દીયા મિર્ઝા અને મૃણાલ ઠાકુરે બીચ પરની ગંદકી સાફ કરી ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ

દીયા મિર્ઝા અને મૃણાલ ઠાકુરે બીચ પરની ગંદકી સાફ કરી ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ

image source

71નીમા પ્રજાસત્તાક દિવસના અવસર પર સામાન્ય નાગરિકો તેમજ સમાજના જાણિતા નાગરીકોએ વિવિધ રીતે તેની ઉજવણી કરી હતી. આ અવસર પર કેટલાક બોલીવૂડ સિતારાઓએ પોતાના શહેરના પર્યાવરણ અને શહેરની સ્વચ્છતા માટે સમય ફાળવ્યો હતો. આ પ્રયાસ હેઠળ મુંબઈ બીચ ક્લીન- ડ્રાઇવમાં બોલીવૂડના સિતારાઓએ ભાગ લીધો હતો.

image source

આ પહેલ ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર દ્વારા કરવમાં આવી હતી. જે મુંબઈના માહિમ વિસ્તારના બીચ પર સફાઈ કરીને કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન બોલીવૂડના કેટલાક જાણીતા સિતારાઓ દિયા મિર્ઝા, મૃણાલ ઠાકુર, કરણ વાહી તેમજ મનીષ પૌલે બીચને સ્વચ્છ કરવામાં ભાગ લીધો હતો.

image source

આ અવસર પર પ્રજ્ઞાએ જણાવ્યું, ‘મારા માટે પર્યાવરણ સૌથી મોટી પ્રાથમિકતા છે. હાલ વિશ્વની જે આબોહવાની સમસ્યા છે, તેમજ પર્યાવરણમાં જે જોખમી પરિવર્તનો આવી રહ્યા છે તે જોઈને આપણા સૌના માટે એ જરૂરી છે કે આપણે આ મુદ્દા વિષે વિચારીએ અને બને તેટલો પર્યાવરણને સુધારવાનો પ્રયાસ કરીએ. આ પ્રકારનું ક્લિનપ અમે આગળ પણ ચલાવતા રહીશું. હું મારા મિત્રો તેમજે કુટુંબીજનોની ખુબ આભારી છું કે તેમણે મને તેમાં સપોર્ટ કર્યો.’

image source

પ્રજ્ઞાએ આ પહેલની શરૂઆત કરી તો દીયા મિર્ઝાએ તેમાં ભાગ લીધો. દીયાએ પ્રજાસત્તાક દિવસે સોશિયલ મિડિયા પર એક તસ્વીર શેર કરી હતી જેમાં એક નાનકડું બાળક બીચ પર હાથમાં ભારતનો ઝંડો લઈને ઉભો રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

તેણીએ આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું છે – હેપ્પી રિપબ્લિક ડે. તો વળી મૃણાલ ઠાકુરે પણ આ ક્લીનપ સાથે જોડાયેલી એક તસ્વિર શેર કરી હતી. તેણીએ એક બૂમરેંગ શેર કર્યું હતું જેમાં તેણી ભારતનો ઝંડો ફરકાવતી જોઈ શકાય છે. આ તસ્વીરના કેપ્શનમાં તેણીએ લખ્યું – ‘હેપ્પી રિપબ્લિક ડે, મારા વાહલા ભારત વાસીઓ. આ બીચ સ્વચ્છ કર્યા બાદની તસ્વીર છે.’

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur🌸🌼🌸 (@mrunalofficial2016) on

મૃણાલની ફિલ્મોની વાત કરીએ તો તેણી થોડા સમય પહેલાં નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી હતી. આ સિરિઝને બોલીવૂડના જાણીતા દીગ્દર્શકો, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને કરણ જોહરે ડીરેક્ટ કરી હતી.

image source

મૃણાલ આ ફિલ્મમાં કરણ જૌહરની વાર્તાનો એક ભાગ હતી. ઘોસ્ટ સ્ટોરીઝનું જે રીતે પ્રમોશન કરવામાં આવ્યું તેવો પ્રતિસાદ તેને દર્શકો તરફથી નથી મળી શક્યો.

જો કે આ ઉપરાંત તેણી શાહિદ કપૂર અને પંકજ ત્રિપાઠીની આવનારી ફિલ્મ જર્સીમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ઉપરાંત તેણી તૂફાન નામના ટાઇટલવાળી ફિલ્મમાં પણ જોવામાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર, પરેશ રાવલ અને વિજય મૌર્ય જોવા મળશે.

image source

આ ફિલ્મનું ડીરેક્શન જાણીતા બોલીવૂડ ડીરેક્ટર રાકેશ ઓમ પ્રકાશ મહેરા કરશે. દીયા મિર્ઝાની વાત કરીએ તો તેણી હવે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પણ થોડા સમય પહેલાં તેણી એક વેબસિરિઝમાં જોવા મળી હતી.

તેણી છેલ્લે ચર્ચામાં ત્યારે આવી હતી જ્યારે તેણીએ પોતના પતિ સાથેના સંબંધો તૂટવાની જાહેરાત સોશિયલ મિડિયા પર કરી હતી. દીયા પોતાના અંગત જીવનમાં પણ પર્યાવરણનું ખુબ ધ્યાન રાખે છે.

image source

તેણી અવારનવાર તે પ્રકારની પોસ્ટ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે જેમાં પર્યાવરણને સુધારવાનો કોઈને કોઈ સંદેશ સમાયેલો હોય.ફિલ્મો ઉપરાંત દીયા મિર્ઝા કેટલાક ફેશનશોમાં પણ અવારનવાર ભાગ લેતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ