શું તમને ખબર છે આ એક્ટરને ભગવાનનો સાક્ષત્કાર થયો હતો એટલે ભજવ્યું કૃષ્ણનું પાત્ર?

ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો આ એક્ટરને, એટલે ભજવ્યું કૃષ્ણનું પાત્ર

લોકડાઉનના કારણે દૂરદર્શન પર વર્ષો પહેલા અને આજે પણ લોકપ્રિય છે તેવી ઘણી સિરિયલો રીટેલિકાસ્ટ થઈ રહી છે. આ સિરિયલોમાં શક્તિમાન, મહાભારત, જંગલ બુક, દેખ ભાઈ દેશ અને રામાયણ જેવી સિરિયલો મુખ્ય છે. પરંતુ જો પાત્રોની પ્રખ્યાતિની સરખામણી રામાયણ અને મહાભારત વચ્ચે કરીએ તો તે સમય દરમિયાન કૃષ્ણનું પાત્ર સૌથી વધારે લોકપ્રિય થયું હતું. આ કૃષણ એટલે મહાભારતના નીતિશ ભારદ્વાજ નહીં પરંતુ લોકપ્રિય સિરિયલ એવી શ્રીકૃષ્ણમાં મુખ્ય પાત્ર ભજવનાર કૃષ્ણ હતા.

image source

આ સિરિયલ આવી ત્યાં સુધી ટીવી પર શ્રીકૃષ્ણની જીવન લીલા પર આધારિત કોઈ સીરિયલ આવી ન હતી. આ સીરીયલનું નિર્દેશન પણ રામાનંદ સાગરે કર્યું હતું. આ સિરિયલ રામાયણ, મહાભારતની જેમ જ એકદમ લોકપ્રિય હતી અને તેમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સર્વદમન ડી બેનર્જી જોવા મળ્યા હતા. આ ચહેરો લોકોના હૃદયમાં કૃષ્ણ તરીકે આજે પણ સ્થાન ધરાવે છે.

image source

આ ભૂમિકા માટે સર્વદમન બેનર્જીની પસંદગી રામાનંદ સાગર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતમાં સર્વદમન પોતે ભગવાનનો રોલ કરી શકશે કે તેમ તેના પર વિશ્વાસ કરી શકતો ન હતો. આ અંગે તેમણે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તે માનતો હતો કે ભગવાન શિવ તેની અંદર છે શ્રી કૃષ્ણ નહીં. એટલે તે શિવ ભક્ત હતા અને તેમને આશંકા હતી કે કૃષ્ણના પાત્રને તે પડદા પર ન્યાય આપી શકશે કે કેમ.. તેમણે આ ભૂમિકા વિશે અંતિમ નિર્ણય લેતા પહેલા રામાનંદ સાગર પાસેથી 10 દિવસનો સમય માંગ્યો હતો. સર્વદમન આધ્યાત્મિક હોવાથી તે ભગવાનની ભક્તિમાં રસ ધરાવતા હતા. કૃષ્ણના રોલ માટે હા કહેતા પહેલા તેમણે કૃષ્ણની ભક્તિ કરી તેમને જાણ્યા હતા.

image source

આ 10 દિવસના સમય દરમિયાન સર્વદમને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી, તેમને દર્શન આપવા માટે પ્રાર્થના કરી. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેને કૃષ્ણના હોવાનો અનુભવ કરાવે તો જ તે આ પાત્ર ભજવી શકશે. સર્વદમન તેણે માંગેલા 10 દિવસમાંથી 8માં દિવસે ફિલ્મ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યના ઘરે ઓટોમાં જઈ રહ્યો હતો. રસ્તો સમુદ્ર કિનારેથી પસાર થઈ રહ્યો હતો તેવામાં તેણે સોનેરી સાંજમાં શ્રીકૃષ્ણને સમુદ્રના મોંજા પર નૃત્ય કરતા જોયા. આ દ્રશ્ય જોઈ તે ઓટોમાં જ બેભાન થઈ ગયો. જ્યારે તેને ઓટોવાળાએ ભાનમાં લાવ્યો તો તેણે સીધા જ રામાનંદ સાગરના ઘરે લઈ જવા કહી દીધું.

image source

જણાવી દઈએ કે સર્વદમન અનેક આધ્યાત્મિક પ્રોજેક્ટ સાથે કામ કરી ચુક્યા છે. તેમણે શંકરાચાર્ય નામથી બનેલી ફિલ્મમાં પણ લીડ રોલ કર્યો હતો. આ ઉપરાંત તે સ્વામી વિવેકાનંદ પર બનેલી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2016માં આવેલી ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની બાયોપિકમાં એક મુખ્ય ભૂમિકા ભજવતા પણ જોવા મળ્યા હતા. હાલ તો હવે ફિલ્મોથી દૂર રહી અને સમાજ સેવાના કાર્યોમાં જોડાયેલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ