અહીં સોનાના ભાવમાં થયો ઘટાડો, લેટેસ્ટ ભાવ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

ભારતીય બજારોમાં આજે સોના અને ચાંદીની કીંમતમાં ફરી પાછી પડતી જોવા મળી છે. જોકે આ પડતી ઘણી સામાન્ય રહી છે. એમસીએક્સ પર સોનાનો વાયદો પ્રતિ 10 ગ્રામ 50,211 રહ્યો જ્યારે ચાંદીનો વાયદો 0.16 ટકા ટૂટીને 62,060 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. ગયા સત્રમાં સોનું 0.54 ટકા વધારે હતું જ્યારે ચાંદી 1.2 ટકા વધી હતી. ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે ભારતમાં આજે સોનાની કીંમત 50,900 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગઈ છે, જ્યારે ચાંદી 62,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.

image source

નવી દિલ્લીમાં 22 કેરેટ સોનાનીકીંમત 10 રૂપિયા વધીને 49,160 રૂપિયા દર 10 ગ્રામની થઈ ગઈ છે જ્યારે ચેન્નેઈમાં 10 રૂપિયા વધીને 47,610 રૂપિયા થઈ ગઈ છે. ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે મુંબઈમાં સોનાનો દર 40 રૂપિયા ઘટીને 49,850 થયો છે. ચેન્નઈમાં 24 કેરેટ સોનાની કીંમત પણ 10 રૂપિયા વધીને 51,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

image source

એમસીએક્સ પર ડિસેમ્બરનો સોનાનો વાયદો 0.54 ટકા વધીને 50,260 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. ડિસેમ્બર વાયદાનો ભાવ 1.22 ટકા વધીને 62,260 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. લખનૌમાં 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ અનુક્રમે 49,160 રૂપિયા અને 53,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યા છે.

પટનામાં આ કીંમત 49900 અને 50900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

image source

સોનાની કીંમત હવે 56,200ના પોતાના ઓગસ્ટના ઉચ્ચા સ્તરથી 6000 કરતાં પણ વધારે નીચી આવી છે. વૈશ્વિક બજારમાં આજે અમેરિકન ડોલરના મજબુત થવાથી સોનાની કીંમતમાં પડતી આવી છે. સોનુ 0.1 ટકા ઘટીને 1869.86 ડોલર પ્રતિ ઔંસ થયું છે. અન્ય કીંમતી ધાતુઓમાં ચાંદી 0.3 ટકા નીચી આવી છે જે 24.24 ડોલર પ્રતિ ઔંસ છે. પ્લેટિનમ 0.5 ટકા ઘટી છે જે 937.30 ડૉલર થઈ ગયું છે.

image source

વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા પ્રમાણે કેવિડ-19 અને રેકોર્ડ ઉચ્ચ કીંમતના કારણે ભારતમાં સોનાની માંગ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીકમાં 30 ટકા ઘટીને 86.6 ટન થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલાં 123.9 ટન હતી.

image source

વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કોવિડ -19 મહામારીને કારણે માંગમાં ઘટાડો થવાના કારણે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન ચાલુ ખાતાના નુકસાન પર અસર પાડનારા સોનાની આયાતમાં 47.42 ટકાની પડતી સાથે તે 9.28 બિલિયન અમેરિકન ડોલર થયું છે.

image soucre

અમદાવાદમાં આજના સોનાના ભાવ કંઈક આ પ્રમાણે છે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 51,320 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 50,290 રૂપિયા છે. જ્યારે ચાંદીનો આજનો ભાવ અમદાવાદમાં પ્રતિ કિલોગ્રામ 62,300 રૂપિયા રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ