જો તમારી પાસે પણ આવી 5 રૂપિયાની નોટ હોય તો જલદી વાંચી લો આ માહિતી, થશે મોટો ફાયદો

અહીં આ આર્ટીકલ વાંચનારા વાચકો પૈકી ઘણા લોકો એવા હશે જેઓને જુના સિક્કા અને જૂની ચલણી નોટો નો સંગ્રહ કરવાની આદત હશે. જો તમને પણ આવો શોખ અને આદત હોય તો તમે એ નસીબદાર લોકો પૈકી એક બની શકો છો જેઓ પોતાના ચલણી નાણાંના સંગ્રહને વેંચીને રાતોરાત પૈસાદાર બની શક્યા હોય.

image source

નોંધનીય છે કે વર્તમાન સમયમાં જુના જમાનાના લોકો એટલે કે ઘરના વૃદ્ધોની એટલી વેલ્યુ નથી રાખવામાં આવતી જેટલી વેલ્યુ જુના સિક્કા અને જૂની ચલણી નોટોની રાખવામાં આવે છે. જે લોકો જુના સિક્કા અને નોટો જમા કરે છે તેઓનો એવો ઓન તર્ક હોય છે કે જૂની વસ્તુઓ કે જુના ચલણી નાણાંનો સંગ્રહ એન્ટિક શ્રેણીમાં આવે છે અને તેની કિંમત ભારત કરતા આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ હોય છે. ત્યારે જે લોકો પાસે આવી એન્ટિક ચીજવસ્તુઓ કે પ્રાચીન સિક્કાઓ અને ચલણી નોટો હોય તેઓ આ સંગ્રહને ઊંચામાં ઊંચા ભાવે વેંચવા માંગતા હોય છે અને વળી, આવી ચીજવસ્તુઓ અને ચલણી નાણાંઓ ખરીદનાર વર્ગ પણ હોય છે.

image source

જો તમારી પાસે પણ ઉપર વાત કરી તેમ જુના ચલણી સિક્કા કે નોટ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય અને તમારી પાસે સારો એવો સંગ્રહ પણ હોય તો તમે તેને વેંચીને સારી એવી કમાણી કરી શકો છો. આજના આ આર્ટિકલમાં અમે આપને 5 રૂપિયાની એક એવી જૂની નોટ વિશે તમને જણાવવાના છીએ જે નોટ જો તમારી પાસે હોય તો તમને તેના બદલામાં હજારો રૂપિયા મળી શકે તેમ છે. હા, તેની અમુક શરતો અને નિયમો પણ છે. આપણે જે 5 રૂપિયાની નોટની વાત કરી રહ્યા છીએ તે 5 રૂપિયાની નોટમાં અમુક વસ્તુઓ હોવી જરૂરી છે અને જો એ મુજબની નોટ તમારી પાસે હોય તો તમે તેને વેંચીને હજારો રૂપિયા કમાઈ શકશો.

5 રૂપિયાની જૂની નોટમાં શું શું હોવું જરૂરી છે ?

image source

અસલમાં એન્ટિક બજારમાં જે 5 રૂપિયાની માંગ છે તે 5 રૂપિયાની નોટમાં ટ્રેકટર છાપેલું હોવું જોઈએ. આ માટે અનેક એવા ઓનલાઇન પ્લેટફોર્મ છે જેઓ આ પ્રકારની નોટના બદલામાં સંગ્રાહકને 30,000 રૂપિયા સુધીની રકમ આપવા પણ તૈયાર હોય છે. એ સિવાય પણ અમુક એવા ચલણી સિક્કા કે નોટને પણ ખૂબ રેર માનવામાં આવે છે. 5 કે 10 રૂપિયાની અમુક ચલણી નોટ અને જૂના સિક્કા, 786 નંબર વાળી નોટ વગેરે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પડાયેલ 786 નંબર વાળી નોટને એક્સટ્રીમલી રેર માનવામાં આવે છે. જો તમારીનપાસે આવી કોઈ નોટ કે સિક્કા છે તો તમે તેને વેંચીને ઘરબેઠા પૈસા કમાઈ શકો છો.

ક્યાં વેંચી શકાય જુના સિક્કા અને નોટ

image source

તમે ઘરે બેઠા જ ઓનલાઇન પ્લેટફોર્મ પર જુના સિક્કા અને નોટ વેંચી શકો છો. આ માટે તમે coinbazzar.com વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો. આ વેબસાઈટ પણ જુના સિક્કા અને નોટ વેંચવા માટે સંગ્રહકોને એક સારી તક આપી રહી છે.

કઈ રીતે કરવું રજીસ્ટર ?

image source

આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌપ્રથમ coinbazzar.com પર જઈને તમારું સેલર અકાઉન્ટ બનાવવું પડશે. બાદમાં તમારી પાસેની જે નોટ વેંચવી હોય તેની ફોટો અપલોડ સેલ પર મુકવાનો રહેશે. આટલું કર્યા બાદ જે લોકો તમારી જે તે નોટ કે સિક્કા ખરીદવામાં રસ લેશે તેઓ તમારો સંપર્ક કરી શકશે અને તમે તેની કિંમત વધઘટ કરીને સોદો ફાઇનલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!