બ્લેકહેડ્સની સમસ્યાથી ચહેરો લાગે છે ખરાબ? તો આ ઉપાયો તમારા માટે છે સૌથી બેસ્ટ

જ્યારે ત્વચામાં ગંદકીને કારણે તેલ એકઠું થાય છે, ત્યારે ચેહરા પર બ્લેકહેડ્સ થાય છે. કેટલીકવાર વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ તમારી ત્વચાને ખોટી રીતે નુકસાન પહોંચાડે છે. બ્લેકહેડ્સ તમારી ત્વચાનો રંગ ખરાબ કરીને, તમારી સુંદરતા ઘટાડે છે. બ્લેકહેડ્સ ઘટાડવા માટે ઘણી વખત તમે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. પરંતુ તમારે બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઘરેલું ઉપાય પણ અપનાવવા જોઈએ. તો ચાલો જાણીએ કેટલાક એવા ઉપાય જે તમારી ત્વચામાંથી બ્લેકહેડ્સ દૂર કરે છે.

image source

– બેકિંગ સોડા તમારા ચેહરા પરના બ્લેકહેડ્સ દૂર કરવામાં ઘણી મદદ કરે છે. બેકિંગ સોડા બ્લેકહેડ્સ તેમજ પિમ્પલ્સને દૂર કરે છે. આ માટે 2 ચમચી પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો અને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો, ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. જ્યારે આ પેસ્ટ સંપૂર્ણ સુકાઈ જાય, પછી તમારો ચેહરો નવશેકા પાણીથી ધોઈ લો.

image source

– ગ્રીન ટીમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. જે તમારી ડેડ ત્વચા અને બ્લેકહેડ્સને દૂર કરે છે. આ માટે સૂકા ગ્રીન ટીનાં થોડા પાન લો અને તેમાં પાણી ઉમેરીને એક પેસ્ટ બનાવી લો. હવે તમારા બ્લેકહેડ્સ પર ગ્રીન-ટી પેસ્ટ લગાવો. આ પેસ્ટ થોડીવાર માટે તમારા ચેહરા પર રહેવા દો, ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. આ પેસ્ટ તમારા બ્લેકહેડ્સને ઝડપથી અસર કરે છે અને તમારા બ્લેકહેડ્સની સમસ્યા દૂર કરે છે.

image source

– ઇંડાનો સફેદ ભાગ તમારા બ્લેકહેડ્સને તમારા ચહેરા પરથી ઝડપથી દૂર કરે છે. આ માટે એક ચમચી મધમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ થોડા સમય પછી તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. એકવાર જ આ પેસ્ટ લગાવ્યા પછી તમારો ચેહરો એકદમ ગ્લોઈંગ થશે.

image source

– ચહેરા પર ટમેટાની પેસ્ટ લગાવવાથી તમારા બ્લેકહેડ્સ તમારા ચહેરા પરથી જલ્દીથી દૂર થાય છે. ટમેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ચહેરાથી બ્લેકહેડ્સ દૂર કરે છે. ટમેટાની પેસ્ટ લગાવવાથી તમારા ચેહરો પણ એકદમ ગ્લોઈંગ બને છે. આ માટે સૌથી પહેલા ટમેટાની પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટમાં એક ચમચી ચોખાના લોટ અને અડધી ચમચી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો. આ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર બ્રશથી લગાવો. 15 થી 20 મિનિટ માટે પેસ્ટને ચેહરા પર રહેવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ કરવાની અસર પહેલીવારમાં જ તમારા ચહેરા પર દેખાશે.

image source

– મુલતાની માટી પણ તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે અને તેમાં ગુલાબજળ ઉમેરવાથી તે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. આ માટે તમે મુલતાની માટી અને ગુલાબજળ બંને વસ્તુને એક સાથે મિક્સ કરો અને એક સરળ પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે સુકાવા દો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય પછી તમારા ચહેરાને હળવા પાણીથી સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તમારા ચેહરા પર મોઇશ્ચરાઇઝર લગાવો. આ ફેસ-પેકથી તમારા બ્લેકહેડ્સ તો દૂર થશે જ સાથે તમારો ચેહરો પણ ગ્લોઈંગ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત