પ્રેગનેન્સી નથી રાખવી? તો લગાવો આ પૈચ, નહિં જરૂર પડે કોન્ડોમ કે ગર્ભનિરોધક ટેબલેટ લેવાની..

કોન્ડોમ કે ગર્ભનિરોધક દવા નહીં આ પૈચ લગાવી બચી શકાશે ગર્ભધારણથી

વર્તમાન સમયમાં અનપ્લાન્ડ પ્રેગનેન્સીથી બચવા માટે સ્ત્રીઓ ગર્ભનિકોધક દવા લેતી હોય છે અથવા તો શારીરિક સંબંધ બાંધતી વખતે દંપતિ કોન્ડોમનો ઉપયોગ કરે છે. બર્થ કંટ્રોલ માટે આ બે જ રસ્તા હોવાથી દંપતિઓ આ વસ્તુઓનો ઉપયોગ અત્યાર સુધી કરતાં પરંતુ હવે ગર્ભનિરોધક તરીકે એક પૈચ પણ ઉપયોગમાં લેવાશે.

મહિલાઓ જે ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ કરે છે તેનાથી આડઅસર પણ થાય છે. આ ઉપરાંત દવાઓનું સેવન યોગ્ય સમયે અને ભુલ્યા વિના કરવું જ પડે છે. કેટલાક કિસ્સામાં ગર્ભનિરોધક દવાઓ અને કોન્ડોમનો ઉપયોગ થયો હોવા છતાં ગર્ભધારણ થઈ જાય છે.

image source

આ ઉપરાંત ગર્ભનિરોધક દવાનું સેવન બંધ કર્યા બાદ પણ કેટલીક સમસ્યાઓ મહિલાઓને નડે છે. આ તમામ સમસ્યા અને તકલીફોનો અંત આવી જશે. મહિલાઓ અને પુરુષો અણધાર્યા ગર્ભની ચિંતા વિના શારીરિક સંબંધ રાખી શકશે.

વૈજ્ઞાનિકોએ એક નવું સંશોધન કર્યું છે. આ સંશોધન કરી તેમણે એક નવો પૈચ બનાવ્યો છે. આ એક કોન્ટ્રાસેપ્ટિવ પૈચ છે. આ પૈચ પણ ગર્ભનિરોધક ગોળીની જેમ કામ કરશે.

image source

આ પૈચ લગાવ્યા બાદ 30 દિવસ સુધી મહિલાઓના રક્તમાં જ એક પ્રકારનું કોન્ટ્રાસેપ્ટિવ ડ્રગ છોડે છે જેના કારણે ગર્ભ રહેતો નથી. આ નાનકડા પૈચમાં નાની નાની સોઈ લગાવેલી હોય છે. આ પૈચ ત્વચા સાથે જોડાઈ અને રક્તમાં ડ્રગ છોડે છે જે ગર્ભને બનતા અટકાવે છે

જોર્જિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ આ પૈચનો ઉપયોગ ઉંદર પર કર્યો હતો. વૈજ્ઞાનિકોએ આ પૈચને એકદમ સુરક્ષિત ગણાવ્યો છે. આ પરિક્ષણ બાદ મહિલાઓ પર પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગ પણ સફળ થયો.

image source

પૈચના પ્રયોગમાં જાણવા મળ્યું કે તેનું પરીણામ સકારાત્મક છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી. આ શોધમાં 10 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 10 મહિલાઓને પૈચ લગાવવામાં આવ્યો હતો. આ પૈચ લગાવવાથી તેમને કોઈ સમસ્યા થઈ નહીં. તેનાથી દુખાવો પણ થતો નથી.

જોર્જિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના કેમિકલ અને બાયોમોલીક્યૂલર ઈંજીનિયરિંગના પ્રોફેસર માર્ક પ્રુસ્નિટુઝનું કહેવું છે કે આ કોન્ટ્રાસેપ્ટિવ પૈચ તે મહિલાઓને મોટી રાહત આપશે જે વારંવાર ગર્ભનિરોધક દવા લેવાથી ટેવાયેલી છે પરંતુ આ આદતથી તે પરેશાન છે અને તેની આડઅસરોથી બચવા ઈચ્છે છે.

image source

આ ઉપરાંત મોટાભાગની મહિલાઓ સમયસર દવા લેવાનું ચુકી જાય છે અને તેના કારણે દવાની અસર ઓછી થઈ જાય છે. તેવામાં તેમને ગર્ભ રહી જવાની ચિંતા સતાવતી હોય છે.

મહત્વપૂર્ણ છે કે મહિલા રોગ વિશેષજ્ઞોએ પણ આ પૈચને મંજૂરી આપી છે. શોધકર્તાઓ અનુસાર આ પૈચ વિશેષ રીતે ઓછી આવક ધરાવતા દેશોની મહિલાઓ માટે લાભકારક સાબિત થશે જ્યાં મહિલાઓને સરળતાથી ગર્ભનિરોધક દવાઓ અને અન્ય સામગ્રી મળી શકતી નથી.

image source

આવા દેશોમાં આ પૈચ ઉપલબ્ધ હશે તો મહિલાઓ અણધાર્યા ગર્ભધારણને રોકી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ