પ્લાસ્ટિક સર્જરી માટે વારંવાર ટ્રોલ કરતાં સોશિયલ મિડિયા યુઝર્સને આપ્યો શ્રૃતિ હસને જડબાતોડ જવાબ

પ્લાસ્ટિક સર્જરી માટે વારંવાર ટ્રોલ કરતાં સોશિયલ મિડિયા યુઝર્સને આપ્યો શ્રૃતિ હસને જડબાતોડ જવાબ

image source

શ્રૃતિ હસને સોશિયલ મિડિયા પર તેના ટ્રોલર્સ માટે એક પાવરફુલ નોટ શેર કરી છે. તેણે એક ફોટો શેર કર્યો હતો. અને તેના કારણે સોશિયલ મિડિયા પર તેણી ખૂબ ટ્રોલ થઈ રહી છે. વાસ્તવમાં શ્રુતિએ થોડા સમય પહેલાં જ ફરી એકવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

શ્રૃતિને આ પહેલા પણ બોડી શેમિંગના કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

image source

આ ટ્રોલર્સને પોતે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણીએ બોલ્ડલી લોકોને સંભળાવી દીધું છે કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કારણ કે મેં તેવી રીતે જ રહેવાનુ પસંદ કર્યુ છે. તેણીએ પોતાનો નો મેકઅપ ફોટો શેર કરતાં તેની સાથે લખ્યું છે.

‘માટે મેં નક્કી કર્યું છે કે મારી આગલી પોસ્ટ બાદ જ આ પોસ્ટ કરવું, અને હું તમને કહીશ કે શા માટે. હું એવી વ્યક્તિ નથી કે જે બીજા લોકોના મારા માટેના અભિપ્રાયોથી દોરવાઈ જાઉં, પણ એકધારી કમેન્ટો અને તેણી કેટલી જાડી હતી અને હવે કેટલી પાતળી થઈ ગઈ તે બધાની અવગણના કરવી મુશ્કેલ હતી.

image source

અહીં જે બે તસ્વીર છે તે ત્રણ દિવસના અંતરે લેવામાં આવી હતી. મને ખાતરી છે કે એવી ઘણી મહિલાઓ છે જે હું જે કંઈ પણ કહેવા જઈ રહી છું તેની સાથે રીલેટ કરતી હશે.

મોટે ભાગે હું માનસિક અને શારીરીક રીતે મારા હોર્મોન્સની દયા પર નિર્ભર રહેતી હોઉં છું અને ઘણા વર્ષોથી મેં ખૂબ પ્રયાસ કર્યો છે કે હું તેની સાથે તાલમેલ બેસાડી શકું. તે જરા પણ સહેલું નથી. પીડા જરા પણ સહેલી નથી શારીરીક પરિવર્તન સહેલા નથી પણ મારા માટે સરળ એ બન્યું છે કે હું મારી જર્ની તમારી સાથે શેર કરું.’

image source

શ્રૃતિ આગળ લખે છે, ‘જે વ્યક્તિ ફેમસ છે તે પણ બીજા વિષે ધારણાઓ નથી બાંધતી. ક્યારેય નહીં. તે જરા પણ સારી વાત નથી. મને એ જણાવતા આનંદ થાય છે કે આ જ મારું જીવન છે, મારો ચહેરો છે અને હા મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી જેની મને તે સ્વિકારતા જરા પણ શરમ નથી આવતી.

શું તેને પ્રમોટ કરું છું ? ના, શું હું તેની વિરુદ્ધમાં છું ? ના – મેં આવી રીતે જીવવાનુ પસંદ કર્યું છે. આપણે આપણી કે બીજા બધાની પાસે એક જ અપેક્ષા રાખી શકીએ અને તે એ છે કે તમારા શરીર અને મગજમાં જે પરિવર્તનો આવે છે તેને અપનાવો.

image source

બધાને પ્રેમ કરો અને રીલેક્સ રહો, હું રોજ મારી જાતને મારાથી પ્રેમ કરતાં શીખવું છું, તમે પણ કરો, સારુ લાગશે.’

આ પોસ્ટ શેર કર્યા બાદ ઘણા લોકોએ શ્રુતિની વાતને સમર્થન આપ્યું. અને તેના ફેન્સ તેણીના આ બોલ્ડ જવાબના વખાણ કરવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

તમને જણાવી દઈએ કે શ્રુતિ હસન હાલ કાજેલ સાથે દેવી નામની એક શોર્ટ ફિલ્મ કરી રહી છે. માર્ચમાં દેવી ફિલ્મ રીલીઝ થઈ રહી છે અને તાજેતરમાં જ તેનું ટ્રેલ લોન્ચ થયું છે. આ ફિલ્મમાં શ્રુતિ સાથે નેહા ધુપિયા, નીના કુલકર્ણી, શિવાની રઘુવંશી, મુક્તા બાર્વે, સંધ્યા મ્હાત્રે, રસસ્વિની દાયમા અને રમા જોશી પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by @shrutzhaasan on

આ પોસ્ટ શેર કર્યા બાદ ઘણા લોકોએ શ્રુતિની વાતને સમર્થન આપ્યું. અને તેના ફેન્સ તેણીના આ બોલ્ડ જવાબના વખાણ કરવા લાગ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ