રામાયણના ક્લાઇમેક્સ સીનમાં છેડછાડ કરાતા લોકો ભરાયા ગુસ્સે અને કરી ટ્વિટ, વાંચો શું કહ્યું લોકોએ

રામાયણના ક્લાઇમેક્સ સીનમાં કરવામાં આવી છેડછાડ – દર્શકો નારાજ – ટ્વીટર પર ફેન્સે વર્સાવ્યો ગુસ્સો

લોકડાઉનમાં લોકોને કંટાળાથી દૂર રાખવા અને મનોરંજન પુરુ પાડવા માટે દૂરદર્શને 33 વર્ષ બાદ ફરી એકવાર રામાનંદ સાગર દ્વારા રામાયણનું પુનઃ પ્રસારણ શરું કર્યું છે જે હાલ પુર્ણ થઈ ચુક્યું છે અને હવે લવ કુશની કથા કહેતી સિરિયલ દર્શાવવામાં આવશે.

image source

દૂર ર્દર્શનને રામાયણના પુનઃપ્રસારણ દ્વારા જે વ્યુઅરશિપ મળી તે આજ સુધીમાં ક્યારેય નહોતી મળી. રામાયણ સિરિયલે ટીઆરપીના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ તોડ્યા છે. હાલમાં જ રામાયણનો ક્લાઇમેક્સ રજૂ કરવામાં આવ્યો હતો દર્શકોના કહેવા પ્રમાણે તેની સાથે કેટલીક છેડછાટ કરવામાં આવી છે અને તેનાથી લોકો નારાજ છે.

image source

લોકોનું કહેવું છે કે રામાનંદ સાગરની રામાયણ તેમજ ક્રિષ્ના સિરિયલ એક કળાનો નમૂનો છે. માટે આ સિરિયલો એ સમ્માન ડિઝર્વ કરે છે કે તેને કોઈ પણ જાતની છેડછાડ વગર જ જેમ છે તેમજ રજૂ કરવામાં આવે. પણ દૂરદર્શને ક્લાઇમેક્સમાં કેટલુંક એડિટીંગ કરીને કેટલાક સિન દર્શકોને બતાવ્યા નથી. 14 વર્ષ બાદના લક્ષ્મણ અને ઉર્મિલાના મિલનના સિનને દર્શકોને બતાવવામાં જ ન આવ્યો અને તેના કારણે પણ દર્શકો નારાજ છે.

લોકોનું એવું માનવું છે કે રાવણ વધ દરમિયાનના કેટલાએ સીન્સને એડીટ કરવામાં આવ્યા હતા. અને ટ્વિટર દ્વારા લોકો પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. રામ તેમજ રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાનના કેટલાક અલ્ટીમેટ સીન્સને એડિટ કરીને દર્શાવવામાં આવ્યા હતા જેનાથી ફેન્સ ગુસ્સે ભરાયા છે. એક યુઝર તો એટલો ગુસ્સે ભરાયો છે કે તેણે ઉપરા ઉપરી ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લક્ષ્મણ અને ઉર્મિલાના મિલનનો પણ ઉલ્લેખ કરતો સિન રજૂ ન કરવા બદલ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અને દૂર દર્શનને રામાયણનું અનકટ વર્ઝન બતાવવાની પણ અપીલ કરી છે.

તો એક યુઝરે રામ અને લક્ષ્મણના અપહરણના સીનને પણ નહીં બતાવવા માટે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ હનુમાનજીના પુત્રને પણ સિરિયલમાં નહીં બતાવવાની ફરિયાદ કરી હતી. તો વળી એક યુઝરે લખ્યુ હતું કે ભગવાન હનુમાન જ્યારે પોતાની છાતી ચીરે છે અને તેમાં રામ અને સીતાની તસ્વીર દેખાય છે તે સીન પણ સિરિયલમાંથી ગાયબ છે.

તો એક યુઝરે ફરિયાદ કરતાં ટ્વીટ કર્યું છે કે ડીડી નેશનલે રામાયણના ઘણા બધા સીન કાપી નાખ્યા છે, એક સીનમાં રામ-લક્ષ્મણને પાતાળલોકમાં અહિરાવણ કિડનેપ કરી લે છે. તે સીન પણ નથી બતાવવામાં આવ્યો. તમે અહીં આપેલા ટ્વીટ પર એક નજર નાખી શકો છો.

લોકોએ એ પણ જણાવ્યું કે રામાનંદ સાગરની રામાયણ અને ક્રીષ્ના સીરીયલ કળાનો એક નમૂનો છે માટે તેની સાથે કોઈ જ છેડછાડ ન થવી જોઈએ. બની શકે કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને રામાયણમાં કેટલુંક એડીટીંગ કરવામાં આવ્યું હોય. હાલ રામાયણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઉત્તર રામાયણ શરૂ કરવામાં આવી છે. શોમાં ટુંક જ સમયમાં લવકુશને પણ બતાવવામાં આવશે. રામાયણની જેમ ઉત્તર રામાયણને જોવા માટે પણ દર્શકો તેટલા જ આતુર જણાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ