સમુદ્ર વચ્ચે આવેલા આ રહસ્યમયી કિલ્લાઓની વિગત પણ છે જાણવા જેવી, 77 વર્ષ જૂનો છે ઇતિહાસ

તસ્વીરમાં સાવ નવીન પ્રકારની ઇમારત જોઈ કદાચ તમે માથું ખંજવાળવા લાગ્યા હોય તો ના નહિ. આ તસ્વીરોમાં દેખાય છે તેનો નજારો આમેય કોઈ ફિલ્મના સીન જેવો જ છે.

image source

પરંતુ વાસ્તવમાં આ કોઈ ફિલ્મી સીન નથી પણ દરિયા વચ્ચે ખડકાયેલા વિશાળ કિલ્લાઓ છે. આ કિલ્લાઓને ” રેડ સેન્ડ ફોર્ટ ” ના નામે ઓળખવામાં આવે છે. તમને થશે કે દરિયા વચ્ચે આ રીતે કિલ્લાઓ ખડકવાનું કારણ શું હોઈ શકે ?

તો એ કારણ જાણવા માટે આપણે આજથી 77 વર્ષ પહેલાના ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે જે બ્રિટન અને જર્મની દેશ સાથે જોડાયેલો છે.

image source

ઇંગ્લેન્ડના સમુદ્રી કાંઠેથી લગભગ 7 કિલોમીટર દૂર આ કિલ્લાઓ આવેલા છે પણ નવાઈની વાત એ છે કે મોટાભાગના ઇંગ્લેન્ડ વાસીઓને આ કિલ્લાઓ વિષે ખબર જ નથી. ઇંગ્લેન્ડની પ્રખ્યાત એવી ટેમ્સ નદીના આગળના ભાગે જ આ કિલ્લાઓ સુધી પહોંચવા માટે નાની નાવનો જ સહારો લેવો પડે. જો કે અહીં આવનારા લોકોની સંખ્યા પણ જૂજ છે.

અસલમાં વર્ષ 1960 ના દશકામાં કેટલાક યુવાનોએ આ કિલ્લાઓ પરથી એક રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જે થોડા વર્ષો સુધી તો બરાબર ચાલ્યું પરંતુ વર્ષ 1967 માં બ્રિટિશ સરકારની નીતિઓમાં પરિવર્તન થવાના કારણે આ રેડિયો સ્ટેશન હંમેશા માટે બંધ થઇ ગયું.

image source

ત્યારબાદ તેની યોગ્ય જાળવણી ન થઇ અને સમય જતા તેની સ્થિતિ સાવ જર્જરિત થઇ ગઈ. પરંતુ 21 મી સદીની શરૂઆતમાં બ્રિટનના અમુક જિજ્ઞાસુ લોકોનું ધ્યાન ફરી આ કિલ્લાઓ તરફ ખેંચાયું અને આ કિલ્લાને લઈને ઇતિહાસના પાનાઓ પર બ્રિટનનું નામ જળવાઈ રહે તે માટે ભૂતપૂર્વ સૈનિકો,એન્જીનીયરો અને ઇતિહાસમાં રસ ધરાવનારા લોકોની એક ટીમે આ સમુદ્રી કિલ્લાઓના રીપેરીંગ માટે પ્રોજેક્ટ રેડ સેન્ડ શરુ કર્યો.

image source

આ સમુદ્રી કિલ્લાઓ એટલે કે ” રેડ સેન્ડ ફોર્ટ ” ને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1943 માં બનાવવામાં આવ્યા હતા. એ સમયે તેનો હેતુ જર્મન એરફોર્સની બોમ્બવર્ષાથી લંડન શહેરની સુરક્ષાનો હતો. કહેવાય છે કે તે સમયે આ કિલ્લાઓ પર 200 થી વધુ બ્રિટિશ સૈનિકોને ફરજ સોંપાઈ હતી અને તેનું દિવસ રાતનું કામ એ જ હતું કે જર્મન એરફોર્સના વિમાનો પર બારીક નજર રાખે જેથી બૉમ્બ દ્વારા જર્મન સેના લંડન શહેરને નુકશાન ન પહોંચાડી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ