જોતાની સાથે જ ધ્રુજારી છૂટી જાય તેવુ છે કાજોલની ‘દેવી’ મુવીનુ આ ટ્રેલર, જોયુ તમે?

ફિલ્મ ‘દેવી’માં કાજોલને ઘણા સમય બાદ એક ભારતીય નારીના અવતારમાં જોશો

image source

પતિ અજય દેવગન સાથેની ફિલ્મ તાનાજીની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર કાજોલના ફેન્સ માટે ખુશીના સમાચાર. કાજોલની શોર્ટ ફિલ્મ દેવીનું ટ્રેઇલર લોન્ચ થયું. અને આ ફિલ્મનું ટ્રેલર જોઈ લોકો પુરી ફિલ્મ જોવા આકર્ષાઈ રહ્યા છે.

આ ફિલ્મ એક મહિલા પ્રધાન ફિલ્મ રહેશે જેનું ડીરેક્શન પ્રિયંકા બેનર્જીએ કર્યું છે. આ ફિલ્મમાં કાજોલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે પણ તેની સાથે સાથે ફિલ્મમાં બીજી 8 મહિલાઓ પણ છે જેમાં નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, શ્રુતિ હસન, રશ્વિની દયામા, શિવાની રઘુવંશી, સંધ્યા મ્હાત્રે, રમા જોશી, મુક્તા બાર્વે જેવી અભિનેત્રીઓ જોવા મળશે.

image source

આ ફિલ્મમાં 9 મહિલાઓની વાત છે કેટાક સંજોગોવશાત તેમને એક ઓરડામાં એકસાથે સમય પસાર કરવાનો આવે છે. આ ફિલ્મ દ્વારા 9 અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલી મહિલાઓ સામેના પડકારોને દર્શાવવામાં આવશે.

અજય દેવગન આ ફિલ્મથી અત્યંત ઉત્સાહિ છે

image source

અજયે ફિલ્મનું ટ્રેલર રજૂ થાય તે પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ હતું. અને સાથે કેપ્શન લખ્યું હતું, મહિલાઓનું સશક્તિકરણ મારા માટે ફક્ત કોઈ નિવેદન જ નથી પણ પણ એક જીવનશૈલી પણ છે. હું ખુબ ખુશ છું કે કાજોલ દેવી ફિલ્મમાં કામ કરી રહી છે. આ એક અત્યંત સંવેદનશીલ ફિલ્મ છે.

કાજોલે થોડા સમય પહેલાં એક ઇન્ટર્વ્યુમાં આ ફિલ્મ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તેનું પાત્ર જ્યોતિ છે અને જ્યોતિમાં અને તેનામાં ઘણી અસમાનતાઓ છે પણ કેટલીક સમાનતાઓ પણ રહેલી છે.

image source

આજે જ્યારે સમાજમાં તેમજ દેશમાં મહિલાઓ સાથે જે ભેદભાવ થઈ રહ્યા છે તેમજ જે હિંસાઓ આચરવામાં આવી રહી છે તેને ધ્યાનમાં રાખીએ તો આ ફિલ્મ ખરેખર આજના સમય માટે ઘણી અનુરુપ છે અને તેણીને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળવાથી પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે.

આ ફિલ્મ 2જી માર્ચે રીલીઝ થવા જઈ રહી છે. જો કે તેનું ટ્રેલર જોતાં તો ફિલ્મની વાર્તાનો જરા પણ અંદાજો લગાવી શકાય તેમ નથી. તેના માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે.

image source

આ ફિલ્મનું થીમ 1957માં આવેલી ફિલ્મ ’12 એંગ્રી મેન’ સાથે મળતું આવે છે. આ ફિલ્મ એક અમેરિકન કોર્ટરૂમ ડ્રામા હતી જેને હોલીવૂડના જાણીતા ડીરેક્ટર સિડની લુમેટે ડીરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં એક કેસ બાબતે 12 જ્યુરી મેમ્બર્સ નિર્ણય લેવાના હતા.

image source

પણ સમય પસાર થતાં અન દલીલો થતાં થતાં આખીએ જ્યુરી છેવટે પોતાનો નિર્ણય બદલી નાખે છે. આ ફિલ્મ પણ માત્ર એક ઓરડામાં ફિલ્માવવામાં આવી હતી જેના પરથી ભારતીય ફિલ્મ એક રુકા હુવા ફેસલા પણ બની ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ