તસવીરોમાં જોઇ લો રશ્મિ દેસાઇ બાળકો સાથે કેવી રીતે કરે છે મસ્તી

બાળકોમાં વસે છે રશ્મિ દેસાઈનો જીવ:

image source

બિગબોસ ૧૩ ની કન્ટેસ્ટન્ટ અને ઉતરણ સ્ટાર રશ્મિ દેસાઈને બાળકો ખૂબ પસંદ છે. તે બાળકોની સાથે સમય વિતાવવાનું ખૂબ પસંદ કરે છે. તેની સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ જૂના ફોટોસ જોઈને આપને પણ રશ્મિ પર પ્રેમ ઉભરાય આવશે.

માહી વિજની દીકરી સાથે ભૂલી ગઈ દુખ:

image source

હાલમાં જ ટીવી સ્ટાર માહી વિજએ પોતાની દીકરી તારાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં રશ્મિ દેસાઈને ગેમમાં બની રેહવા માટે સપોર્ટ કર્યો હતો. આ ફોટોમાં રશ્મિ દેસાઈ તારાને ખોળામાં લઈને ખૂબ પ્રેમથી જોઈ રહી છે.

શો પર મળવા આવ્યા હતા ભાઈના બાળકો:

image source

આની પહેલા આપણે બિગ બોસ ૧૩ ના શો માં જોઈ હતી કે કેવી રીતે રશ્મિ દેસાઈ બાળકોને જોઈને જ ખુશીથી ઝૂમી ઉઠી હતી.

બાળકોને જોઈને રડતાં ચેહરા પર આવી ગઈ હતી ખુશી:

image source

પોતાના ભાઈના બાળકોને જોઈને રશ્મિ દેસાઈના ચેહરા પર એક મોટી સ્માઇલ આવી ગઈ હતી.

ખૂબ કર્યો હતો બાળકોને પ્રેમ:

image source

ત્યારપછી રશ્મિ દેસાઇએ પોતાના ભાઈના બંને બાળકોને ખૂબ પ્રેમ કર્યો હતો અને ખૂબ પ્રેમ જતાવ્યો હતો.

બાળકોના લીધે થઈ છે સિધ્ધાર્થ શુકલાથી દોસ્તી:

image source

આ શોમાં આ બંને બાળકોએ જ સિધ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની વચ્ચે ફરીથી દોસ્તી કરાવી દીધી હતી. જેને જોઈને બધા ખુશીથી ઝૂમી ઉઠયા હતા.

આ ફોટોએ મચાવ્યો હતો બબાલ:

image source

પરંતુ કેટલાક લોકોને હજી પણ આ પ્રશ્ન થાય છે કે શું રશ્મિ દેસાઈને પોતાની દીકરી છે. આ વાત આ ફોટા દ્વારા વાઇરલ થઈ હતી. વર્ષ ૨૦૧૩ માં આ ફોટો એ સમયે સામે આવી હતી જ્યારે રશ્મિ દેસાઈ ઉતરણની સક્સેસ પાર્ટીમાં આ બાળકી સાથે પહોંચી હતી. ખરેખર આ બાળકી આ ટીવી શોનો એક ભાગ હતી.

બાળકોની વચ્ચે વિતાવે છે મસ્તીભર્યો સમય:

image source

રશ્મિ દેસાઈને પોતાનું બાળક નથી. વર્ષ ૨૦૧૪ માં જ રશ્મિ દેસાઈનું મિસ કેરેજ થઈ ગયું હતું. પરંતુ તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે બાળકોની સાથે ખૂબ મસ્તી કરે છે.

એનજીઓમાં જઈને બાળકોની સાથે મનાવ્યો હતો ચિલ્ડ્રન્સ ડે:

image source

ઉતરણ સ્ટાર રશ્મિ દેસાઇએ ગયા વર્ષે ચિલ્ડ્રન્સ ડેના દિવસે પણ એક એનજીઓમાં જઈને બાળકોની સાથે મસ્તીભર્યો સમય વિતાવ્યો હતો.

ચેહરા પર આવી જાય છે. ચમક:

image source

રશ્મિ દેસાઈ બાળકોની સાથે એકદમ બાળક બનીને મસ્તી કરતી જોવા મળી હતી. આ ફોટોસ તેની સાબિતી આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ