ના હોય! પારસ છાબડા અને માહિરા શર્મા લેટ નાઇટ ડ્રાઈવ પર જોવા મળ્યા કંઇક આવુ કરતા, જોઇ લો વાયરલ વિડીયોમાં તમે પણ

પારસે આપેલી લવ બાઈટનો છેવટે માહિરા શર્માએ કર્યો ખૂલાસો

image source

માહિરા શર્મા અને પારસ છાબડા બિગ બોસ સીઝન 13 દરમિયાન એકબીજાની નજીક આવ્યા છે. બિગ બોઝ સિઝન 13 હીટ રહેવા પાછળ આ બન્નેના રોમેન્ટિક સંબંધો પણ એક કારણ છે. માહિરાએ શોમાં એન્ટ્રી લેતા પહેલાં દર્શકો અને સલમાનને જણાવ્યું હતું કે તે શોમાં એવું કોઈ જ કામ નહી કરે જેનાથી તેના અમ્મીને શરમાવવું પડે.

તો વળી બીજી બાજુ માહિરા શોમાં સતત પારસ છાબડાની નજીક આવતી જોવા મળી હતી. જો કે તેણીને પહેલેથી ખબર હતી કે પારસ પહેલેથી જ આકાંક્ષા પુરીને ડેટ કરી રહ્યો તે છતાં.

image source

માહિરા બધા જ કન્ટેસ્ટન્ટની જેમ બીગ બોસની ટ્રોફી જીતવા માટે ઘરમાં ગઈ હતી પણ ધીમે ધીમે તેના વર્તનના કારણે તેણીની ઇમેજ વેમ્પ જેવી બની ગઈ હતી. તેણી પર બીજાના સંબંધો બગાડવાથી માંડીને ઘરમાં ષડયંત્રો રચવાના આરોપ પણ લાગતા રહ્યા.

બીગબોસ પૂર્ણ થયાં બાદ તાજેતરમાં માહિરાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને એક ઇન્ટર્વ્યુ આપ્યો હતો જેમાં તેણે પોતાના પર લાગેલા આરોપનો જવાબ આપ્યો હતો. તેણે પારસ સાથેના સંબંધોને લઈને આકાંક્ષાના આરોપો સુધી બધા વિષય પર સ્પષ્ટતાઓ આપી હતી.

image source

માહિરાએ જણાવ્યું કે પારસ સાથે તેનું જોડાણ પ્રથમ દિવસથી જ સારુ રહ્યું હતું. અને તેણી જણાવે છે કે તે બન્નેની મિત્રતા પણ સાચી હતી. તેણીએ વધારામાં જણાવ્યું હતું કે તેણી પારસને પોતાના કુટુંબની જેમ માને છે.

તેણીએ પારસની ગર્લફ્રેન્ડ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે તેને જરા પણ નથી ખબર કે પારસે ક્યારે તેના શરીર પર લવ બાઈટ જોયું. તેણીએ જણાવ્યું કે તેને એલર્જી છે અને તે નિશાન એલર્જીથી બની ગયું હશે.

image source

અને તે વિષે સિદ્ધાર્થ શુક્લા મજાક ઉડાવી રહ્યો હતો અને ત્યાર બાદ જ આ વાત ફેલાઈ હતી. તેણીએ પારસ વિષે જણાવ્યું કે તેણી તેની સાથે કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી અને તેણીએ ક્યારેય તેને એ વાઇબ્સ નહોતી આપી.

તેણીએ એ પણ જણાવ્યું હતું કે જો તે ખરેખર પારસની ગર્લફ્રેન્ડ બનવા માગતી હોત તો આકાંક્ષા સાથેના બ્રેકઅપ બાદ તેણીને પારસ સાથે હોવું જોઈતું હતું. તેણીએ જણાવ્યું હતું કે તેણીને આ બન્નેના બ્રેકઅપ માટે જવાબદાર ગણવું ખોટું છે. પણ તાજેતરમાં સોશિયલ મિડિયા પર જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે તો કંઈક બીજી તરફ જ ઇશારો કરી રહ્યો છે.

image source

પારસ છાબડા અને માહિરા શર્મા લેટ નાઇટ ડ્રાઈવ પર આ કરતાં જોવા મળ્યા

બીગ બોસ 13માં જે જોડીએ સૌથી વધારે પોપ્યુલારીટી ઉભી કરી હતી તેમાંની એક પારસ છાબડા અને માહિરા શર્મા શો બાદ પણ એકબીજા સાથે હેંગઆઉટ કરતાં જોવા મળી રહ્યા છે. પારસ અને માહિરા થોડા સમય પહેલાં રાત્રે લેટ નાઇટ લોંગ ડ્રાઈવની મજા માણતા જોવા મળ્યા હતા.

image source

જેનો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ શેર પણ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ પારસ શહેનાઝ સાથે મુજસે શાદી કરોગે રિયાલીટી શોમાં પણ જોવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mahira Sharma ( Mau )🔹️ (@mahirasharmaaa) on

પોતાના રિયાલીટી શો દરમિયાન પારસને થોડો સમય મળતાં તરત જ તેણે માહિરા સાથે સમર પસાર કરવાનું નક્કી કરી લીધું. તમને જણાવી દઈએ કે માહિરાના એક ફેન પેજ પર આ વિડિયો શેર કરવામાં આવી છે, જેમાં તે પોતે આ વિડિયોને શૂટ કરતી જોઈ શકાય છે. આ વિડિયોમાં માહિરા વિવિધ ચહેરા બનાવીને પારસને ચીડાવી રહી છે. તેની સામે પારસ પણ તેની સામે વિવિધ ફેસ બનાવતો જોઈ શકાય છે. આ વિડિયો ખૂબ જ ફની છે.

image source

તમને જણાવી દઈએ કે બીગ બોસ 13માં પારસે ઘણી પોપ્યુલારીટી હાંસલ કરી છે ખાસ કરીને તેના નાઇટ ડ્રેસના કારણે તો તે ઓર વધારે ફેમસ બની ગયો છે. જો કે આ વિડિયોમાં તે બન્ને ટીશર્ટ અને માહિરા પણ કેજ્યુઅલ વિયરમાં છે. પણ વિડિયો પરથી કહી શકાય કે બન્ને એકબીજાના સાથને અને લોંગસ ડ્રાઈવને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ