જોઇ લો તસવીરોમાં ભાઇની હલ્દી રસમમાં શ્વેતા તિવારીનો કેવો છે લટકો..

ભાઈના લગ્નમાં શ્વેતા તિવારી જોવા મળી ખુશખુશહાલ – હલ્દીની તસ્વીરો થઈ રહી છે વાયરલ

ટેલીવીઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તારી હાલ પોતાના ભાઈના લગ્નની વિવિધ સેરેમનીમાં વ્યસ્ત છે. અને તેની કેટલીક તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલાં તેના ભાઈની હલદી સેરેમની કરવામાં આવી હતી જેમાં શ્વેતા તીવારી ટ્રેડીશનલ વસ્ત્રોમાં જોવા મળી હતી. તેણે આ સેરેમનીની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

શ્વેતા સાથે તેની દીકરી પલક તીવારી અ તેની ભાભી યાસ્મીન શેખે પણ પોઝ આપ્યો છે. આ તસ્વીસો સોશિયલ મિડિયા પર શેર કરતી વખતે શ્વેતાએ કેપ્શન લખ્યું હતું, ‘ખુશીયાં !’ અને સાથે ત્રણ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા હતા. સાથે સાથે તેણે #nidwedssyas અને #nidyas પણ લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

આ હેશટેગ પરથી અંદાજો લગાવી શકાય કે નિધાન અને યાસ્મીન લગ્ન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યાસમીન અને નિધાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને યાસમીન અને શ્વેતા એકબીજાની સારી બહેનપણીઓ પણ છે.

image source

શ્વેતા તિવારીએ હલ્દીના પ્રસંગને અનુરુપ હળવા ઓરેન્જ રંગની ચણિયાચોળી પહેરી હતી. તો તેની દીકરીએ પણ હળદરીયા રંગની ચણિયા ચોળી પહેરી હતી અને યાસમીને પીળા રંગના ચણિયાચોળી પહેર્યા હતા. ત્રણે મહિલાઓ ટ્રેડીશનલ ભારતીય વસ્ત્રોમાં સુંદર લાગી રહી હતી.

image source

આ સાથે બીજી પણ એક તસ્વીર શ્વેતાએ સોશિયલ મિડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી હતી જેમાં તેણી પોતાના બન્ને બાળકો અને માતાપિતા સાથે જોઈ શકાય છે. આ તસ્વીરમાં તમે પલકના ચહેરા પર પણ હળદરના નીશાન જોઈ શકો છો.

image source

તો બીજી એક તસ્વીરમાં શ્વેતા તિવારી અને વુડ બી ભાભી યાસ્મીન બન્ને નિધાનને કીસ કરી રહ્યા છે. આ તસ્વીર શેર કરતાં શ્વેતાએ કેપ્શનમા લખ્યું હતું, ‘પરિવાર’.

image source

માત્ર તસ્વીરો જ નહીં પણ હલદી સેરેમનીની કેટલીક વિડિયો પણ શ્વેતાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. એક વિડિયોમાં નિધાનને હલ્દી લગાવી દેવામાં આવી છે અને પલક પોતાના દુલ્હા મામા સાથે પોઝ આપતી જોઈ શકાય છે. તો વળી એક વિડિયોમાં શ્વેતા પોતાના ભાઈને હલ્દી લગાવી રહી છે.આ ઉપરાંત શ્વેતા તિવારી ફેન ક્લબના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પણ કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી હતી.

image source

જેમાં શ્વેતા અને તેની દીકરી પલક નાચી રહ્યા છે. તો બીજી તસ્વીરમાં પલકે પોતાના નાનકડા ભાઈ રેયાંશ કોહલીને ખોળામાં બેસાડ્યો છે. જેમાં તમે આ બન્ને ભાઈ બહેન વચ્ચેનો ઉંડો સંબંધ જોઈ શકો છો.

image source

તો વળી એક તસ્વીરમાં પલકને રિયાંશ કિસ કરી રહ્યો છે. જે તસ્વીર પલકે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને લખ્યુ હતુ કે આ ફોટો લીધા બાદ તરત જ રિયાંશે તેને લાકડીથી મારી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ