વડોદરા મ્યુઝિયમમાં 140 વર્ષ જૂનું કોરોના પેઇન્ટિંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર, કીંમત જાણીને રહી જશો દંગ

2020નું આખું વર્ષ કોરોના વાયરસ ગરક કરી ગયું છે. અને કોરોના નામથી લોકો ભયભીત થઈ ગયા છે. કોઈ પણ સંજોગોમાં કોરોના લોકોનો પીછો નથી છોડી રહ્યો અને તહેવારો બાદ ગુજરાતમાં વધેલી સંક્રમિતોની સંખ્યાના કારણે વિકેન્ડ કર્ફ્યૂ જાહેર કરવાનો વારો આવ્યો છે. પણ તાજેતરમાં કોરોના નામની એક બીજી વસ્તુ પણ ચર્ચામા આવી છે પણ કોરોનાનું નામ જે રીતે ભય ઉભો કરે છે તેવી આ વસ્તુ નથી.

image source

આ વસ્તુ છે બરોડાના મ્યુઝિયમમાંનું પેઇટિંગ. તે પેઇન્ટિંગનું નામ કોરોના છે. આ પેઇન્ટિંગની કીંમત રૂ. 8 કરોડ જેટલી આંકવામા આવે છે. આ એક સુંદર તસ્વીર છે. જેને બરોડા મ્યુઝિમના યુરોપિયન પેઇન્ટિંગ વિભાગમાં મુકવામા આવી છે. આ પેઇન્ટિંગની સાઇઝ 63.5X44.5 સેન્ટીમીટર છે. આ પેઇન્ટિંગ 140 વર્ષ જૂની છે. આ પેઇન્ટિંગને 140 વર્ષ પહેલાં મહારાજા દ્વારા 54 પાઉન્ડની કીંમતમાં ખરીદવામા આવી હતી. જો તેની વર્તમાન કિંમત આંકવામાં આવે તો તે 7થી 8 કરોડ વચ્ચે હોઈ શકે.

6 દાયકા પહેલાં આ કોરોના પેઇન્ટિંગની કીંમત 1 લાખ આંકવામાં આવી હતી

આ પેઇન્ટિંગ 140 વર્ષ પહેલાં વિશ્વના જાણિતા પેઇન્ટર ચાર્લ્સ એડવર્ડ દ્વારા બનાવવામાં આવી હતી. તેને મહારાજા સયાજીરાવે 54 પોઇન્ટમાં ખરીદી હતી. અને 1960માં તેની કીંમત લગભગ 1 લાખ જેટલી આંકવામાં આવી હતી. આ કીંમત કેટલી વધારે છે તેને સમજાવવા માટે તમને જણાવી દઈ કે 1960માં 10 ગ્રામસોનાની કીંમત 63 રૂપિયા હતી. હવે તમે અંદાજો લગાવી શકો છો કે આ પેઇન્ટિંગ કેટલીક કીંમતી છે. તમને એ પણ જણાવી દઈએ કે આખાએ વિશ્વમાં તમને આ પ્રકારની પેઇન્ટિંગ બીજે ક્યાંય જોવા નહીં મળે, કોઈ મ્યુઝિયમમાં પણ નહીં. હાલ કોરોના કાળમાં કોરોના નામનું આ સુંદર પેઇન્ટિંગ બરોડાના મ્યુઝિયમમાં ઓઇલ પેન્ટિંગમાં સૌથી સુંદર ગણાય છે. અને લોકોને પોતાના તરફ આકર્ષિ પણ રહ્યું છે.

સૌંદર્યનું પ્રતિક છે ‘કોરોના’ પેઇન્ટિંગ

image source

કોરોનાનો અર્થ વ્યક્તિની સુંદરતાને કોઈ તાજ સાથે સરખાવવાનો પણ થાય છે. આ પેઇન્ટિંગમાં જે સુંદર યુવતિને બતાવવામાં આવી છે તે ખ્યાતનામ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સની પુત્રી અને આર્ટિસ્ટ ચાર્લ્સ એડવર્ડ પેરુઝિનીના પત્ની અને આર્ટિસ્ટ કેટ પેરુઝિની છે. આ બધી જ ખાસીયતોને કારણે આ પેઇન્ટિંગ ઓર વધારે કીંમતી બની જાય છે. ચાર્લ્સ પેરુઝિનીએ પત્ની કેટની ઘણી બધી તસ્વીરો પેઇન્ટ કરી હતી. અને તેમણે પોતાની પત્નીને તેમાં અદ્ભુત દર્શાવ્યા હતા. તેની સુંદરતા માટે આ તસ્વીરોને ખાસ બિરદાવવામા આવે છે. તેમણે આ ખાસ પેઇન્ટિંગમાં પોતાની પત્નીના સૌંદર્યને તાજ સાથે સરખાવ્યું છે અને માટે જ આ પેઇન્ટિંગનું નામ કોરોના રાખ્યું છે. તેવું વડોદરાના મ્યુઝિયના કલા સંરક્ષક ચંદ્રશેખર પાટીલનું કહેવું છે.

મહારાજા દ્વારા 210 ઓઇલ પેઇન્ટિંગનો સંગ્રહ કરવામાં આવ્યો છે

image source

બરોડામા આવેલા આ ઐતિહાસિક મ્યુઝિમમાં સુંદર સુંદર પેઇન્ટિંગનો સંગ્રહ કરવામાં આવ્યો છે. મ્યુઝિયમની પિક્ચર આર્ટ ગેલેરીમાં કરોડો રૂપિયાના સુંદર ઓઇલ પેઇન્ટ સંગ્રહ કરવામા આવ્યા છે. આ સંગ્રહને એક પ્રકારનો ખજાનો જ કહી શકાય. આ સુંદર તસ્વીરોનો સંગ્રહ મહારાજા સયાજીરાવ દ્વારા કરવામાં આવ્યો છે તેમણે 210 યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગ કલેક્ટ કર્યા હતા. આ સુંદર ઓઇલ પેઇન્ટિંગ્સના કલેક્શનને સાઉથ ઇસ્ટ એશિયાનું સૌથી મોટું કલેક્શન ગણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ