બીમાર ના પડવુ હોય તો ફોલો કરો માત્ર આ 6 ટિપ્સ, નહિં ખાવા પડે દવાખાનના ધક્કા

શિયાળો હોય કે પછી વરસાદ, આ 6 ટીપ્સનું કે ઉપચારોનું પાલન કરવાથી તમે દરેક સીઝનમાં તંદુરસ્ત રહેશો.

image source

આપણે તંદુરસ્ત રહેવા માટે રચનાત્મક કસરત કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને તમારા શરીરના બધા સ્નાયુઓ આ કસરતમાં સામેલ થાય.

અત્યારે શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુઓનું અનુભવ થાય એવું વિચિત્ર વાતાવરણ છે. આખો દિવસ જ્યાં તન ને દઝાડતી ગરમીનું સામ્રાજ્ય હોય છે તો રાત પડતાં જ વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે, જેનાં લીધે આવતાં શીતળ પવનો ઠંડકનો અહેસાસ કરાવે છે.

image source

હવામાનમાં પરિવર્તન દરમિયાન લોકોની બીમાર થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ પોષણ અને પેટના આરોગ્ય નિષ્ણાત એવા પાયલ કોઠારીએ આપેલી કેટલીક ટીપ્સ તમને પ્રતિરક્ષા (ઇમ્યુનિટી) વધારવામાં , તંદુરસ્ત અને ફિટ રહેવા માટે મદદ કરશે, પછી ભલે ગમે તે હવામાન હોય ઉનાળો, શિયાળો કે ચોમાસું.

image source

તમે તમારા દિવસની શરૂઆત ચાથી કરવાના બદલે નાળિયેર પાણીથી કરવાનું શરૂ કરો. આ એક કુદરતી પીણું છે જે તમે તમારા શરીરને આપીને નિરોગી અને તંદુરસ્ત બની શકો છો. નાળિયેરનું પાણી તમારાં પાચન અવયવોને ઊર્જાવાન બનાવે છે જેનાં લીધે તમે આરોગેલો ખોરાક સરળતાથી પચી જાય છે.

રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠતા પહેલા, તમે નિયમિત બે મિનિટ તમારા શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો, જેનાથી તમે તાજગી કે સ્ફૂર્તિનો અનુભવ કરશો. આમ કરવાથી મગજનાં જ્ઞાનવર્ધક કેન્દ્રોને આંતરિક કસરત થતી હોય છે.

image source

લગભગ 28 ગ્રામ અજમાંના રસનું સેવન કરો, આ તમારી કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરશે અને સાથે સાથે તમારું શરીર ક્ષારીય (આલ્કલાઇન) થશે અને તમારી કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. આ અત્યારનાં ફાસ્ટફૂડ વાળી લાઇફસ્ટાઇલમાં ખૂબ જ કારગર પધ્ધતિ છે.

આદુ અને ફુદીનાના પાનને ગરમ પાણીમાં નાંખીને પીવો, આ તમને શરદી અને વાયરસથી દૂર રાખવામાં મદદ કરશે. આ એવો ઉકાળો છે જે તમારો ઇમ્યુનિટી પાવર વધારવાની સાથે શરીરમાંથી કફની માત્રાને ઓછી કરવામાં ઉપયોગી નીવડે છે.

image source

તમારા આહારમાં સૂપ અને સંભારમાં કઠોળનો ઉપયોગ વધારો. સૂપ તમારાં પાચનતંત્રને વેગવંતુ બનાવે છે અને ભૂખ જગાડે છે. જ્યારે કઠોળ તમારાં શરીરમાં પ્રોટીનની માત્રા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.

તમારા રોજિંદા જીવનમાં રચનાત્મક કસરતોને સામેલ કરો અને તેનો અમલ કરો જેથી તમારા શરીરના બધા જ સ્નાયુઓ આ કસરતમાં સામેલ થાય. અને તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત જીવન જીવી શકો. કસરત કરતી વખતે અમુક વસ્તુઓને ધ્યાન આપવું હિતાવહ છે. શરીરને માફક આવે એવી જ કસરતો કરવી જોઈએ અને ક્યારેય જમીને કસરત કરવી ના જોઈએ.

image source

ઉપરોક્ત બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમે પોતાની જાતને અને પોતાનાં પરિવારને નિરોગી બનાવી શકશો. નિરોગી જીવન સુખી જીવન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ