શું તમે પણ ઘરમાં સાવરણીનો ઉપયોગ કરતી વખતે કરો છો આ ભૂલો? તો તમારી બરકત પર….

ઘર હોય કે ઓફિસમાં સ્વચ્છતાના ઉપોયગમાં લેવામાં આવતી સાવરણીનું ખૂબ મહત્ત્વ છે. તેને લક્ષ્મીનુ પ્રતિક માનવામા આવે છે. પણ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સાવરણીના કારણે ઘરમાં કોઈ અશુભ ઘટના ઘટવા લાગે. વાસ્તુ પ્રમાણે, જો સાવરણી લગાવવામાં કે તેને રાખવાં સાવધાની ન રાખવામાં આવે તો ઘરની બરકત જતી રહે છે.

image source

હંમેશા લોકો સાવરણી ટૂટી જાય ત્યાર બાદ પણ તેનો ઉપયોગ કરે છે. વાસ્તુની દ્રષ્ટિએ આવું કરવું ખોટું છે. સાવરણીના એક વાર ટૂટી ગયા બાદ તેની સળીઓને ફરીવાર જોડીને તેનો ફરી ઉપયોગ કરવો તે અશુભ ગણવામાં આવે છે.

image source

જે કબાટ કે તીજોરમાં તમે, પૈસા, ઘરેણા કે પછી તમારો કીમતી સામાન મુકતા હોવ, તેની નીચે કે તેની બાજુમા ક્યારેય સાવરણી ન મુકવી જોઈએ. આવું કરવાથી તમારા ધંધા તેમજ સંપત્તિ પર તેની ખરાબ અસર થઈ શકે છે.

image source

ઘર કે ઓફિસમાં સાવરણીને ક્યારેય ઉભી ન મુકવી જોઈએ. આ અવસ્થામાં સાવરણી ખૂબ જ અપશુકન માનવામાં આવે છે. સારવણીને હંમેશા જમીન પર આડી પાડીને જ મુકવી જોઈએ. તેનાથી તમારા ખિસ્સા કે બેંક બેલેન્સ ખાલી નહી રહે.

image source

સૂર્યાસ્તના સમયે એટલે કે સાંજના સમયે સાવરણી લગાવવી તે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ ગણાય છે. એવું કવરાથી લક્ષ્મી રૂઠી જાય છે. માટે સાંજના કે રાતના સમયમાં ઘર કે ઓફિસમાં ક્યારેય ઝાડુ ન લગાવવું. જો મજબૂરીમાં આવું કરવું પડે તો ઓછામાં ઓછું કચરાને બહાર ન નીકાળવો જોઈએ. તેને તમારે એક બાજુ ઢગલી કરીને બીજા દિવસે સવારે જ બહાર કાઢવો.

image source

સાવરણીને પશ્ચિમ દિશાના કોઈ ઓરડામાં રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવી સૌથી યોગ્ય ગણાય છે. આ દિશામાં સાવરણીને મુકવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો.

સાવરણીને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. માટે હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ માણસે સાવરણી પર પગ ન મુકવો જોઈએ. તેનાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. તેનો અનાદર થવાથી ઘરમાં કેટલીએ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.

image source

જો તમે ઘર કે ઓફિસમાં ઉપયોગમાં આવતી સાવરણીને બદલવા માગતા હોવ તો તેના માટે તમાર શનિવારનો દિવસ પસંદ કરવો. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા પ્રમાણે સુર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં ઘરમાં જાડુ લગાવવાથી તમારા ઘરમાં તેમજ કાર્ય સ્થળમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
શાસ્ત્રોમાં તેવી પણ ચેતવણી આપી છે કે જે ઘરમાં સ્વચ્છતા નથી હોતી તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ નથી હોતો અને તેની જગ્યાએ બીમારીઓ ઘર કરી જાય છે.

image source

અપવિત્ર, ગંદા અને પાણીવાળા સ્થાન પર સાવરણી ક્યારેય ન મુકવી. ન તો ઘરની સાવરણીથી બાથરૂમ કે પછી અન્ય ગંદી જગ્યાઓને સાફ કરવી. તેના માટે અલગ સાવરણી રાખવી.

ઘરના કોઈ પણ મહેમાન કે સભ્યના ઘરની બહાર ગયા બાદ સાવરણી ન લગાવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ