બાઈકમાં ફક્ત કર્યો આટલો બદલાવ અને થઈ ગઈ એવરેજ ૧૫૩ કિમી/લિટરની!

કર લે જુગાડ કર લે….કર લે કોઈ જુગાડ

આ ગીત તો હજુ હમણા હમણા આવ્યું પણ ભારતીયો જુગાડ કરવામાં નંબર ૧ વર્ષોથી છે. જો એમ કહેવાય કે જુગાડની વિદ્યા ભારતમાં જ શોધવામાં આવી છે તો એ અતિશયોક્તિ નહીં કહેવાય. અહીં જુગાડ કરી કરીને લોકો કંઈ પણ કરી શકે છે.

હવે જુઓને, ઊત્તરપ્રદેશના એક યુવાને એવો જુગાડ કર્યો છે કે જેને લીધે બાઈકની એવરેજ ૧૫૩ કિ.મી/ લિટરની મળવા લાગી છે. તમારી બાઈક કેટલાની એવરેજ આપે છે? ૭૫ ની? આ તો તમારા કરતા ડબલ કરતા પણ વધુની એવરેજ આપે છે!

વિશ્વાસ નથી થતો ને કે આટલી બધી એવરેજ ના હોય, એમ! પરંતુ આ સાચુ છે. એમણે કરેલા જુગાડમાંથી ટેકનિક ડેવલપ કરવામાં આવી છે. એમની આ ટેકનિક ને ઊત્તરપ્રદેશ કાઊન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અન્ય એક રાષ્ટ્રીય સંસ્થાન એ પ્રમાણિત કરી છે.

આ જુગાડ એવો છે કે જેમાં ફક્ત એક નાનકડો બદલાવ થોડા રૂપિયા ખર્ચીને કરવાનો છે. આ પોસ્ટ વાંચ્યા બાદ તમને પણ આ બદલાવની ખબર પડી જશે. અને, તમે પણ ૧૫૩ કિમી/લિટર માટે આ જુગાડ કરી શક્શો. તો પછી, વાંચી જાવ આખી પોસ્ટ!

કોણ છે આ વ્યક્તિ

આ છે ઉત્તરપ્રદેશ ના કોશંબી જીલ્લા ના ગુદડી ગામના વિવેકકુમાર પટેલ. બાઈક એન્જીન પર વર્ષોથી રીસર્ચ કરતા હતા. આજે જઈને એમની મહેનત સફળ થઇ.

શું કર્યું?

બાઈકના એન્જીનમાં નાનકડો બદલાવ કરીને ૧૫૩ કિમી/ લિટરની એવરેજ. કોઈ પણ બાઈકમાં આ ટેક્નિક વાપરીને ૩૦-૩૫ કિમીની એવરેજ વધારી આપે છે.

બે સંસ્થાનો એ કરી આ ટેકનિક ને પ્રમાણિત

નવભારત ટાઈમ્સના જણાવ્યા અનુસાર વિવેકની ટેકનિક એ ફક્ત જુગાડ નથી. મોતીલાલ નહેરુ નેશનલ ઈંસ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી અને ઊત્તરપ્રદેશ કાઊન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એ આ ટેક્નિકને પ્રમાણિત કરીને સર્ટિફિકેટ આપ્યું છે.

આઈડ્યાને મંજૂરી મળી ગઈ

બંને સંસ્થાનો એ આ ટેકનિકની મોતીલાલ નહેરુ નેશનલ ઈંસ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજીના મિકેનિકલ એંજીનિયરિંગ ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરાવી. આ તપાસમાં ટેકનિક પાસ થઈ અને એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું

શું છે આ ટેકનિક?

આ ટેકનિકમાં ઓરિજનલ બાઈકના કાર્બોરેટરની બદલે વિવેક એ ડિઝાઈન કરેલા કાર્બોરેટરને લગાવવાનું હોય છે. આ પ્રોસેસનો ખર્ચ ફક્ત ૫૦૦ રૂપિયા આવે છે. મિડિયાના રિપોર્ટ્સ મુજબ આ ટેકનિકમાં કાર્બોરેટરને સેટ કરવામાં આવે છે.

પેટન્ટ માટે આવેદન

UPCST એ વિવેક તરફથી પેટન્ટ મેળવવા માટેની પ્રોસેસ શરૂ કરી દીધી છે અને અમેરિકન પેટન્ટ સોસાયટીમાં એપ્લાય પણ કરી દીધું છે. પેટન્ટ થયા બાદ જ આ ટેકનિક કોમર્શિયલી વપરાઈ શક્શે. અને, પછી જ સામાન્ય જનતા સુધી આ ટેકનિક ના લાભ પહોંચી શક્શે.

આગળ શું થઈ શકે છે?

એક વાર પેટન્ટ થઈ ગયા બાદ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આ ટેક્નિકને ખરીદી પણ શક્શે. અને, એનો ઊપયોગ કરીને વધુ માઈલેજ વાળી બાઈક્સ બનાવીને સેલ્સ તથા પ્રોફિટ વધારી શક્શે. ત્યાં બીજી બાજુ, પેટ્રોલનો ઊપયોગ ઘટતા ડિમાન્ડ પણ ઘટશે જેથી કરીને પેટ્રોલના ભાવ પણ ઘટશે. ત્રીજી બાજુ, પર્યાવરણની પણ રક્ષા થશે. ૨૦૧૫ના આંકડા અનુસાર ભારત દેશમાં ૧૫ કરોડ કરતા પણ વધુ બાઈક્સ છે. ૨ બાઈક્સ જેટલું કામ ૧ બાઈક આપતી થઈ જશે તો પેટ્રોલના ભાવ નિશ્ચિત ઘટવાના જ.

સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ બન્યો

કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીના ટેક્નોલોજી બિઝનેસ ઈનક્યુબેશન સેન્ટર એ વિવેકની આ ટેક્નિક ને સ્ટાર્ટ અપ તરીકે રજિસ્ટર કર્યું છે. એના માટે ૭૫ લાખની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે આ સ્ટાર્ટ અપને આપી છે.

પિક અપમાં કોઈ ફેર પડતો નથી

મિડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ યુ.પી.સી.એસ.ટી. ના ઈનોવેશન માટેના જોઈન્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે આ ટેક્નિકથી પેત્રોલની ખપત ઓછી થઈ જશે. સાથે સાથે, ઝડપ (સ્પીડ) અને પિક અપમાં કોઈ ફેર નહીં પડે.

શું કહે છે વિવેક?

વિવેકે મિડિયાને કહ્યું કે હું આ તરકીબથી બાઈક, જનરેટર સહિત અનેક અન્ય ઊત્પાદનોની એવરેજ વધારવાનો પ્રયત્ન કરીશ. મને આ પ્રયોગ કરવામાં ૨ વર્ષ કરતા પણ વધારે સમય લાગી ગયો.

તો કેવી લાગી તમને આ પોસ્ટ? – જો ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને હા! અમારું ફેસબૂક પેજ જલ્સા કરોને જેંતીલાલ લાઈક કરવાનું ભૂલશો નહીં.

લેખન -સંકલનઃ દિપેન પટેલ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ