બાલાસાહેબ ઠાકરે દરેક કાર્યકરને નાના-મોટા વ્યવસાય સાથે જોડાવવાની શીખ આપતા રહેતા હતા. તેમની પ્રેરણાથી અશોક વૈધે દાદર રેલ્વે સ્ટેશન પર બટાકાવડાનો સ્ટોલ શરૂ કર્યો.

image source

તે બટાકાવડાનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. બટાકાવડા વહેંચતા સમયે તેમને એક અખત્તરો કરવાનુ સૂઝ્યુ. તેમણે તેની પાસે જ આમલેટનું વેચાણ કરતા સ્ટોલ માલિક પાસેથી કેટલાક પાઉ લીધા. આ પાઉને ચપ્પુ વડે વચ્ચેથી કાપ્યા અને તેની વચ્ચે બટાકાવડા મૂકી દીધા. આ પ્રયોગાત્મક વાનગીને તે મહારાષ્ટ્રની પરંપરાગાત લાલ મરચુ અને લસણની ચટણી તથા લીલા મરચા સાથે આપવા લાગ્યા.

image source

મહારાષ્ટ્રીયન લોકોને તીખુ તમતમતું ખાવું પહેલેથી પસદ હતું તેથી તેમને અશોક વૈધે બનાવેલી પ્રયોગાત્મક વાનગી પસંદ આવવા લાગી. કેટલાક વર્ષોમાં અન્ય લોકો સુધી વડાપાઉની રેસિપી પહોંચી ગઈ.વર્ષ ૧૯૯૮મા અશોક વૈધના નિધન બાદ તેમના પુત્રએ તેનો આ વારસો સંભાળ્યો. દાદર રેલવે સ્ટેશનથી શરૂ થયેલો વડાપાઉનો ટેસ્ટ ન માત્ર ભારત પરંતું હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો.

image source

વડાપાઉની જેમ મુંબઈના સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો તેમા પાઉભાજીનુ નામ પણ અચૂકપણે આવે. સમગ્ર ગુજરાત રાજ્યમા અને તેમા પણ વિશેષ તો અમદાવાદમા માણેકચોકમા ભાજીપાઉ ખુબ જ પ્રખ્યાત છે. ચટપટી ભાજીપાઉનો સ્વાદ એવો હોય છે કે, કોઈપણ વ્યક્તિ એકવાર તેને ચાખી લે તો તે આંગળી ચાટતો રહી જાય.

image source

વર્ષ ૧૮૬૧-૬૫ દરમિયાન અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન કોટનની માંગ ખુબ જ વધારે હતી. તેને લઈને મુંબઈમા કાપડ મિલોમા દિવસ-રાત જોયા વિના ઉત્પાદન વધી ગયુ હતુ. નિરંતર ઉત્પાદનના કારણે મજૂરો મિલમા આખો દિવસ અને રાત કામ કરતા હતા. કામના કારણે મજૂરો પાસે સમય બચી શકતો નહોતો. તે સમયે સ્ટ્રીટ ફૂડ અને વેન્ડર્સની કમાણી પણ ઘટવા લાગી.

image source

તે સમયે સમય બચાવવા માટે એક નવી ડિશ શોધવામા આવી. બટાકા અને ટામેટાને મિક્સ કરી શાક બનાવી દીધું અને તેને પાઉ સાથે પીરસવામા આવ્યું. આ વાનગી મજૂરોને ખુબ જ સ્વાદિષ્ટ લાગી. મજૂરો આ વાનગી ખાઈને ત્યારબાદ કામ પર પાછા લાગી જતા.

image source

ભાજીપાઉ ખાવાના કારણે તેમને ઊંઘ પણ આવી નહી અને સાથે જ તેની કિંમત પણ ખુબ જ ઓછી હતી. આ સ્વાદિષ્ટ વાનગી લોકોને ખુબ જ પસંદ આવવા લાગી. ભાજીપાઉ ધીમે-ધીમે મહારાષ્ટ્રમા અને ત્યારબાદ આખા દેશમાં ફેમસ થઈ ગઈ. ભાજીપાઉ સ્ટ્રીટફૂડથી નીકળીને આજે ફાઈવ સ્ટાર હોટલ સુધી પહોંચી ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ