રોજની પૂજામાં ભૂલ્યા વગર કરો આ કામ, નહિં તો પૂજા રહેશે અધૂરી

શું તમે રોજની પૂજામાં કરો છો આ કામ ? નહીં કરો તો પૂજા રહેશે અધુરી અને નહીં મળે ફળ

image source

ઈશ્વરનું નામ રોજ સ્મરણ કરવાથી અને નિયમિત રીતે પૂજા પાઠ કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરીય શક્તિના પ્રભાવથી નકારાત્મક સમયમાં પણ લોકોના મનમાં આશાની કિરણ પ્રજ્વલિત રહે છે અને તે વિશ્વાસના આધારે તેઓ જીવનની મજધાર પાર કરી લેતા હોય છે.

image source

ભગવાન પરની આસ્થા તમારા મનને અંદરથી મજબૂત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈશ્વરની આરાધના કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે ? કયા કયા છે આ નિયમ સૌથી પહેલા તો એ જાણીએ.

પ્રાણ-પ્રતિષ્ઠા કરવી

image source

કેટલાક લોકો પોતાનું ઘર બને કે ખરીદે ત્યારે એક જગ્યાએ નાનું મંદિર બનાવી કે મુકી દે છે. મંદિરમાં એ તમામ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી દેવામાં આવે છે જેનામાં ઘરના સભ્યોને શ્રદ્ધા હોય. પરંતુ યાદ રાખવું કે મંદિરમાં મુકાતી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. જે ઘરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યાં ભગવાન સાક્ષાત નિવાસ કરે છે.

કુલદેવીની પૂજા

image source

દરેક વ્યક્તિ માટે કુળદેવી મનની ઈચ્છાને પૂર્ણ કરનાર હોય છે. આ ઉપરાંત પોતાની રાશિ અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવાથી ભાગ્ય સારું રહે છે અને તેમના પર ઈશ્વરની કૃપા વરસે છે.

તુલસીની પૂજા

image source

લોકો નિયમિત રીતે પૂજા કરતી વખતે સૌથી મહત્વની વાત ભુલી જાય છે. મોટાભાગના લોકો ઘરમાં રાખેલા તુલસીના છોડની પૂજા કરતા નથી. તુલસીની પૂજા નિયમિત કરવાથી અનેક લાભ થાય છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીની પૂજા અર્ચના ઘરની સ્ત્રીઓ કરે છે તે ઘરના લોકો સુખ, સમૃદ્ધિથી જીવન જીવે છે. આવા ઘરમાં માતા લક્ષ્મી સાક્ષાત વાસ કરે છે.

સૂર્ય પૂજા

image source

ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ રહેલું છે. પૌરાણીક અને વૈદિક કાળથી સૂર્ય પૂજા કરવાનું મહત્વ જોવા મળે છે. તેથી નિયમિત સવારે સૂર્યની પૂજા પણ કરવી જોઈએ. સૂર્ય ઊર્જા પ્રદાન કરે છે.

image source

તેથી રોજ સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. આ પૂજા સૂર્યોદય થતો હોય ત્યારે જ કરવી જોઈએ. સૂર્ય દેવને જળ ચઢાવવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે. જો વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ હોય તો તેણે તો ખાસ સૂર્ય દેવની આરાધના કરવી જોઈએ.

ઘરમાં ધૂપ અને શંખ નાદ

image source

રોજ સવારે અને સંધ્યા સમયે પૂજા કરતી વખતે ઘરમાં ધૂપ અથવા કપૂર અચુક કરવો તેનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ ઉપરાંત પૂજા કર્યા બાદ ઘરમાં શંખ અથવા તો ઘંટડી વગાડવી જોઈએ.

image source

આ બંને ક્રિયાઓ ઘરના વાતાવરણને અશુદ્ધિઓથી મુક્ત કરે છે. સવારની પૂજામાં કપૂર પ્રજ્વલિત કરી આરતી કરવી જોઈએ. આરતી કરો ત્યારે તેને ઘરના દરેક ભાગમાં ફેરવવી. આમ કરવાથીથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !