‘મેને પ્યાર કીયા’ની સુમનની દીકરીની આ તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ

‘મેને પ્યાર કીયા’ની સુમનની દીકરી છે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ – ભાગ્યશ્રીની દીકરી છે તેનાથી અલગ

ભાગ્ય શ્રી કે જેણી 1989માં રીલીઝ થયેલી સુપર ડુપર હીટ ફીલ્મ મેને પ્યાર કીયાની લીડ એક્ટ્રેસ હતી. તેણે ભલે જીવનમાં એક જ સફળ ફિલ્મ આપી પણ તે એક ફિલ્મ તેના માટે સો ફીલ્મો સમાન થઈ ગઈ હતી. આ ફિલ્મથી ભાગ્યશ્રીને અનન્ય લોકપ્રિયતા મળી હતી. તેના માસુમ અને ગર્લ નેક્સ્ટ ડોર લૂકના કારણે તે યુવાનો-યુવતીઓ તેમજ વડીલોમાં પણ પ્રિય બની ગઈ હતી.

image source

જો કે ત્યાર બાદ તેને કોઇજ ફિલ્મમાં આટલી લોકપ્રિયતા ન મળી શકી, તેણે હીન્દી ઉપરાંત, તમિલ, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું પણ તેણી સફળ ન થઈ શકી. અને ત્યાર બાદ તેણે લગ્ન કરી લીધા અને ફિલ્મોથી ઘણો લાંબો સમય દૂર રહી. જો કે આજે પણ તેણીએ પોતાના સૌંદર્યને મેઇન્ટેઇન કરી રાખ્યું છે અને તેનું આ જ સૌંદર્ય તેની દીકરીમાં પણ બરબર ઉતર્યું છે.

image source

તેની દીકરીનું નામ છે અવંતિકા દાસાની. તેણી હાલ ઘણી ચર્ચામાં રહે છે. જો કે તેણી સોશિયલ મિડિયાથી ઘણી દૂર રહે છે જો કે ભાગ્યશ્રી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ફેન્સના નિયમિત સંપર્કમાં રહે છે. અવંતિકા અન્ય સ્ટારકીડ્સની જેમ જ બ્યુટીફુલ અને ગ્લેમરસ છે. અવંતિકા 23 વર્ષની છે. તેણીની તસ્વીરો જોઈ ઘણાબધા લોકો તેના સૌંદર્યની સરખામણી ભાગ્યશ્રી સાથે કરે છે.

image source

અવંતિકા તેની માતાની જેમ અભિનેત્રી બનશે કે નહીં તેની તો હાલ કોઈ જ માહિતી નથી પણ તેણીએ લંડન બિઝનેસ સ્કૂલ ઓફ કેસમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તેણીએ બિઝનેસ એન્ડ માર્કેટિંગમાં ડીગ્રી મેળવી છે. થોડા સમયથી એવી પણ વાતો સંભળાઈ રહી છે કે તેણી અનુ મલિકના દીકરા અરમાન મલિકને ડેટ કરી રહી છે.

image source

આ ઉપરાંત તેણી સલમાન ખાનના પ્રોડક્શનમાં પોતાની પ્રથમ ફિલ્મ કરશે તેવી પણ અફવાઓ સંભળાઈ રહી છે જો કે તેના દ્વારા કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા તેવી કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી.

image source

ઉપર જણાવ્યું તેમ અવંતિકા સોશિયલ મિડિયા પર ખાસ એક્ટિવ નથી પણ ભાગ્યશ્રી અવારનવાર પોતાના પરિવારની તેમજ તેણીની પ્રવૃત્તિની વિડિયો તેમજ ફોટોઝ સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે. ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલી ખાતેના રજવાડી કુટુંબની દીકરી છે. તેના પિતા વિજય સિંઘરાઓ માધવરાવ પટવર્ધન છે, જે સાંગલીના મહારાજા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ