બિગબોસ 14માંથી બહાર થયેલા કન્ટેસ્ટન્ટે માંગ્યું કામ, સલમાન જોડે પણ કામ માટે લંબાવ્યો હાથ

બિગ બૉસના ઘરમાંથી ઇવિક્ટ થવું એ ઘણી સામાન્ય વાત છે. બિગ બૉસમાં તમારે જો ટકી રહેવું હોય તો તમારે એકધારા દર્શકોને એન્ટરટેઇન કરવા પડે છે. પછી તમે તમારી નેગેટિવ ઇમેજ ઉભી કરો કે પોઝિટિવ. તમે દર્શકોને હસાવો કે ઇરીટેટ કરો તમારે આ શોમાં ટકી રહેવા માટે અને ઇવિક્સનથી બચવા માટે દર્શકોને સતત કંઈને કંઈ આપવું પડે છે. જો તમે જરા પણ નિરસ કે ઇનએક્ટિવ દેખાશો તો તમે તરત જ શોમાંથી આઉટ થઈ જશો. તાજેતરમાં બિગ બૉસના કન્ટેસ્ટન્ટ શાર્દુલ પંડિતે આઉટ થઈ જવું પડ્યું છે.

image source

તમે એ જાણતા જ હશો કે બિગ બૉસમાં ભાગ લઈ રહેલા દરેક સેલેબ્રીટીને તેનું મહેનતાણુ ચૂકવવામાં આવે છે અને તે કીંમત ઘણી મોટી હોય છે. હાલની સિઝનમાં સૌથી વધારે મહેનતાણુ રુબિના દિલૈકને મળી રહ્યું છે. આ ઉપરાંત બિગબૉસ એવા સેલેબ્રિટીને લાઇમલાઇટમાં આવવાનો મોકો આપે છે જેઓ ભુલાઈ ગયા હોય છે. અને તેઓ પોતાના પર્ફોમન્સ દ્વારા લોકપ્રિયતા પણ મેળવી શકે છે. જેમાં કેટલાક સફળ રહે છે તો કેટલાક નિષ્ફળ રહે છે. શાર્દુલ પંડીત દર્શકોને કંઈ ખાસ મનોરંજન પુરુ ન પાડી શક્યા અને તેમણે શોને અલવિદા કહેવું પડ્યું. શાર્દુલની એન્ટ્રી બિગ બૉસ હાઉસમાં મોડી થઈ હતી અને તેની એક્ઝિટ ખૂબ વહેલી થઈ ગઈ.

image source

શાર્દુલ પંડિત એક ટેલિવિઝન એક્ટર, સિંગર અને રેડિયો જોકી રહી ચુક્યા છે. જો કે તેણે બિગ બૉસ હાઉસમાં ઘણા ઓછા દિવસો પસાર કર્યા પણ તેણે પોતાની ઇમેજ જરા પણ બગડવા નથી દીધી.

image source

શાર્દુલના ઘરમાંથી આઉટ થવાથી ઘરના લોકો તો દુઃખી થયા જ પણ સાથે સાથે સલમાન ખાન પણ થોડા ભાવુક થઈ ગયા હતા. બીજી બાજુ શાર્દુલને આશા હતી કે તેઓ બિગ બૉસમાં સારો દેખાવ કરી શકશે. તેમને આ શોથી થોડી આશા હતી કારણ કે અહીં આવ્યા પહેલાં પણ તેમની કેરિયર કંઈ સારી નહોતી ચાલી રહી. લેકડાઉનના કારણે તેણે આર્થિક રીતે પણ ઘણી ખેંચનો સામનો કરવો પડ્યો હતો અને બિગ બૉસમાં આવ્યા બાદ તેમને આશા હતી કે તેમને સારા રૂપિયા મળવા લાગશે પણ તેની સફર ખૂબ જ જલદી પૂરી થઈ ગઈ.

image source

શાર્દુલે પોતે એક ઇટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે દેશના સૌથી મોટા રિયાલીટી શોમા એટલા માટે કામ કર્યું હતું કારણ કે તેમને પૈસા જરૂર હતી. તેમનું માનવું હતું કે શોની બહાર જશે તો તેમને કામ મળવા લાગશે અને ઘરમાંથી બેઘર થયા બાદ શાર્દુલે સૌથી પહેલા સલમાન ખાન પાસે કામ માંગ્યું હતું અને તેમણે સલમાનને જણાવ્યુ હતું કે તેમની પાસે કોઈ જ કામ નથી.

image source

ત્યારે સલમાને તેમને કહ્યું હતું કે તેની ઘરમાં ફરીથી એન્ટ્રી પણ થઈ શકે છે. તેની પાસે સલમાન ખાનનો નંબર નથી અને તેઓ એવા સંદેશ આપવા માગતા હતા કે જો કોઈ એક્ટરની જગ્યા ખાલી હોય કે પછી તેના માટે કોઈ કામ હોય તો તે તેને ચોક્કસ કામ આપે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ