શું તમે થ્રેડિંગ કરાવતી વખતે આ રીતે રાખો છો આંખોની કાળજી? જો ‘ના’ તો હવેથી રાખજો નહિં તો…

દરેક સ્ત્રી સુંદર દેખાવા માટે દરેક પ્રયત્નો કરે છે અને હંમેશાં સૌથી સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. હવે મહિલાઓના પાર્લરમાં જવું અને પોતાના સુંદર દેખાવ માટે ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ કરાવવી તો કોઈ મોટી વાત નથી, પરંતુ પુરુષોની સૌથી મોટી સમસ્યા છે કે મહિલાઓ શા માટે પાર્લરમાં આટલો સમય વિતાવે છે ? હવે મહિલાઓ પોતાને સુંદર બનાવવા ઘણા જુદા જુદા પ્રયત્નો કરવા માટે એક કરતા વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે જેથી તેઓ પોતાને સુંદર દેખાડવાની દોડમાં પાછળ ન પડે. તમે પહેલાથી જ જાણો છો કે સ્ત્રીઓ થ્રેડીંગની ખૂબ શોખીન છે કારણ કે તેઓ માને છે કે થ્રેડીંગ બનાવવાથી તેમનો ચહેરો વધુ સુંદર અને ચમકતો દેખાય છે. જો તમને પણ થ્રેડીંગ બનાવવાનો શોખ છે, તો અહીં જરૂરથી જાણો નહીં તો તમે પાછળથી પસ્તાશો.

image source

થ્રેડિંગનો આકાર આપણા ચહેરાની સુંદરતાને વધારે છે. જો આપણા આઈબ્રોનો આકાર સારો ન હોય તો તમારો મેકઅપ કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે આઈબ્રો સારો હોય તો જ ચહેરા પરનો મેકઅપ સારો લાગે છે. સૌંદર્યની ઓળખ પણ ચેહરા પરની આંખ, હોઠ અને આઈબ્રો દ્વારા જ થાય છે. તેથી તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે ચહેરો અનુસાર કેવો આઈબ્રો યોગ્ય રહેશે. જો તમે પેહલીવાર થ્રેડિંગ બનાવવા જાવ છો, તો હંમેશા વિચારીને જવું, કારણ કે દરેક સમયે અલગ-અલગ પાર્લરમાં જઈને થ્રેડિંગ કરાવવાથી તમારા આઈબ્રોનો શેપ બગડી શકે છે. થ્રેડિંગ કરાવ્યા પછી હંમેશા ધ્યાનમાં રાખો કે જાણે કે બંને આઈબ્રો સમાન હોય. નાનો કે મોટો આઈબ્રો તમારી સુંદરતા બગાડે છે, તેથી હંમેશા આવી નાની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

image source

જી હા, સ્ત્રીઓ સુંદર દેખાવ માટે કરાવતી થ્રેડીંગ તેમના પર જ ભારે પડી શકે છે. તમે પહેલાથી જ જાણો છો કે સ્ત્રીઓ લગ્ન અથવા કોઈપણ પ્રસંગમાં જવા માટે પેહલા થ્રેડિંગ કરાવે છે. થ્રેડિંગ માટે ઉપયોગ થતો થ્રેડ ખુબ મજબૂત હોય છે અને આપણી આંખો કેટલી નરમ અને નાજુક છે તે તમે જાણો છો, થ્રેડ આપણી આંખોને ઘણી અસર કરે છે. જો તમને થ્રેડીંગનો ખૂબ શોખ છે, તો અમારી ટીપ્સ વાંચો જેથી તમે તમારી આંખને કોઈપણ નુકસાન પોહ્ચાડયા વગર જ સુંદર દેખાશો. જી હા, આજે અમે તમને આવી કેટલીક ટીપ્સ જણાવીશું કે જેનાથી તમે આડઅસર થયા વગર જ થ્રેડીંગ કરીને તમારી આંખોને સુંદર બનાવી શકો છો.

image source

“આપણા શરીરમાં સૌથી સુંદર આંખો છે, જે શરીરનો એક અમૂલ્ય ભાગ છે, જેની આપણે કાળજી લેવી જોઈએ જેથી આપણે તેને આ સુંદર દુનિયામાં જોઈ શકીએ. તેથી થ્રેડીંગ બનાવતા પહેલા, તમારે તમારી આંખોની આજુબાજુના વિસ્તારને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લેવું જોઈએ અને પછી જ થ્રેડીંગ કરાવવું જોઈએ. કેટલીક મહિલાઓ બંને આઇબ્રોની વચ્ચેની જગ્યાથી વધારે વાળ કઢાવી નાખે છે, જેથી આંખો વચ્ચે વધુ જગ્યા રહી જાય છે, તેથી તમારું નાક મોટું લાગે છે અને તમારી આખો દૂર લાગે છે. તમારા આઈબ્રો ત્યાંથી શરુ થવા જોઈએ જ્યાંથી તમારું નાક શરૂ થાય અને નાકના ખૂણાથી આંખના ખૂણા પર એક વિકર્ણ રેખા દોરો અને તે રેખા જ્યાં પુરી થાય ત્યાં આઈબ્રો પૂરો થવો જોઈએ. આ રીતનો તમારા આઈબ્રોનો શેપ તમારો દેખાવ ખુબ જ સુંદર આપશે.

image source

જ્યારે તમે થ્રેડીંગ કરાવો છો, તે સમય પર ઘણીવાર એવું બને છે કે તમારું કપાળ લાલ થઈ ગયું હોય. તેથી આવા સમય પર તમારી ત્વચાની લાલાશને ઓછી કરવા માટે તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોવું, ત્યારબાદ જો તમારા ચેહરા પર બળતરા થતી હોય તો તમારા ચેહરા પર એલોવેરા જેલ અથવા ગુલાબજળ લગાવો, જેથી બળતરાની અસર ઓછી થશે. તમારે થ્રેડીંગ કરાવ્યા પછી પણ ઘણી બાબતોની કાળજી લેવાની જરૂર છે, જેમ કે જો તમે થ્રેડીંગ કરાવ્યું છે, તો પછી તમે તરત જ સૂર્યપ્રકાશ સામે ન જાઓ કારણ કે થ્રેડીંગ કર્યા પછી, ત્વચાનો તે ભાગ ખૂબ જ સંવેદનશીલ બને છે જેની ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત