બ્લેક ફંગસ: ચાર સર્જરી, એક આંખ ગુમાવી તેમ છતાં ના હાર્યા હિંમત, ગુજરાતની આ મહિલાની કહાની તમારી પણ હિંમત વધારી દેશે

કોરોના વાયરસની સામે લડી રહેલ ભારતમાં રીપોર્ટસ મુજબ અત્યાર સુધીમાં ૧૨ હજાર કરતા વધારે મ્યુકરમાઈકોસીસના કે પછી બ્લેક ફંગસના કેસ સામે આવી ગયા છે. આંકલન કરવામાં આવ્યું છે કે, મ્યુકરમાઈકોસીસી બીમારીથી સંક્રમિત અંદાજીત ૫૦% દર્દીઓની મૃત્યુ થઈ જાય છે અને જે બચી જાય છે, કેટલીક વાર એમના જીવ બચાવવા માટે એમની આંખોને કાઢી નાખવી પડે છે.

image source

આંખોના સર્જન ડૉ. સપન શાહના જણાવ્યા મુજબ, અમદાવાદમાં રહી રહેલ દિપીકાબેન મુકેશભાઈ શાહનો કેસ ગુજરાતમાં રીપોર્ટ થયેલ બ્લેક ફંગસના શરુઆતના કેસો માંથી એક કેસ હતો.

તેઓ કહે છે કે, ‘મેં સપ્ટેમ્બર મહિનામાં પણ મ્યુકરમાઈકોસીસના દર્દી જોયા હતા, પરંતુ તેઓ સર્જરી કરાવવા માટે તૈયાર હતા નહી.’

ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દીપિકાબેનની અત્યાર સુધીમાં ચાર સર્જરી કરી દેવામાં આવી છે- નાક, આંખ, મોઢાની અને એક એમનો જીવ બચાવવા માટે એમની જમણી આંખને કાઢી નાખવી પડી, મોઢાના બધા દાંતને કાઢી નાખવા પડ્યા, એમના નાક માંથી ફંગસને સાફ કરવી પડી અને અંતે સર્જરીમાં દિમાગની નીચે આવેલ એક હાડકાને હટાવી દેવામાં આવી કેમ કે, ફંગસ ત્યાં પણ પહોચી ગઈ હતી.

આંખની ૬૦ કરતા વધારે સર્જરી.

image source

ઓક્ટોબર મહિનાથી લઈને અત્યાર સુધીમાં ડૉ. સપન શાહએ આંખ કાઢવાની ૬૦ કરતા વધારે સર્જરી કરી લીધી છે.

તા. ૧૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જયારે દિપીકાબેન ડૉ. સપન શાહની પાસે પહોચે છે તો એમની ફરિયાદ હતી કે, તેમને જમણી આંખેથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું નહી. ડૉ. શાહના જણાવ્યા મુજબ, તે સમયે એમનો કોરોના વાયરસની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને તેમને સ્ટેરોઈડસ આપવામાં આવી રહી હતી.

image source

ડૉ. શાહ જણાવે છે કે, ‘જયારે તેઓ મારી પાસે આવ્યા હતા, ત્યારે એમની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ હતી. મેં એમને આંખ કાઢી નાખવાની સલાહ આપી હતી પરંતુ તે સમયે આવું કરવાનું યોગ્ય માનવામાં આવતું હતું નહી, તે લોકો પણ સંશયમાં હતા. બે- ત્રણ દિવસ પછી તેમણે આંખ કઢાવવાનો નિર્ણય કર્યો.’

સાંભળીએ બ્લેક ફંગસ સામે લડાઈની દિપીકાબેનની સફર વિષે તેમની પાસેથી-

મારું નામ દીપિકાબેન છે. મારી ઉમર ૪૨ વર્ષની છે. મારા પરિવારમાં મારા પતિ સિવાય એક દીકરો અને એક દીકરી છે. અમે અમદાવાદમાં આવેલ પાલડી વિસ્તારમાં રહીએ છીએ. મને ગત વર્ષે દિવાળીના તહેવાર પહેલા ઓક્ટોબર મહિનામાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી.

image source

મને ૨૦ દિવસ સુધી કોરોના વાયરસ રહ્યો. આ દરમિયાન મારું શરીર તુટવા લાગ્યું, તાવ જેવું લાગ્યા કરે. મારું વજન પણ ૮૨ કિલો હતું, જે ઘટીને ૫૦ કિલો સુધી પહોચી ગયું. ત્યાર બાદ મને બ્લેક ફંગસ થઈ ગઈ. ખરેખરમાં મારી આંખોમાં સમસ્યા આવવાની શરુ થઈ ગઈ હતી અને તે બંધ થવા લાગી ગઈ હતી.

મને કોઈ ઇન્ફેકશન જેવું લાગ્યું. મને આંખમાં ખુબ જ વધારે દુઃખાવો થઈ રહ્યો હતો. જયારે મેં ડોક્ટરને સંપર્ક કર્યો, તો ખબર પડી કે, આ બ્લેક ફંગસ છે. ત્યારે મને બ્લેક ફંગસ વિષે કોઈ જાણકારી હતી નહી.

જીવ બચાવવા માટે કાઢવી પડી આંખ.-

image source

મને પહેલા ડાયાબીટીસ હતો નહી, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મારું સુગર લેવલ વધીને ૫૫૦ સુધી પહોચી ગયું હતું. મને કોરોના વાયરસની ટ્રીટમેન્ટ સમયે દવાઓ આપવામાં આવી હતી, પરંતુ ઈજેક્શન આપવામાં આવ્યા હતા નહી.

જયારે ડોક્ટરએ આંખ કાઢવા માટે કહ્યું, ત્યારે મને ખુબ જ ચિંતા થવા લાગી, પરંતુ ડોક્ટરએ કહ્યું હતું કે, જો આંખ નહી કાઢવામાં આવે, તો મારો જીવ પણ જઈ શકે છે અને અંતે મારે આ નિર્ણય લેવો જ પડ્યો.

આંખ કાઢવાનું ઓપરેશન પછી મારા બધા દાંત એક એક કરીને પડવા લાગ્યા અને બ્લેક ફંગસ નાક સુધી પહોચી ગયું હતું, જેના કારણે નાકની પણ સર્જરી કરવી પડી અને એમાંથી ફંગસ કાઢવું પડ્યું.

image source

દાંતમાં દુઃખાવાના કારણે રાતના સમયે હું સુઈ શકતી હતી નહી અને ફક્ત તરલ પદાર્થ જેવા કે, જ્યુસ, નારીયેલ પાણીનું સેવન કરી રહી હતી. મને ત્રણ મહિના સુધી ઇન્જેક્શન લગાવવામાં આવ્યા. આઠ- નવ મહિના પછી મારા માથામાં ફંગસ ફરીથી પછી આવી ગયું અને એપ્રિલ મહિનામાં મારું ફરીથી ઓપરેશન થયું. મન વાઈટ અને બ્લેક બંને ફંગસ થઈ ગયા હતા. આ બધુ સહન કરવા માટે મને ભગવાને શક્તિ આપી. મને પોતાના બાળકોને જોઈને આ શક્તિ આવતી હતી. મારા પતિએ મને ખુબ જ સપોર્ટ કર્યો. મને સારા ડોક્ટર મળ્યા. ડોક્ટર્સએ પણ મને હિંમત આપી.

૫૦ લાખ રૂપિયા ખર્ચ થયા. મને સ્વસ્થ કરવા માટે ડોક્ટર્સની એક ટીમ હતી.

શરુઆતથી અત્યાર સુધી મારી સારવારમાં અંદાજીત ૫૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ ગયો છે. હજી પણ કેટલાક ખર્ચ બાકી છે. નકલી દાંત લગાવવાના છે. નકલી આંખ લગાવવાની છે. તે બધું.

બ્લેક ફંગસથી સ્વસ્થ થવા માટે મને ત્રણ મહિના સુધી જે ઇન્જેક્શન લગાવવામાં આવ્યા, તે ખુબ જ મોંઘા હતા. દરેક ઇન્જેક્શનની કીમત ૮ હજાર રૂપિયા હતી. એક દિવસમાં આવા ૬ ઇન્જેક્શન લગાવવામાં આવતા હતા.

એટલે કે, ત્રણ મહિના સુધી દરરોજ ૬ ઇન્જેક્શન. એનો અર્થ એક દિવસમાં ૪૮ હજાર રૂપિયાના ઇન્જેક્શન.

image source

મારા પતિને પીવીસી પાઈપનો બીઝનેસ છે. ડોક્ટરએ કહ્યું છે કે, અત્યારે તો કોઈ સમસ્યા છે નહી પરંતુ મારે નિયમિત ચેકઅપ કરાવવું પડશે. મારે ખાવા-પીવાનું ધ્યાન રાખવું પડશે. મને તાપમાં નીકળવાની મનાઈ કરવામાં આવી છે. મારા નાક અને આંખની વચ્ચેની નસો કાપી દેવામાં આવી છે.
હજી પણ મને ખાવામાં અને શ્વાસ લેવામાં થોડીક સમસ્યા થઈ જ રહી છે. હું અંદરથી ખુબ જ મજબુત છું, એટલા માટે મારા માટે આ વસ્તુઓનું કોઈ વધારે મહત્વ છે નહી કેમ કે, હું સ્વસ્થ થઈ રહી છું.

ડોક્ટરએ કહ્યું છે કે, ધીરે ધીરે આ તમામ સમસ્યાઓ પણ દુર થઈ જશે. જે નસો કાપી દેવામાં આવી છે તે કુદરતી રીતે જોડાઈ જશે પરંતુ તેને સમય આપવો પડશે. જયારે ડોક્ટરએ મને પહેલીવાર જોઈ હતી, તો કહ્યું હતું કે, આપનો કેસ બસ સમાપ્ત છે પરંતુ ભગવાન પર મને ખુબ જ વધારે વિશ્વાસ છે. બાળકોએ, બધાએ મને ખુબ જ હિંમત આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!