વાળથી લઈને પેટ સુધીની તમામ બીમારીઓ દૂર કરવા માટે નો એકમાત્ર અકસીર ઈલાજ છે આ ચા, જાણો કેવી રીતે…?

મિત્રો, ખાસ કરીને ઠંડીની ઋતુમા લોકો જામફળ ખાવાનુ ખૂબ જ પસંદ કરતા હોય છે અને તેમા પણ લાલ રંગના જામફળ એ આપણા માટે ખુબ જ લાભદાયી અને ગુણકારી સાબિત થાય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો જામફળ અને તેના પાનના ઔષધીય ગુણતત્વો તથા તેનાથી થતા લાભ વિશે જાણે છે. આજે આ લેખમા આપણે જામફળ જ નહી પરંતુ, તેના પાનથી થતા ગજબના ફાયદાઓ વિશે પણ માહિતી મેળવીએ.

image source

જામફળ અને તેના પાનમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જેથી, આજે અમે તમને અહી જામફળના પાનની ખૂબ જ હેલ્ધી ચા વિશે માહિતગાર કરીશુ. આ હર્બલ ચા તમે એકવાર સેવન કરશો તો તમને અનેકવિધ બીમારીઓમા ફાયદો થશે અને તમારે મોંઘી દવાઓનુ સેવન પણ કરવુ પડશે નહિ. તો ચાલો જાણીએ કે, આ ચા કઈ રીતે બનાવવી? અને તેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ક્યા-ક્યા લાભ પહોંચશે?

આ રીતે તૈયાર કરો ચા :

image source

આ હર્બલ ચા બનાવવા માટે સૌથી પહેલા તો ૮-૧૦ જામફળના પાન, અડધી ચમચી ચા પત્તી, દોઢ કપ પાણી અને મધની આવશ્યકતા પડશે. સૌથી પહેલા તો આ જામફળના પાનને સરખી રીતે ધોઈ લો ત્યારબાદ એક તપેલીમા પાણી લઈને તેને ૨ મિનિટ સુધી ઉકાળો.

image source

ત્યારબાદ તેમા જામફળના પાન નાખીને સ્વાદ અને કલર માટે થોડી ચા-પત્તી ઉમેરી દો. હવે ૧૦ મિનિટ તેને ઉકાળીને ગેસ બંધ કરી છેલ્લે તેમા અડધી ચમચી મધ ઉમેરીને સવારે અને સાંજે તેનુ નિયમિત સેવન કરો. હવે આપણે આ ચા ના સેવનથી થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

લાભ :

કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે :

image source

જો શરીરમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધઘટ થાય તો તેના કારણે હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ થવાનો ભય પણ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલનુ પ્રમાણ શરીરીમા વધતા બ્લડ સર્ક્યુલેશનમા બાધા આવે છે અને તેના કારણે તમારા પર હાર્ટ એટેક તથા હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધુ પડતો બની રહે છે.માટે જો તમે નિયમિત ૧ કપ સવારે અને સાંજે જામફળના પાનમાંથી બનેલી ચા નુ સેવન કરો તો તમારુ કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે અને હૃદયના હુમલાનો ભય પણ ઘટી જાય છે.

ડાયાબિટીસ નિયંત્રણમા રહે :

image source

આ ચા ડાયાબીટીસની સમસ્યાને નિયંત્રિત કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જો તમે ભૂખ્યા પેટે આ ફળના પાનની ચા નુ સેવન કરો તો તમારા શરીરમા શુગર લેવલ નિયંત્રણમા રહે છે અને તમને ડાયાબીટીસની સમસ્યા સામે પણ રાહત મળે છે.

ખીલની સમસ્યા દૂર થાય :

image source

જો તમને ત્વચા સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યા રહેતી હોય અથવા તો અવારનવાર તમારા ચહેરા પર ખીલ થઈ જતા હોય તો આ ચા નુ સેવન તમારા માટે એકદમ બેસ્ટ રહેશે. તે શરીરમા રહેલા ટોક્સિન્સની સમસ્યાને દૂર કરે છે તથા તમારી સ્કીન પર રહેલા દાગ-ધબ્બાની સમસ્યાને પણ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત