રસોઈના મસાલા પણ ચમકાવી શકે છે તમારું ભાગ્ય, ભાગ્યે જ જાણતા હશો આ કમાલના ઉપાયો

ભારત દેશ તેના મસાલાને માટે દુનિયાભરમાં જાણીતો છે અને સાથે જ ભારતીયો ખાવાનાના શોખીન પણ રહે છે. જો તમે રસોઈના મસાલાની મદદથી રસોઈને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવી શકો છો તો સાથે જ તમે તેના અન્ય ઉપયોગને વિશે જાણી લો તે જરૂરી છે. શું તમે જાણો છો કે આ મસાલાને વાસ્તુમાં ખાસ મહત્વ પણ જોવા મળે છે. વાસ્તુ અનુસાર અલગ અલગ મસાલાનો સંબંધ કુંડળીમાંના ગ્રહોની સ્થિતિ સાથે પણ જોડવામાં આવ્યો છે. એવામાં તેની સાથે કેટલાક ખાસ ઉપાયો કરી લેવાથી પણ ગ્રહદોષની સ્થિતિને સુધારવામાં રાહત મેળવી શકાય છે. તો જાણો કયા મસાલા તમારી મદદ કરી શકે છે.

જીરાથી કરી શકશો રાહુ અને કેતુ ગ્રહને શાંત

image source

કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહના અશાંત થવાથી થનારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં જે લોકોએ રાહુ અને કેતુની ખરાબ દશાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ ખાસ કરીને શનિવારના દિવસે જીરાનું દાન કરવું જોઈએ. જીરાનો સંબંધ રાહુ અને કેતુની સાથે હોવાથી તેના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદ કરી શકે છે.

લવિંગ અને કાળા મરીથી થશે શનિ મજબૂત

image source

વાસ્તુ અનુસાર લવિંગ અને કાળા મરી શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં તમે તેનાથી જોડાયેલો એક ઉપાય કરીને તમારી કુંડળીમાં શનિ ગ્રહને મજબૂત કરી શકો છો. આ માટે સરસિયાના તેલમાં લવિંગ અને કાળા મરી નાંખીને દીવો કરો. તેનાથી શનિના દુષ્પ્રભાવથી મુક્તિ મળશે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

હીંગથી કરો બુદ્ધ અને બૃહસ્પતિના ગ્રહ મજબૂત

image source

હીંગનો સંબંધ ખાસ કરીને બુદ્ધ અને બૃહસ્પતિના ગ્રહની સાથે માનવામાં આવે છે. એવામાં બપોરના ભોજનમાં હીંગ ખાવાથી મન શાંત રહે છે અને સાથે જ બૂ બુદ્ધ દોષ દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય કુંડળીમાં બૃહસ્પતિના ગ્રહને મજબૂત કરવામાં મદદ મળે છે.

વરિયાળીથી કરો શુક્ર અને મંગળ ગ્રહને મજબૂત

image source

વરિયાળીનો સંબંધ શુક્ર અને મંગળ ગ્રહની સાથે માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર વરિયાળી અને મિસરીને સાથે ખાઈ લેવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત થાય છે. આ સિવાય કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા માટે વરિયાળીમાં ગોળ મિક્સ કરીને ખાવાનું પણ લાભદાયી રહે છે. તો તમે પણ આ ઉપાયને આજથી ટ્રાય કરી લો અને શુક્ર અને મંગળને મજબૂત કરી લો.

હળદર પણ કરશે તમારી મદદ

image source

હળદરનો સંબંધ ખાસ કરીને બૃહસ્પતિના ગ્રહ સાથે માનવામાં આવે છે. એવામાં કુંડળીમાં ગુરુના ગ્રહને મજબીત કરવા માટે ખિસ્સામાં હળદરની ગાંઠ કે રૂમાલમાં ચપટી હળદર બાંધીને રાખી લેવાથી પણ લાભ થાય છે.

તો હવે તમે પણ આ મસાલાના ખાસ ઉપયોગ જાણી લીધા બાદ તમે તેનાથી ભોજનને તો સ્વાદિષ્ટ બનાવશો અને સાથે જ તેનાથી તમારી કિસ્મત પણ ચમકાવી શકશો. કરી લો આ ઉપાયો ટ્રાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong