ડ્રગ્સ મામલે ધરપકડ થયા પછી કોમેડિયન ભારતીનું આ ટ્વિટ ધડાધડ થઇ રહ્યું છે વાયરલ, યુઝર્સે કહ્યું…માલ ફૂંકીને કર્યું હતું….

પ્રખ્યાત કોમેડિયન અને એન્કર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયા મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચીયાની એનસીબીએ ધરપકડ કરી હતી. આ પછી મુંબઇની કોર્ટે બંનેને ડ્રગ્સ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો. જોકે ભારતી અને હર્ષે તેમની જામીન અરજી કોર્ટમાં દાખલ કરી છે. પરંતુ હજુ સુધી તેમના જામીન મંજૂર થયા નથી.

image source

ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારતી સિંહને કલ્યાણ જેલમાં ખસેડવામાં આવશે, જ્યારે હર્ષને તલોજા જેલમાં લઈ જવામાં આવશે. આ કાર્યવાહી બંને પર ડ્રગ્સના ઉપયોગને લઈને કરવામાં છે.

ભારતી સિંહ ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયા બાદ ઇન્ડસ્ટ્રીના અન્ય કોમેડિયન સ્ટાર્સ પણ આ વિશે પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. જો કે તમામ ચર્ચા વચ્ચે ભારતી સિંહનું એક ટ્વીટ આગની જેમ ફેલાઈ રહયું છે.

ભારતીનું આ ટ્વીટ વર્ષ 2015નું છે એટલે કે 5 વર્ષ જુનું. ભારતીએ કરેલું આ ટ્વીટ હવે તેને ભારે પડી રહ્યું છે કારણ કે આ ટ્વીટમાં પણ તેણે ડ્રગ્સનો ઉલ્લેખ કર્યો છે.

ભારતીએ વર્ષ 2015માં ટ્વીટ કર્યું હતું તેણે તેમાં લખ્યું હતું કે, ” પ્લીઝ ડ્રગ્સ લેવાનું બંધ કરો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ” હવે જ્યારે ભારતી અને તેના પતિ પર ડ્રગ્સ મામલે કેસ શરુ થયો છે ત્યારે યૂઝર્સે તેના આ ટ્વીટને લઈને તેને ટ્રોલ કરી રહ્યા છે.

image source

આ ટ્વીટને રીટ્વિટ કરી એક યુઝરે લખ્યું હતું કે 5 વર્ષ પહેલાં ભારતીએ ડ્રગ્સ ઉપર જ્ઞાન આપ્યું હતું… બીજા યુઝરે કહ્યું છે કે, ભારતી હકીકતમાં એક સારી કોમેડિયન છે. જુઓ કેવો મસ્ત જોક માર્યો છે. તો કોઈએ લખ્યું છે કે, કદાચ આ ટ્વિટ પણ માલ ફૂંકીને કર્યુ હશે…

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ ભારતી અને હર્ષના લગ્નની વાત સાથે આડકતરી રીતે ડ્રગ્સ લીધાની વાત કહી હોય તેવું નિવેદન આપ્યુ હતું.

તેણે કહ્યું હતું કે તે ભારતી અને હર્ષના લગ્નમાં ગયો હતો તેણે બંનેને જોરશોરથી ડાન્સ કરતાં અને એનર્જીથી ભરપુર જોયા હતા. પરંતુ હવે સમજાયું કે આ એનર્જી કેવી રીતે આવી હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ