સુપર બોલ્ડ તરીકે ફેમસ થયેલી આ અભિનેત્રીઓ ક્યારે પણ સ્ક્રીન પર નથી કરતી કિસિંગ સીન, જેમાં નંબર 4 વિશે જાણીને નવાઇ લાગશે

ફિલ્મો બોલીવૂડની હોય, હોલીવૂડની હોય કે પછી સાઉથ ઇન્ડિયન ફિલ્મો હોય. તે દરેક પ્રકારની હોય છે, એક્શન હોય છે, રોમેન્ટિક હોય છે, ડ્રામા પણ હોય છે. દરેક ફિલ્મના દરેક સીનની અલગ અલગ જરૂરિયાત હોય છે. એક્શન સીનમાં ફૂલ એક્શન આપવામાં આવે છે. જ્યારે ડ્રામામાં ભરપૂર રોવાધોવાનું હોય છે અને રોમાન્સમાં અભિનેતા-અભિનેત્રીને એકબીજાની સાથે રોમાન્સ કરતાં બતાવવામાં આવે છે. કેટલીક ફીલ્મોમાં રોમાન્સ ખૂબ જ ઇન્ટેન્સ બતાવવામાં આવે છે તો વળી કેટલીક ફીલ્મોમાં તેને લાઇટ બતાવવામાં આવે છે. રોમેન્ટિક સીન્સમાં અભિનેતા અભિનેત્રી એકબીજાને કીસ કરતાં પણ દર્શાવવામાં આવે છે. પણ ફિલ્મોમાં કામ કરતાં કેટલાક અભિનેતા અભિનેત્રીઓ કીસીંગ સીન કરવાની સદંતર ના પાડતા હોય છે જેમાં સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. પણ કેટલીક એવી બોલ્ડ અભિનેત્રીઓ પણ છે જેઓ આવા કીસીંગ સીન આપવાની ના પાડે છે.

image source

ફિલ્મ જગતમાં એક એકથી ચડિયાતી સુંદર અભિનેત્રીઓ કામ કરી રહી છે. અને અભિનેત્રીઓ પોતાની પુરી ક્ષમતા બતાવવા માટે દરેક પ્રકારના સીન કરતી હોય છે પણ કેટલીક અભિનેત્રીઓ એવી હોય છે જે કીસીંગ સીન નથી આપતી. આજે અમે તમને તેવી જ 4 અભિનેત્રીઓની વાત કરી રહ્યા છે. તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિષે.

સેનાક્ષી સિન્હા

image source

– દબંગ ફિલ્મમાં સલમાન ખાન સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરનારી સોનાક્ષી સિન્હા ફિલ્મોમાં ભરપૂર એક્શન, રોમાન્સ તેમજ કોમેડી કરતી દર્શાવવામા આવે છે. તેણીને ખાસ કરીને એક્શન તેમજ ડ્રામા વધારે પસંદ છે. પણ તેણીની હંમેશ માટે એક શરત રહેલી હોય ચે અને તે છે ફિલ્મમાં કિસિંગ સીન ન કરવાની. હા, સોનાક્ષી સિન્હા ક્યારેય આવા સીન કરવા માગતી નથી.

શિલ્પા શેટ્ટી

image source

– શિલ્પા શેટ્ટીની બોલીવૂડ કેરિયર ખૂબ લાંબી રહી છે. તેણીએ ઘણી બધી ફિલ્મો કરી જેમાં ઘણી બધી રોમેન્ટિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે પણ તેણીએ અત્યાર સુધી એક પણ ફિલ્મમાં કિસ સીન નથી કર્યો. શિલ્પાની ગણતરી માટે જ બોલીવૂડની મોટી અભિનેત્રીઓમાં થાય છે.
તમન્ના ભાટિયા

image source

– બાહુબલી ફિલ્મમાં તમે તમન્ના ભાટિયાને જોઈ જ હશે. તેણી દક્ષિણ ભારતીય ફિલ્મોની ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેણીને સાઉથની બોલ્ડ અને અત્યંત સુંદર અભિનેત્રી માનવામા આવે છે પણ તેણીએ પણ ક્યારેય પોતાની એક પણ ફીલ્મમાં કિસ સીન નથી આપ્યો. તેણીએ ક્યારેય પોતાની ફિલ્મમાં કોઈ પણ હીરોને કીસ નથી કરી.
હંસિકા મોટવાની

image source

– હંસિકા મોટવાની તો સમગ્ર ભારતીય દર્શકો સામે જ નાનેથી મોટી થઈ છે. તેણી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય ક્ષેત્રમાં જોડાઈ હતી અને આજે તેણીની ગણતરી સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. તેણીએ ફિલ્મોમાં આઇટમ સોંગથી લઈને રોમાન્સ પણ કર્યો છે પણ ક્યારેય તેણીએ કોઈ કીસ સીન નથી આપ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ