રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ: કેશુભાઈની કરુણ કહાની સાંભળી ચોધાર આસુંએ રડવા લાગશો

હાલમાં રાજકોટ દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે અને 5 લોકોના મોત થયા છે. વિધીની વક્રતા જુઓ કે કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ તો સાજા થવા માટે થયા હતાં, પણ તેમને આ પહેલા જ આકસ્મિક આગ ભરખી ગઈ. કોરોના કંઈ કરે એ પહેલાં જ આગ ભભૂકી અને 5 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા. પરંતુ એમાંની એક કરુણ ઘટના ખુબ વાયરલ થઈ રહી છે અને જેને સાંભળીને લોકો અત્યંત દુખી થઈ રહ્યા છે. અને આ વાત છે આગની ઘટનામાં મોતને ભેટેલા કેશુભાઈ અકબરીની. કેશુભાઈએ રાત્રે 11 વાગ્યે પરિવારજનોને વીડિયો કોલ કરીને કહ્યું હતું કે હવે સારું છે.

image source

પરંતુ કરુણ ઘટના એવી બની કે કેશુભાઈએ આ વાત થયાના બે-ત્રણ કલાકમાં તો ICUમાં આગ લાગી અને તેમનું કરુણ મોત થયું. આ વિશે વાત કરતાં કેશુભાઈ લાલજીભાઈ અકબરીના પુત્ર વિવેકભાઇએ જણાવ્યું હતું કે પિતા કેશુભાઈએ હજુ રાત્રે 11 વાગ્યે વીડિયો કોલ કરીને મારી સાથે અને પરિવારજનો સાથે વાત કરી હતી અને હવે બહું સારું છે એમ જણાવ્યું હતું. તેમને બે દિવસમાં તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતા. આગની આટલી મોટી ઘટના પછી પણ હોસ્પિટલ તરફથી પરિવારને ફોન કરી કોઈ જાણ કરવામાં આવી નથી. માલવિયા પોલીસ સ્ટેશનમાંથી રાત્રે 2 વાગ્યા ને 20 મિનિટે કોલ આવ્યો અને સમગ્ર ઘટના અંગે જાણ કરી.

image soucre

વિવેકભાઈ આગળ વાત તરે છે કે, જાણ કરાયા બાદ અમે હોસ્પિટલ દોડી આવ્યા. વિવેકભાઈ આટલું કહેતાં જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. વિવેકભાઈએ જણાવ્યું હતું કે મારા પિતા છેલ્લા આઠ દિવસથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. તેમની ઉંમર 50 વર્ષ હતી અને ખેતીની સાથે કારખાનામાં કામ કરતા હતા. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5નાં મોત થયાં છે. કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા.

image source

આ સમગ્ર ઘટનામાં એક શખ્સનુ નામ ફરિસ્તા તરીકે લેવામાં આવી રહ્યું છે અને એનુ નામ છે અજય વાધેલા. ઉદય કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં અજય વાઘેલા નામના કર્મચારીએ મસ્ત બહાદુરીનું કામ કર્યું હતું અને લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા હતા. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો.

image source

આ વિશે વાત કરતાં અજય વાઘેલાએ જણાવ્યું હતું કે અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આ સાતે સાત દર્દીનો બચાવ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ