એકતા કપૂરનો દિકરો લાગે છે એકદમ મસ્ત, તસવીરોમાં જોઇ લો બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો

એકતા કપૂરના દીકરાનો પ્રથમ બર્થડે ઉજવાયો ધામધૂમથી – જુઓ કયા કયા સ્ટાર્સે આપી હાજરી

image source

પ્રથમવાર એકતા કપૂરના દીકરાની તસ્વીરો થઈ વાયરલ – પ્રથમ બર્થડેની ધામધૂમથી ઉજવણી

બોલીવૂડ તેમજ ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી પ્રોડ્યુસર અને વિતેલા જમાનાના સુપરસ્ટાર જીતેન્દ્રની દીકરી એકતા કપૂરે પોતાના દીકરા રવિ કપૂરનો પ્રથમ જન્મ દિવસ ઉજવ્યો ધામધૂમથી.

image source

અને પહેલીવાર મિડિયાને એકતાના દીકરાની તસ્વીર લેવાનો મોકો મળ્યો. તમને જણાવી દઈએ કે એકતાના એક વર્ષિય દીકરા રવિ કપૂરનો જન્મ દિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. તેના જન્મ દિવસે બોલીવૂડની જાણીતી હસ્તીઓએ પોતાના બાળકો સાથે હાજરી આપી હતી.

image source

બર્થડે બોય રવિ કપૂર કે જેનું નામ તેની માતા એકતા કપૂરે પોતાના પિતા પરથી રાખ્યું છે તેણે પાર્ટી સૂટ પહેર્યો હતો અને તે અત્યંત ક્યુટ લાગી રહ્યો હતો. તો એકતા કપૂરે બ્લેક આઉટફીટ પહેર્યો હતો.

image source

તેણીએ પોતાની ખૂશી મિડિયા સાથે પણ શેર કરી હતી અને તે પાપારાઝીને મીઠાઈઓ વહેંચતી પણ તેણી જોવામાં આવી હતી. આ પહેલો એવો અવસર હતો જ્યારે રવિ કપૂર પ્રથમવાર પાપારાઝી સામે આવ્યો હતો.

image source

આ સેલિબ્રેશનમાં એકતાના કુટુંબીજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેણીનો ભાઈ તુષાર કપૂર પણ દીકરા લક્ષ્ય કપૂર સાથે જોવા મળ્યો હતો. તે ઉપરાંત ધર્મેન્દ્ર – હેમા માલિનીની દીકરી ઇશા દેઓલ પણ પોતાની દીકરી રાધ્યા સાથે ત્યાં પહોંચી હતી.

image source

ઇશાએ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું છે પણ તેનું ફિલ્મ કનેક્શન તો તેવું જ બરકરાર છે કારણ કે તેણી અવારનવાર સ્ટારકીડ્સની બર્થડે પાર્ટીમાં જોવા મળે છે.

image source

આ ઉપરાંત અક્ષય કુમારની દીકરી નિતારાએ પણ બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી તેમજ સલમાનખાનનો બનેવી આયુશ શર્મા પણ પોતાના દીકરા આહિલ સાથે ત્યાં જોવા મળ્યો હતો. તો સલમાનની દીકરી અલવિરા પણ જોવા મળી હતી.તો દાદા જીતેન્દ્ર, તેમજે નવા નવા જ લગ્ન થયા છે તેવી સાક્ષી તંવર પણ જોવા મળી હતી.

image source

આ ઉપરાંત તુષાર કપૂરનો ખાસ મિત્ર રિતેશ દેશમુખ પણ પત્ની જિનેલિયા સાથે પોતાના બન્ને દીકરાઓ સાથે જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં રાહિલ અને રિયાને ખૂબ મસ્તી કરી હતી.

image source

આ ઉપરાંત એકતા કપૂરના પ્રોડક્શન હેઠળ ટીવી સોપ તેમજ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સુરવીન ચાવલાએ ગયા વર્ષની15મી એપ્રિલે એક દીકરીને જન્મ આપ્યો હતો તેણી પણ દીકરી સાથે પાર્ટિમાં પોતાના પતિ સાથે હાજર રહી હતી.

image source

છેલ્લે તેણીને સેક્રેડ ગેમ્સ 2માં જોવામાં આવી હતી જેમાં તેણીની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ઉપરાંત જાણીતા ટીવી કલાકારો જેમ કે માહી ગિલ, વિકાસ ગુપ્તા પણ હાજર રહ્યા હતા.

image source

આ ઉપરાંત દીવ્યા ખોસલા કુમાર પણ સુંદર વ્હાઇટ કુર્તિમાં પોતાના દીકરા સાથે હાજર રહી હતી. તો કુમકુમ ભાગ્યથી જાણિતો બનેલા શબ્બીર આલ્હુવાલિયાએ પણ પોતાની પત્ની અને બાળકો સાથે હાજરી આપી હતી.

આમ જોવા જઈએ તો એકતા માટે આ એક ડબ્બલ સેલિબ્રેશન હતું કારણ કે કાલે તેણીને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી. ગયા વર્ષના જાન્યુઆરીમાં તેણી સરોગસી દ્વારા રવિની માતા બની હતી.

એક નિવેદવનમાં એકતાએ જણાવ્યુ હતું, ‘ભગવાનની કૃપાથી, મેં મારા જીવનમાં મારી સફળતા જોઈ છે, પણ આ સુંદર આત્માનું મારી દુનિયામાં આવવું તેની ખુશી આગળ કશું જ સરખાવી શકાય તેમ નથી. હું એ વ્યક્ત પણ નથી કરી શકતી કે મારા બાળકનો બર્થડે મને કેટલી ખુશી આપી રહ્યો છે.

જીવનમાં તમે ઇચ્છો તે પ્રમાણે બધું નથી થતું પણ તે બધી જ સમસ્યાઓનું કોઈને કોઈ નિરાકરણ તો હોય જ છે. આજે મેં મારી સમસ્યાનું નિરાકરણ મેળવી લીધું છે. આજે હું માતા બનીને ધન્ય અનુભવી રહી છે. મારા માટે તેમજ મારા કુટુંબ માટે આ એક અત્યંત લાગણીભરી ક્ષણ છે, અને એક માતા તરીકેની આ સફર શરૂ કરવા હું ખુબ જ ઉત્સાહિત છું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ